Business

ઈરાન-અમેરિકા યુદ્ધને કારણે ક્રૂડ ઓઇજજલ ભડકે બળ્યું: બ્રેન્ટ ક્રૂડ $100ને પાર, વૈશ્વિક સ્તરે ભયાનક મોંઘવારીનો ખતરો

By GS Team
12 Mar 20262 mins read
TukuTouch Logo
બ્રેન્ટ ક્રૂડ તેલના ભાવમાં 7%નો જંગી ઉછાળો આવતા કિંમત $100 પ્રતિ બેરલને પાર પહોંચી છે. કિંમતો ઘટાડવા માટે ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી (IEA) દ્વારા 40 કરોડ બેરલ તેલ છોડવાના નિર્ણય છતાં ભાવ કાબૂ બહાર છે. સ્ટ્રેટ ઑફ હોર્મુઝમાં ટેન્કરોની અવરજવર સંપૂર્ણ ઠપ થતાં સપ્લાય ચેઇન ખોરવાઈ હતી. પર્સિયન ગલ્ફ અને હોર્મુઝમાં ત્રણ જહાજો પર પ્રોજેક્ટાઇલ હુમલા થતાં જોખમ વધ્યું છે

Summarized by AI; it may make mistakes. Check important info

ઈરાન-અમેરિકા યુદ્ધને કારણે ક્રૂડ ઓઇજજલ ભડકે બળ્યું: બ્રેન્ટ ક્રૂડ $100ને પાર, વૈશ્વિક સ્તરે ભયાનક મોંઘવારીનો ખતરો

Donald Trump on Iran war : બ્રેન્ટ ક્રૂડ તેલના ભાવમાં 7%નો જંગી ઉછાળો આવતા કિંમત $100 પ્રતિ બેરલને પાર પહોંચી છે. કિંમતો ઘટાડવા માટે ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી (IEA) દ્વારા 40 કરોડ બેરલ તેલ છોડવાના નિર્ણય છતાં ભાવ કાબૂ બહાર છે. સ્ટ્રેટ ઑફ હોર્મુઝમાં ટેન્કરોની અવરજવર સંપૂર્ણ ઠપ થતાં સપ્લાય ચેઇન ખોરવાઈ હતી. પર્સિયન ગલ્ફ અને હોર્મુઝમાં ત્રણ જહાજો પર પ્રોજેક્ટાઇલ હુમલા થતાં જોખમ વધ્યું છે. 

ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી (IEA) દ્વારા વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવ ઘટાડવા માટે 40 કરોડ બેરલનો સ્ટોક ખુલ્લો મૂકવાના નિર્ણય છતાં આજે 12 માર્ચે ક્રૂડ ઓઇલની કિંમતોમાં તોતિંગ વધારો જોવા મળ્યો છે. ઈરાન-અમેરિકા યુદ્ધ શરૂ થયા બાદ બીજી વખત બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ $100 પ્રતિ બેરલની સપાટી વટાવી ચૂક્યું છે, જ્યારે WTI ક્રૂડ પણ $94 પર પહોંચ્યું છે.

શા માટે અચાનક કિંમતો આસમાને?

નિષ્ણાતોના મતે, માત્ર તેલનો જથ્થો બજારમાં લાવવાથી સમસ્યા હલ નહીં થાય. સૌથી મોટો પડકાર સ્ટ્રેટ ઑફ હોર્મુઝ(Strait of Hormuz)માં સર્જાયેલો ઈરાની અવરોધ છે. આ રૂટ પર્સિયન ગલ્ફને અરબી સમુદ્ર સાથે જોડે છે અને વિશ્વનો મોટાભાગનો રિફાઇન્ડ ઓઇલ તથા જેટ ફ્યુઅલનો જથ્થો અહીંથી જ પસાર થાય છે. હાલમાં અહીં ટેન્કરોની અવરજવર સંપૂર્ણપણે બંધ હોવાથી વૈશ્વિક સપ્લાય ખોરવાઈ ચૂક્યો છે. 

યુદ્ધ લંબાવાની ભીતિ

બંને દેશો હાલ વાટાઘાટોના મૂડમાં જણાતા નથી. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, ઈરાને યુદ્ધવિરામ માટે શરત મૂકી છે કે અમેરિકા અને ઈઝરાયલ ભવિષ્યમાં તેના પર હુમલો નહીં કરે તેવી ખાતરી આપે અને નુકસાનનું વળતર ચૂકવે. જોકે, અમેરિકા આ શરતો સ્વીકારે તેવી શક્યતા નહિવત છે. બીજી તરફ, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ અમેરિકાના સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ(SPR)માંથી આશરે 17.2 કરોડ બેરલ તેલ છોડવાના સંકેત આપ્યા છે.