Get The App

AIની રેસમાં ચીન આગળ, ભારત 'રિવર્સ AI ટ્રેડ' કરી રહ્યું છે...

- ચીન તેના ઓપન-સોર્સ મોડેલને કારણે AI ક્ષેત્રે અમેરિકા કરતા ઘણું સારું છે

Updated: Feb 25th, 2026

GS TEAM

Google News
Google News
AIની રેસમાં ચીન આગળ, ભારત 'રિવર્સ AI ટ્રેડ' કરી રહ્યું છે... 1 - image

અમદાવાદ : ચીન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) ક્ષેત્રમાં દુનિયામાં આગળ છે. જયારે ભારત 'રિવર્સ AI ટ્રેડ' કરી રહ્યું છે. ચીન તેના ઓપન-સોર્સ મોડેલને કારણે AIમાં અમેરિકા કરતા સારું છે તેમ વૈશ્વિક નિષ્ણાંતોએ જણાવ્યું હતું.

તેમણે કહ્યું કે જ્યાં સુધી મોટી કંપનીઓનો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર ખર્ચ (મૂડીખર્ચ) ઝડપથી વધતો રહેશે, ત્યાં સુધી ભારતીય બજાર અન્ય દેશોની તુલનામાં ઓછું પ્રદર્શન કરી શકે છે.

રિવર્સ એઆઈ  ટ્રેડનો અર્થ એ છે કે કોઈ દેશ મોંઘા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) મોડેલો વિકસાવવાને બદલે, અન્ય દેશોમાં વિકસિત એઆઈ  ટેકનોલોજીનો ઉપયોગ કરે છે અને તેના દ્વારા સેવાઓ પૂરી પાડીને પૈસા કમાય છે. 

આનો અર્થ એ છે કે ટેકનોલોજી વિદેશથી આવે છે, પરંતુ ડેટા પ્રોસેસિંગ, સોફ્ટવેર સપોર્ટ અથવા એનાલિટિક્સ જેવી આઈટી સેવાઓ તે ટેકનોલોજીના આધારે કરવામાં આવે છે.

સરળ શબ્દોમાં કહીએ તો, એઆઈ આયાત કરવામાં આવે છે અને સંબંધિત સેવાઓ નિકાસ કરીને પૈસા કમાય છે. આ મોડેલને રિવર્સ એઆઈ ટ્રેડ કહેવામાં આવે છે.