Get The App

શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 850થી વધુ તો નિફ્ટી 274 પોઇન્ટ તૂટી, જાણો શું છે કારણ?

Updated: Feb 13th, 2026

GS TEAM

Google News
Google News
શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 850થી વધુ તો નિફ્ટી 274 પોઇન્ટ તૂટી, જાણો શું છે કારણ? 1 - image


AI Image of Stock Market Crash


Stock market News : ગઈકાલે સોના અને ચાંદીમાં અચાનક મોટા કડાકા બાદ આજે શેરબજારમાં ફરી એકવાર મોટા કડાકાની સ્થિતિ સર્જાઈ છે.  સેન્સેક્સમાં આજે લગભગ 850 પોઇન્ટ તો નિફ્ટીમાં 274 પોઇન્ટ તૂટી જતાં રોકાણકારોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ સાથે રોકાણકારોના લાખો કરોડો રૂપિયાની મૂડી ઘટી ગઈ છે.

સેન્સેક્સની શું છે સ્થિતિ? 

સેન્સેક્સની વાત કરીએ તો આજે સેન્સેક્સ 82902 પોઇન્ટ પર ખૂલ્યું હતું. જોકે થોડીકવાર માટે તેમાં તેજી દેખાઈ અને સેન્સેક્સ 83079 પર પહોંચ્યું હતું. ત્યારબાદ અચાનક જ કડાકાની સ્થિતિ વધી જતાં સેન્સેક્સ ગબડીને 82791 પોઇન્ટે આવી ગયું હતું. જોકે ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે સેન્સેક્સ 83674 પોઇન્ટે બંધ થયું હતું. જેના આધારે આજે સેન્સેક્સમાં 883 પોઇન્ટ જેટલું તૂટી ગયું હતું. 

નિફ્ટીમાં પણ કડાકો

નિફ્ટી ગઈકાલે 25807ના લેવલ પર બંધ થઈ હતી. જોકે આજે નિફ્ટી સીધી 25571 પોઇન્ટ પર ખૂલી હતી જે 236 પોઇન્ટના ગેપ ડાઉન સાથે ખૂલી હતી. જેનાથી રોકાણકારોમાં ફફડાટ ફેલાયો હતો. સમાચાર લખવા સુધીમાં નિફ્ટી 25525ના નીચલા લેવલ સુધી ગગડી હતી અને પછી 25540 પોઇન્ટ સુધી રિકવરી બતાવી હતી. 

બજારમાં કડાકા પાછળ શું કારણ? 

બજારમાં કડાકા પાછળ સૌથી મોટું કારણ AIને માનવામાં આવી રહ્યું છે જેણે વૈશ્વિક સ્તરે ચિંતા વધારી દીધી છે. ખાસ કરીને આઇટી કંપનીઓમાં હાહાકારની સ્થિતિ સર્જાઈ છે. સૌથી વધુ કડાકો ટીસીએસ ઇન્ફોસિસ, એચસીએલ ટેકથી લઈને મહીન્દ્રા ટેકમાં કડાકાની સ્થિતિ દેખાઈ. જ્યારે અમેરિકામાં સતત ત્રીજા દિવસે ઘટાડો નોંધાયો હતો. આ મંદી એશિયન માર્કેટમાં પણ દેખાઈ. રોકાણકારોને ડર છે કે એઆઇના નવા ટુલ્સ અનેક પરંપરાગત બિઝનેસ મોડેલને ભારે નુકસાન પહોંચાડી શકે છે અને કંપનીઓનો નફો ઘટી શકે છે. એઆઇની સૌથી વધુ અસર લોજિસ્ટિક્સ, રિયલ એસ્ટેટ, અને સોફ્ટવેર સંબંધિત શેરોમાં જોવા મળી રહી છે. અમેરિકન બજારમાં લગભગ એક ટ્રિલિયન ડૉલર એટલે કે 90 લાખ કરોડ રૂપિયા સાફ થઈ ગયા છે.