Get The App

ચાંદી ફરી ₹6900ના ઉછાળા સાથે 2,50,000ને વટાવી ગઈ, સોનું પણ મજબૂત, રોકાણકારો ખુશ

Updated: Jan 9th, 2026

GS TEAM

Google News
Google News
ચાંદી ફરી ₹6900ના ઉછાળા સાથે 2,50,000ને વટાવી ગઈ, સોનું પણ મજબૂત, રોકાણકારો ખુશ 1 - image

Silver and Gold Price News : મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર આજે સોના અને ચાંદી બંનેના ભાવમાં ફરીથી તેજી જોવા મળી રહી છે. રોકાણકારોની ખરીદીને પગલે બંને કિંમતી ધાતુઓમાં મજબૂત ઉછાળો નોંધાયો છે.

ચાંદીમાં જોરદાર ઉછાળો, ભાવ ₹2.50 લાખને પાર

MCX પર 05 માર્ચ 2026 વાયદાની ચાંદીમાં જોરદાર તેજી જોવા મળી છે.

જૂનો બંધ ભાવ (Prev. Close): અગાઉના ટ્રેડિંગ સત્રમાં ચાંદીનો ભાવ ₹2,43,324 પ્રતિ કિલોગ્રામ પર બંધ થયો હતો.

નવો ખૂલતો ભાવ (Open): આજે બજાર ખૂલતાની સાથે જ ચાંદી ₹2,45,600 પર ખૂલી હતી.

વર્તમાન સ્થિતિ અને ઉછાળો: આ રિપોર્ટ લખાઈ રહ્યો છે ત્યાં સુધી ચાંદીનો ભાવ ₹6,857(+2.82%)ના જબરદસ્ત ઉછાળા સાથે ₹2,50,181 પર ટ્રેડ કરી રહ્યો હતો. દિવસ દરમિયાન ચાંદીએ ₹2,50,228ની ઊંચી સપાટી પણ બનાવી હતી.

સોનાના ભાવમાં પણ મજબૂતી

ચાંદીની સાથે સોનાના ભાવમાં પણ આજે મજબૂતી જોવા મળી છે.

જૂનો બંધ ભાવ (Prev. Close): સોનાના 05 ફેબ્રુઆરી 2026 વાયદાનો ભાવ અગાઉના દિવસે ₹1,37,742 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો.

નવો ખૂલતો ભાવ (Open): આજે સોનું ₹1,37,997 પર ખુલ્યું હતું.

વર્તમાન સ્થિતિ અને ઉછાળો: આ રિપોર્ટ લખાઈ રહ્યો છે ત્યાં સુધી સોનાનો ભાવ ₹755(+0.55%)ના વધારા સાથે ₹1,38,497 પર જોવા મળ્યો હતો. દિવસ દરમિયાન સોનાએ ₹1,38,643ની ઊંચી સપાટી બનાવી હતી.

અગાઉના સત્રોમાં ભારે ઉથલપાથલ બાદ આજે બજારમાં આવેલી આ તેજી રોકાણકારો માટે રાહતના સમાચાર લાવી છે.