વિશ્વ બજારમાં ક્રૂડતેલ તથા સોનામાં સામસામા રાહ : ચાંદીમાં પીછેહઠ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ક્રૂડની વૈશ્વિક દૈનિક સપ્લાય ૧૩૫થી ૧૩૬ લાખ બેરલ્સ ઘટી : આવી સ્થિતિ ૧૯૯૦માં ગલ્ફ વોર વખતે જોવા મળી હતી
મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો આગળ વધ્યો હતો. પ્લેટીનમના ભાવ પણ વધ્યા મથાળેથી ઘટાડા પર રહ્યા હતા. વિશ્વ બજારમાં કિંમતી ધાતુઓના ભાવ ઘટતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ નીચી ઉતરી હતી. ભારત સરકારે ઈમ્પોર્ટરો માટે ડોલરના કસ્ટમ એકસચેન્જના દર વધારતાં કિંમતી ધાતુઓની ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટીમાં વૃદ્ધી થયાનું પણ બજારના જાણકારો જણાવી રહ્યા હતા.
દરમિયાન, વિશ્વ બજારમાં આજ સોનાના ભાવ ઘટી ઔંસના ૪૦૦૦ ડોલરની અંદર ઉતરી ગયાના સમાચાર હતા. દરમિયાન, વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ઍભાવ ૧૦ ગ્રામના રૂ.૫૦૦ તથા ચાંદીના ભાવ કિલોના રૂ.૫૦૦૦ તૂટયા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ૪૦૩૮થી ૪૦૩૯ વાળા નીચામાં ભાવ ૩૯૭૦ થઈ ૩૯૮૨ ડોલર રહ્યા હતા. સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ ઔંસના ૫૬.૭૪થી ૫૬.૭૫ વાળા નીચામાં ભાવ ૫૪.૭૭ થઈ ૫૫.૨૦થી ૫૫.૨૧ ડોલર રહ્યાના સમાચાર હતા. વિશ્વ બજારમાં ડાક્ર ઈન્ડેક્સ વધતાં વૈશ્વિક સોનામાં ફંડોનું સેલીંગ વધ્યાની ચર્ચા હતી. દરમિયાન, અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૯૯૫ના રૂ.૧૪૫૭૦૦ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૪૬૦૦૦ રહ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ ઘટી રૂ.૨૧૮૦૦૦ બોલાતા થયા હતા. મુંબઈ બુલિયન બજારમાં આજે જીએસટી વગર સોનાના ભાવ રૂ.૫૦૦ ઘટી ૯૯૫ના ભાવ રૂ.૧૪૦૫૯૪ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૪૧૧૫૯ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ રૂ.૨૦૦૦ ઘટી રૂ.૨૧૫૪૭૪ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.
વિશ્વ બજારમાં આજે ક્રૂડતેલના ભાવ ધીમી ગતિએ વધતા જોવા મળ્યા હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલ દીઠ ઉંચામાં ૮૬.૨૦ ડોલર થઈ ૮૬.૦૨ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ ઉંચામાં ૮૧.૦૭ થઈ ૮૦.૮૩ ડોલર રહ્યા હતા. ઈરાન તથા અમેરિકા વચ્ચે ઘર્ષણ વધતાં હોર્મુઝ રુટ પર ઓઈલ ટેન્કરોની અવરજવર રુંધાયાના સમાચાર હતા. ક્રૂડનો વૈશ્વિક પુરવઠો દૈનિક આશરે ૧૩૫થી ૧૩૬ લાખ બેરલ્સ ઘટયો હોવાનો અંદાજ જાણકારો બતાવી રહ્યા હતા. આ પૂર્વે ૧૯૭૩માં આરબ ઓઈલનો વિવાદ તથા ૧૯૯૦માં ગલ્ફ વોર વખતે આવી સ્થિતિ સર્જાઈ હતી. જો કે એ વખતે દૈનિક સપ્લાય ૪૦થી ૬૦ લાખ બલ્લ્સ ઘટી હતી જ્યારે આ વખતે ઈરાન યુદ્ધના પગલે આવી સપ્લાય ૧૩૫થી ૧૩૬ લાખ બેરલ્સ ઘટી હોવાનું એશિયન ડેવલપમેન્ટ બેન્કે જણાવ્યું હતું. દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં આજે પ્લેટીનમના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ.૩૦૦૦ ઘટી રૂ.૫૫૪૧૫ રહ્યા હતા. વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંસના નીચામાં ૧૫૬૯ થઈ ૧૫૭૦થી ૧૫૭૧ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ નીચામાં ૧૨૩૨ થઈ ૧૨૩૯ ડોલર રહ્યા હતા.









