મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો આગળ વધ્યો હતો. નવી માગ ધીમી હતી સામે વિશ્વ બજાર પાછળ માસન વેંચવાનું હતું. વિશ્વ બજારમાં સોનાના ભાવ ગબડી ઔંસના ૫૦૦૦ ડોલરની અંદર ઉતરી ગયાના સમાચાર હતા. વિશ્વ બજારમાં ડોલર ઈન્ડેક્સ વધતાં વૈશ્વિક સોનામાં ફંડોનું સેલીંગ વધ્યાના નિર્દેશો હતા.
વિશ્વ બજાર ઘટતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ નીચી ઉતરી હતી તથા દેશના ઝવેરી બજારોમાં કિંમતી ધાતુઓના ભાવ દબાણ હેઠળ રહ્યા હતા. અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના આજે વધુ રૂ.૨૦૦૦ ઘટી ૯૯૫ના ભાવ રૂ.૧૫૯૭૦૦ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૬૦૦૦૦ રહ્યા હતા. સોનાના ભૌવ ત્રણ દિવસમાં રૂ.૬૦૦૦ તૂટી ગયા હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું.
દરમિયાન, અમદાવાદ ચાંદીના ભાવ આજે કિલોના રૂ.૧૦ હજાર તૂટી રૂ.૨૫૦૦૦૦રહ્યા હતા. વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ૫૦૨૦ વાળા તૂટી રૂ.૪૯૬૭ થઈ ૪૯૯૮થી ૪૯૯૯ ડોલર રહ્યા હતા. સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ પણ ઔંસના ૮૦.૬૦ વાળા ગબડી નીચામાં ભાવ ૭૭.૦૯ થઈ ૭૮.૯૬થી ૭૮.૯૭ ડોલર રહ્યા હતા.
મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર રૂ.૧૫૦૦ તૂટી ૯૯૫ના ભાવ રૂ.૧૫૫૦૯૦ તતા ૯૯૯ના ભાવ રૂ.૧૫૫૭૧૪ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૮૦૦૦ ગબડી રૂ.૨૪૮૭૧૧ રહ્યા હતા.
દરમિયાન, વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ જો કે વધી આવ્યા હતા. પ્લેટીનમના ભાવ ૨૦૨૮ વાળા નીચામાં ૨૦૦૯ થયા પછી વધી ઉંચામાં ભાવ ૨૦૮૨ થઈ ૨૦૬૧થી ૨૦૬૨ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ઔંસના ૧૫૫૪ વાળા નીચામાં ભાવ ૧૫૦૮ થઈ ૧૫૪૩થી ૧૫૪૪ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૧.૪૮ટકા માઈનસમાં રહ્યા હતા.
દરમિયાન, વિશ્વ બજારમાં આજે ક્રૂડતેલના ભાવ ઉછળ્યા પછી ઘટાડા પર રહ્યા હતા. બ્રેન્ટક્રૂડના ભાવ બેરલના ૧૦૩.૧૪ વાળા ઉંચામાં ભાવ ૧૦૬.૫૦ થઈ ૧૦૩.૨૫ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ ૯૮.૭૧ વાળા વદી ઉંચામાં ભાવ ૧૦૨.૪૪ થઈ ૯૭.૧૬ ડોલર રહ્યા હતા.
યુદ્ધની હિલચાલ પર બજારની નજર હતી.દરમિયાન, વિશ્વના એનર્જી ક્ષેત્રના તજજ્ઞાોના અંદાજ મુજબ યુદ્ધના પગલે ગલ્ફના દેશોમાં ક્રૂડતેલનું ઉત્પાદન ૭૦ ટકા ઘટવાની શક્યતા જણાય છે. એક સપ્તાહમાં આ ઉત્પાદનમાં દૈનિક ધોરણે ૧૨૦ લાખ બેરલ્સનો ઘટાડો થયો છે. ઈરાકમાં ઉત્પાદન ૬૦ ટકા ઘટયું છે.


