Get The App

ક્રૂડતેલ ગબડી 95 ડોલરની અંદર: 18 ટકાની મંદી આવી

Updated: Apr 9th, 2026

GS TEAM

Google News
Google News
ક્રૂડતેલ ગબડી 95 ડોલરની અંદર:  18 ટકાની મંદી આવી 1 - image

- ભારતમાં સાત વર્ષ પછી ઈરાનનું  ક્રૂડ ઓઈલ આવી રહ્યાના નિર્દેશો

મુંબઈ : યુદ્ધ વિરામના પગલે વિશ્વ બજારમાં આજે ક્રૂડતેલના ભાવમાં ૧૬થી ૧૮ ટકાનો કડાકો બોલાઈ ગયાના સમાચાર હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૧૧૦.૭૧ વાળા ગબડી નીચામાં ભાવ ૯૧.૫૪ ડોલર થઈ ૯૧.૯૧ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ ૧૧૪.૮૭ વાળા નીચામાં ભાવ ૯૧.૦૫ થઈ ૯૨.૫૪ ડોલર રહ્યા હતા.

દરમિયાન, ઈરાનથી ક્રૂડતેલ લઈને નિકળેલુ એક જહાજ ચીન તરફ રવાના થયા પછી ભારત તરફ આવ્યાના  સમાચાર હતા. 

આના પગલે ભારતમાં સાત વર્ષ પછી પ્રથમ વાર ઈરાનનું ઓઈલ આવી રહ્યાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. જોર્ડનનું ઓઈલ ટેન્કર પણ ભારત આવી રહ્યાના સમાચાર મળ્યા હતા.

તાજેતરમાં યુધ્ધના માહોલમાં વિશ્વબજારમાં ક્રૂડ તેલના ભાવ ઉછળી ઉંચામાં બેરલના ૧૨૦ ડોલરની ઉપર ગયા હતા. 

જોકે હવે યુધ્ધ વિરામ નક્કી થતા ક્રૂડતેલમાં ટોચ પરથી ઝડપી ઘટાડો જોવા મળ્યો છે અને તેના પગલે ભારતમાં ક્રૂડતેલના ઈમ્પોર્ટ બિલમાં ઘટાડો થશે તથા વેપાર ખાધ પણ ઘટશે સામે કરન્સીમાં બજારમાં તેના પગલે ડોલર સામે રૂપિયો ઉંચકાશે એવી શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા.