બિટકોઇનમાં તોફાની તેજી: અમેરિકા અને ટ્રમ્પના આ એક નિર્ણય બાદ ત્રણ વર્ષનો રેકોર્ડ તૂટ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Bitcoin Price Surges: દુનિયાની સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી બિટકોઇનમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. આ ક્રિપ્ટોકરન્સી છેલ્લા 3 વર્ષની સૌથી મોટી સાપ્તાહિક તેજી તરફ આગળ વધી રહી છે, જેની કિંમત $80,000 ડોલરની નજીક પહોંચી ગઈ છે. વિશ્વની સૌથી જૂની અને મોટી ક્રિપ્ટોકરન્સીમાં એક જ દિવસમાં 9.4% નો ઉછાળો આવ્યો હતો, અને તેની કિંમત લગભગ $77,500 સુધી પહોંચી ગઈ હતી. આ સપ્તાહમાં તેમાં લગભગ 23% નો વધારો નોંધાયો છે. જો આ તેજી જળવાઈ રહેશે, તો માર્ચ 2023 પછીનો આ સૌથી મોટો સાપ્તાહિક ઉછાળો સાબિત થશે. બિટકોઇનનો ભાવ આ અગાઉ મે મહિનામાં $80,000 સુધી પહોંચ્યો હતો.
બિટકોઇનમાં તેજીનું કારણ શું છે?
બિટકોઇનમાં આવેલી આ તોફાની તેજીનું મુખ્ય કારણ અલ્ટીમેટલી અમેરિકા છે. યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે બુધવારે જાહેરાત કરી હતી કે, તેમનો વિભાગ લાંબા ગાળાના બોન્ડની ખરીદી (buybacks)ને ઓછામાં ઓછી બમણી કરશે. આ જાહેરાત બાદ બિટકોઇન માર્કેટમાં ભારે તેજી જોવા મળી હતી. યુએસ ટ્રેઝરી સેક્રેટરીની આ જાહેરાત પછી ટ્રેડર્સે અબજો ડોલરની શોર્ટ પોઝિશન પાછી ખેંચવી પડી હતી. આ ઉપરાંત, બુધવારે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ક્રિપ્ટો ઇન્ડસ્ટ્રીના અગ્રણી નેતાઓ સાથે મુલાકાત કરી હતી, જેનાથી રોકાણકારોની અપેક્ષાઓ વધુ વધી ગઈ છે. બોન્ડ માર્કેટમાં આ દખલગીરીને કારણે ડોલર પર અસર પડવાના ડરથી સોનાની કિંમત પણ મે મહિના પછીના સૌથી ઉચ્ચ સ્તરે પહોંચી ગઈ હતી.
નિષ્ણાતોનું શું કહેવું છે?
નિષ્ણાતોનું કહેવું છે કે, 'રોકાણકારોએ મજબૂત નાણાકીય સ્થિતિ ધરાવતા દેશો અને વિવિધ એસેટ્સમાં રોકાણ કરવું જોઈએ. તેમણે ઉમેર્યું કે, પોર્ટફોલિયોનો લગભગ 10% થી 15% હિસ્સો સોનામાં અને થોડો હિસ્સો બિટકોઇનમાં રાખવાથી જોખમ ઘટી શકે છે, અને રિટર્ન વધી શકે છે. યુએસ ટ્રેઝરી દ્વારા લાંબા ગાળાના બોન્ડ બાયબેક બમણા કરવાને કારણે લોંગ યીલ્ડ ઘટી છે, અને રોકાણકારોમાં રિસ્ક લેવાની ક્ષમતા વધી છે, જેના લીધે આ તેજી જોવા મળી છે.'









