મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવ આંચકા પચાવી ફરી વધી આવ્યા હતા. રૂપિયો તૂટતાં તથા ડોલરના ભાવ ઉછળતાં ઝવેરી બજાર પર તેની પોઝીટીવ ઈંમ્પેકટ દેખાઈ હતી. જો કે વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંસના ૪૭૩૯થી ૪૭૪૦ વાળા નીચામાં ભાવ ૪૬૫૮ થઈ ૪૭૧૦થી ૪૭૧૧ ડોલર રહ્યા હતા. વૈશ્વિક સોનામાં ફંડોનું સેલીંગ ચાલુ રહ્યું હતું. મુંબઈ કરન્સી બજારમાં રૂપિયા સામં ડોલરના ભાવ વધી ઉંચામાં રૂ.૯૪.૩૨ સુધી પહોંચ્યા હતા.
મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ ૪૦૦થી ૫૦૦ વધ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ કિલોના રૂ.૩૦૦૦થી ૩૫૦૦ રહ્યા હતા. અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાન ભાવ ૯૯૫ના રૂ.૧૫૫૨૦૦ તથા ૯૯૯ના રૂ.૧૫૫૫૦૦ રહ્યા હતા. જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૫૦૦૦ વધી રૂ.૨૪૫૦૦૦ બોલાયા હતા. વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઔંસના ૭૬,૭૨ થઈ ૭૫.૯૧થી ૭૫.૯૨ ડોલર રહ્યા હતા.
મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ વધી જીએસટી વગર ૯૯૫ના રૂ.૧૫૦૮૭૨ તથા ૯૯૯ના રૂ.૧૫૧૪૭૯ રહ્યા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ કિલોના વધી રૂ.૨૪૩૮૨૫ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંસના ૨૦૩૧ વાળા નીચામાં ભાવ ૧૯૭૨ થઈ ૧૯૯૮થી ૧૯૯૯ ડોલર રહ્યા હતા.
પેલેડીયમના ભાવ ઔંસના ૧૪૮૯ વાળા ૧૪૫૭ થઈ ૧૪૮૪થી ૧૪૮૬ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૯૭ ટકા માઈનસમાં રહ્યા હતા. દરમિયાન, વૈશ્વિક ક્રૂડતેલ બજારમાં આજે બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ઉછળી ઉંચામાં ભાવ ૧૦૭.૪૮ થઈ ૧૦૪.૬૬ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ ઉંચામાં ૯૭.૮૫ થઈ ૯૪.૫૬ ડોલર રહ્યા હતા.
અમેરિકા તથા ઈરાન વચ્ચે હવે વાટાઘાટો કેવી આગળ વધે છે તેના પર બજારની નજર હતી. દરમિયન, રશિયાનું ૧૫ કરોડ બેરલ્સ ક્રૂડ આ વર્ષે ખરીદવાનું ઈન્ડોનેશિયાએ નક્કી ર્ક્યાના વાવડ હતા. યુદ્ધના પગલે ગલ્ફમાં ક્રૂડતેલનું ઉત્પાદન ૫૭ ટકા ઘટયું હોવાનું ગોલ્ડ મેન સેકે જણાવ્યું હતું. ક્રૂડનો વૈશ્વિક સ્ટોક ઘટી નવા નીચા તળિયે ઉતરી જશે એવી ગણતરી પણ ગોલ્ડમેન સેક દ્વારા બતાવાઈ હતી.


