Business

રિઝર્વ બેંકના લિક્વિડિટી અંગેના મિશ્ર સંકેતોથી ભીંસમાં મૂકાયેલી બેંકો

By GS Team
25 Oct 20263 mins read
TukuTouch Logo
અમદાવાદ: RBIના વિરોધાભાસી પગલાંથી બેંકો ફંડિંગ ખર્ચનો સામનો કરી રહી છે. ઘટતી સરપ્લસ લિક્વિડિટીને કારણે ઓવરનાઈટ દરો વધતા, CD દરોમાં 100 બેસિસ પોઈન્ટથી વધુનો ઉછાળો આવ્યો છે. રિઝર્વ બેંકે 2.5 લાખ કરોડ ઠાલવ્યા છતાં આ વધારો જોવા મળ્યો. જાણકારોના મતે, આ નીતિ બોન્ડ માર્કેટને ગૂંચવણભર્યા સંકેતો આપી રહી છે, જેથી સ્થાનિક બોન્ડ યીલ્ડમાં ઘટાડો થવાની શક્યતા ઓછી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રિઝર્વ બેંકના લિક્વિડિટી અંગેના મિશ્ર સંકેતોથી ભીંસમાં મૂકાયેલી બેંકો

ઘટતી સરપ્લસ લિક્વિડિટીને કારણે ઓવરનાઈટ દરો વધતાં CD દરોમાં ૧૦૦ બેસિસ પોઈન્ટથી વધુનો ઉછાળો ; સ્થાનિક બોન્ડ યીલ્ડમાં ઘટાડો થવાની શક્યતા ઓછી
અમદાવાદ : રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા લિક્વિડિટી (પ્રવાહિતા) બાબતે લેવાઈ રહેલા વિરોાૃધાભાસી પગલાંને કારણે બેંકો વધતા ફંડિંગ ખર્ચનો સામનો કરી રહી છે, જ્યારે કેન્દ્રીય બેંક ઓવરનાઇટ મની માર્કેટમાં તંગી ટાળવા માટે ભંડોળ પણ પૂરું પાડી રહી છે.
ટૂંકા ગાળાના િધરાણ દરોમાં થયેલા તીવ્ર વધારા અને સરપ્લસ લિક્વિડિટી લગભગ સુકાઈ જવાને કારણે, બજારના સહભાગીઓ પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે શું રિઝર્વ બેંકનું આ કડક વલણ ધારણા કરતાં વાૃધુ નિયંત્રણકારી બની રહ્યું છે.
ડેટા અનુસાર, એક મહિનાના સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ (સીડી) રેટ ઓક્ટોબરમાં ૧૦૦ બેસિસ પોઈન્ટ્સથી વાૃધુ વાૃધીને ૬.૭૬% થઈ ગયો છે, જ્યારે એક વર્ષનો દર ૯૪ બેસિસ પોઈન્ટ્સ વધ્યો છે.
આ મહિનાની શરૂઆતમાં ૨૫ બેસિસ પોઈન્ટ્સના વ્યાજદર વાૃધારા પછી નાણાકીય સ્થિતિ કડક બનાવવાનો પ્રયાસ કરી રહેલી રિઝર્વ બેંક એ બેંકિંગ સિસ્ટમમાં રૂ. ૨.૫ લાખ કરોડ ઠાલવ્યા હોવા છતાં આ તીવ્ર વાૃધારો જોવા મળ્યો છે.
જાણકારોનું કહેવું છે કે એક સાથે લિક્વિડિટી ઉમેરવી (ઇન્જેક્શન) અને પાછી ખેંચવી (વિથડ્રોઅલ) એ બોન્ડ માર્કેટને ગૂંચવણભર્યા સંકેતો આપી રહી છે. ક્રૂડ ઓઇલના ભાવ ઊંચા સ્તરે રહેવાની શક્યતા હોવાથી, રિઝર્વ બેંક દ્વારા લિક્વિડિટી અંગે વિરોધાભાસી સંકેતો અપાયા હોવા છતાં સ્થાનિક બોન્ડ યીલ્ડમાં ઘટાડો થવાની શક્યતા ઓછી છે.
નાણાકીય સ્થિરતાની બાબતોએ રિઝર્વ બેંકના નિર્ણયોને પ્રભાવિત કર્યા હોઈ શકે છે તે સ્વીકારતા, રિપોર્ટમાં દલીલ કરવામાં આવી છે કે લિક્વિડિટી મેનેજમેન્ટની એવી દ્વિપક્ષીય નીતિ, જેમાં એક જ સમયે નાણાં ઠાલવવા અને પાછા ખેંચવા સામેલ હોય, તે આવી નીતિઓ કરતાં વિનિમય દર (એક્સચેન્જ રેટ) વ્યવસ્થાપન માટે વધુ યોગ્ય છે.
બેંકિંગ પ્રણાલીમાંથી જે ઝડપે પ્રવાહિતા ગાયબ થઈ ગઈ છે તેનાથી આ અનિશ્ચિતતા વાૃધુ વાૃધી ગઈ છે. રિઝર્વ બેંકના આંકડા મુજબ, સપ્ટેમ્બરની શરૂઆતમાં રૂ. ૧૧ લાખ કરોડથી વધુની ટોચ પર પહોંચેલી સરપ્લસ લિક્વિડિટી ઘટીને ૨૧ ઓક્ટોબરે માત્ર રૂ. ૫૪૧ કરોડ થઈ ગઈ હતી.માત્ર એક જ મહિનામાં સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ (સીડી) દરોમાં થયેલો વાૃધારો સૂચવે છે કે બજારો માર્ચ સુધી તટસ્થ લિક્વિડિટી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને અગાઉથી તૈયારી કરી રહ્યા છે.
AI-સંચાલિત સાયબર જોખમો અંગે RBI સતર્ક
રિઝર્વ બેંક અને અન્ય બેંકો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) એજન્ટ્સ દ્વારા ઊભા થતા સાયબર જોખમો પ્રત્યે સતર્ક છે અને તેમની આઈટી સિસ્ટમ્સમાં રહેલી ખામીઓને ઓળખીને તેને દૂર કરવા પગલાં લઈ રહી છે તેમ ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું.
ટેસ્ટ મોડમાં કાર્યરત એઆઈ એજન્ટો દ્વારા વિદેશી બેંકો પર કથિત રીતે હુમલો કરી ડેટા ચોરી કરવાના અહેવાલોનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે આવા જોખમો વાસ્તવિક છે, પરંતુ બેંકિંગ સિસ્ટમને સુરક્ષિત રાખીને તેનો સામનો કરી શકાય છે.
સરકાર તેમજ રિઝર્વ બેંક બંનેએ બેંકોને સતર્ક કરી છે, અને બેંકો પણ આ બાબતે સભાન છે તથા આવી કોઈપણ ખામીઓને દૂર કરવા માટે જરૂરી પગલાં લઈ રહી છે. બેંકો અને એનબીએફસી પોતાની આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બનાવે તેમજ નિાૃર્ધારિત નિયમોનું યોગ્ય પાલન કરે તે સુનિશ્ચિત કરવા રિઝર્વ બેંક તેમની સાથે સતત સંવાદમાં છે.