તહેવારોને પરિણામે ઓકટોબરમાં ક્રેડિટ કાર્ડસ મારફતના ખર્ચમાં વીસ ટકા વધારો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

તહેવારોને અનુલક્ષીને નવા ક્રેડિટ કાર્ડસ જારી કરવાની સંખ્યા પણ ગત મહિને બમણી જોવા મળી
મુંબઈ : નવરાત્રી- દિવાળી નિમિત્તેની ખરીદીમાં વધારાની સાથોસાથ ક્રેડિટ કાર્ડસ મારફતના ખર્ચમાં પણ વૃદ્ધિ જોવા મળી છે. ગત મહિને નવા ક્રેડિટ કાર્ડસ જારી કરવાની સંખ્યા પણ બમણી જોવા મળી હોવાનું રિઝર્વ બેન્કના ડેટા જણાવે છે.
સપ્ટેમ્બરની સરખામણીએ ઓકટોબરમાં ક્રેડિટ કાર્ડસ મારફતનો ખર્ચ વીસ ટકા વધી રૂપિયા ૨.૪૫ લાખ કરોડ રહ્યો છે. સપ્ટેમ્બરમાં આ આંક રૂપિયા ૨.૦૪ લાખ કરોડ જોવા મળ્યો હતો.
ગયા વર્ષના ઓકટોબરની સરખામણીએ વર્તમાન વર્ષના સમાન ગાળામાં ક્રેડિટ કાર્ડસ મારફતના ખર્ચમાં ૧૪.૪૦ ટકા વધારો થયો છે.
ગયા વર્ષના ઓકટોબરમાં બેન્કો દ્વારા ૬.૨૮ લાખ નવા ક્રેડિટ કાર્ડસ જારી કરવામાં આવ્યા હતા જ્યારે વર્તમાન વર્ષના સમાન મહિનામાં આ આંક ૧૪ લ ાખ રહ્યો હતો. સપ્ટેમ્બરમાં આ ઉમેરો ૧૨.૬૦ લાખ રહ્યો હતો.
હાલમાં ભારતમાં કુલ આઉટસ્ટેન્ડિંગ ક્રેડિટ કાર્ડસની સંખ્યા ૧૨.૬૭ કરોડ છે જે ગયા વર્ષના ઓકટોબરમાં ૧૧.૪૧ કરોડ રહી હતી.
યુપીઆઈ સાથે રુપે ક્રેડિટ કાર્ડસને લિન્ક કરવાની જોગવાઈ હોવાને કારણે પણ ક્રેડિટ કાર્ડસની માગમાં વધારો જોવા મળી રહ્યો છે. ક્રેડિટ કાર્ડસ મારફત પેમેન્ટસની સંખ્યા પણ ઓકટોબરમાં વાર્ષિક ધોરણે ૩૨ ટકા વધી ૬૮.૩૦ કરોડ રહી છે.
ક્રેડિટ કાર્ડસની સંખ્યામાં વધારો થતા કાર્ડસ દીઠ સરેરાશ ખર્ચનો આંક નીચો રહ્યો હતો અને ઓકટોબર ૨૦૨૫માં જે પ્રતિ કાર્ડ રૂપિયા ૪૧૩૩ હતો તે વર્તમાન વર્ષના સમાન મહિનામાં ઘટી રૂપિયા ૩૫૮૫ આવી ગયો હતો.
નવરાત્રી ઉપરાંત દિવાળી નિમિત્તેની ખરીદીને કારણે ક્રેડિટ કાર્ડસના વપરાશમાં ગત મહિને વધારો થયો હોવાનું એક બેન્કરે જણાવ્યુ હતું.




