Budget 2026: આ વખતે દેશનું બજેટ 2026 1 ફેબ્રુઆરી, રવિવારના રોજ રજૂ થશે. સંસદનું બજેટ સત્ર 28 જાન્યુઆરીથી શરૂ થશે અને 2 એપ્રિલ સુધી ચાલશે. રાષ્ટ્રપતિએ તેને મંજૂરી આપી દીધી છે. 28 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિનું અભિભાષણ હશે. 29 જાન્યુઆરીએ આર્થિક સર્વેક્ષણ રજૂ થશે. રવિવાર થવા છતાં 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરાશે. બજેટ સત્રનો પહેલો તબક્કો 13 ફેબ્રુઆરીએ સમાપ્ત થશે. બીજો તબક્કો 9 માર્ચથી શરૂ થશે અને 2 એપ્રિલ સુધી ચાલશે.
સંસદીય મામલાઓની કેબિનેટ સમિતિ દ્વારા નક્કી કરાયેલા સંભવિત કાર્યક્રમનો હવાલો આપતા અધિકારીઓએ શુક્રવારે કહ્યું કે, રાષ્ટ્રપતિનું પારંપરિક અભિભાષણ હશે. બીટિંગ રિટ્રીટ સમારોહના કારણે 29 જાન્યુઆરીએ બંને ગૃહોની બેઠક નહીં યોજાય.
31 જાન્યુઆરીએ નહીં યોજાય લોકસભા-રાજ્યસભાની બેઠક
સંસદની બેઠક 29 જાન્યુઆરીએ થશે, જે દિવસે આર્થિક સર્વેક્ષણ રજૂ કરાવાની સંભાવના છે. ત્યારબાદ 31 જાન્યુઆરીએ લોકસભા અને રાજ્યસભાની બેઠક નહીં યોજાય. કેન્દ્રીય બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ કરાશે. રાષ્ટ્રપતિના અભિભાષણ અને કેન્દ્રીય બજેટ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા બાદ સંસદ બેઠક 13 ફેબ્રુઆરીએ સ્થગિત થશે અને એક મહિનાના વિરામ બાદ ફરી મળશે.
આ પણ વાંચો: શેરબજાર કડડભૂસ: સેન્સેકસમાં 5 દિવસમાં 2 હજાર પોઇન્ટનો કડાકો, આ 5 પરિબળો જવાબદાર
સંસદની બેઠક 9 માર્ચે ફરીથી શરૂ થશે અને સત્ર 2 એપ્રિલ બુધવારે સમાપ્ત થશે. અધિકારીઓએ જણાવ્યું કે, સામાન્ય રીતે સંસદનું સત્ર શુક્રવારે સ્થગિત થાય છે. પરંતુ 3 એપ્રિલે ગુડ ફ્રાઇડે અને ત્યારબાદ સપ્તાહાંતને ધ્યાનમાં રાખતા સત્ર 2 એપ્રિલે સમાપ્ત થઈ શકે છે.
આ વખતે કેટલું ખાસ હશે બજેટ
આ વખતે બજેટ અનેક રીતે અલગ રહેવાનું છે. સૌથી પહેલા વાત પરંપરાથી હટીને બજેટ 1 ફેબ્રુઆરીએ રવિવારના દિવસે રજૂ થશે. તેનાથી પણ વધુ ચર્ચાની એ વાત છે કે પહેલીવાર નાણા મંત્રાલયમાં કોઈ નાણા સચિવ હાજર નહીં હોય, પરંતુ તેમ છતાં બજેટની તૈયારી તેજ થઈ ગઈ છે.
સામાન્ય રીતે નાણા સચિવ નાણા મંત્રાલયના સૌથી વરિષ્ઠ અધિકારી હોય છે. મંત્રાલયના અલગ-અલગ વિભાગો વચ્ચે તાલમેલ બનાવવું, બજેટથી જોડાયેલા મોટા નિર્ણયોની દેખરેખ રાખવી અને સંપૂર્ણ પ્રક્રિયાને દિશા આપવી તેની મોટી જવાબદારી હોય છે. સરળ શબ્દોમાં કહીએ તો નાણા સચિવને બજેટ મશીનરીના સંચાલક માનવામાં આવે છે.
આ પણ વાંચો: ચાંદી ફરી ₹6900ના ઉછાળા સાથે 2,50,000ને વટાવી ગઈ, સોનું પણ મજબૂત, રોકાણકારો ખુશ


