ક્રૂડતેલ ઉછળી 112 ડોલર નજીક પહોંચ્યું : સોના- ચાંદીમાં વિશ્વબજાર પાછળ ઘટાડો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ ઝવેરીબજારમાં સોનાના ભાવ ઘટી રૂ.દોઢ લાખની સપાટીની અંદર ઉતરી ગયા
મુંબઈ : વિવિધ પ્રતિકૂળ અહેવાલો પાછળ આજે વૈશ્વિક બજારમાં કિંમતી ધાતૂઓમાં પીછેહઠ થતાં તેની સીધી અસર સ્થાનિક સોના-ચાંદી બજાર પર જાવાઇ હતી.આજે અમદાવાદ ઝવેરીબજારમાં આજે સોનાના ભાવ ઘટી રૂ.દોઢ લાખની અંદર ઉતરી ૯૯૫ના ભાવ રૂ.૧૪૯૨૦૦ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૪૯૫૦૦ બોલાયા હતા. જ્યારે ચાંદીના ભાવ ઘટી રૂ.૨૧૧૦૦૦ રહ્યા હતા.
મુંબઈ ઝવેરીબજાર આજે દશેરા નિમિત્તે સત્તાવાર બંધ રહી હતી. વિશ્વબજારના સમાચાર કિંમતી ધાતુઓમાં પીછેહટ બતાવી રહ્યા હતા. વિશ્વબજાર ઘટતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ નીચી ઉતરતાં બજાર ભાવ પર તેની ઈમ્પેક્ટ જોવા મળી હતી. વિશ્વબજારમાં આજે સોનાના ભાવ ઔંશના ૪૧૭૫થી ૪૧૭૬ ડોલરવાળા ઘટી નીચામાં ભાવ ૪૧૧૧ થઈ ૪૧૨૨થી ૪૧૨૩ ડોલર રહ્યાના સમાચાર હતા. દરમિયાન, વિશ્વબજાર પાછળ મુંબઈ બુલીયન બજારમાં આજે બંધ જારે સોનાના ભાવ ૧૦ ગ્રામના જીએસટી વગર ૯૯૫ના રૂ.૧૪૫૩૬૦ વાળા રૂ.૧૪૪૨૦૦ બોલાતા થયા હતા જ્યારે ૯૯૯ના ૧૪૫૯૪૪ વાળા રૂ.૧૪૪૮૦૦ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર કિલોના રૂ.૨૦૮૭૫૦ વાળા આજે ઘટી ભાવ રૂ.૨૦૭૫૫૦ રહ્યા હતા. વિશ્વબજારમાં સોના પાછળ અન્ય કિંમતી ધાતુઓના ભાવમાં પણ આજે પીછેહટ દેખાઈ હતી. ચાંદીના ભાવ ઔંશના ૫૭.૭૪થી ૫૭.૭૫ વાળા ભાવ ઘટી નીચામાં ૫૬.૩૯ થઈ ૫૭.૧૭થી ૫૭.૧૮ ડોલર રહ્યા હતા.
વૈશ્વિક પ્લેટીનમના ભાવ ૧૬૪૩ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ૧૧૧૨ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૦૮ ટકા માઈન્સમાં રહ્યા હતા. જોકે વિશ્વબજારમાં આજે ક્રૂડતેલના ભાવ ઝડપી ઉછળી ઉંચામાં ભાવ બેરલના ૧૧૨ ડોલર નજીક પહોંચી જતાં વિશ્વના વિવિધ બજારોના ખેલાડીઓમાં અજંપો પણ વધ્યાના વાવડ મળ્યા હતા. બ્રેન્ટક્રૂડતેલના ભાવ બેરલના ૧૦૮.૬૨ વાળા ઉંચામાં ભાવ ૧૧૧.૭૫ થઈ ૧૧૧.૬૭ ડોલર રહ્યા હતા.
યુએસ ક્રૂડના ભાવ બેરલદીઠ ૧૦૧.૩૩ વાળા ઉંચામાં ભાવ ૧૦૯.૬૦ ડોલર રહ્યા હતા. બંને ક્રૂડ વચ્ચેનો ભાવ તફાવત ઘટયો હતો. અમેરિકામાં ક્રૂડતેલનો વ્યુહાત્મક સ્ટોક ઘટી ૨૮૨૭ લાખ બેરલ્સ થતાં ૧૯૮૨ પછીનો નવા રેકોર્ડ તળીયે આવો સ્ટોક ઉતરી ગયો હોવાના સમાચાર મળ્યા હતા. વિશ્વબજારમાં ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ આજે ઉંચામાં ૧૦૧.૯૮ તથા નીચામાં ૧૦૧.૭૪થઈ ૧૦૧.૮૯ રહ્યાના સમાચાર હતા. બ્રિટનમાં બેરોજગારીનો દર ઘટી ૧૨ મહિનાના તળીયે ઉતરતાં વિશ્વબજારમાં આશ્રર્ય સર્જાયું હતું. મુંબઈ કરન્સી બજારમાં આજે બંધ બજારે ડોલરના ભાવ રૂ.૯૪.૯૪ આસપાસ બોલાઈ રહ્યા હતા.




