Business

ઓનલાઇન છેતરપિંડી અટકાવવા બેંકોની નવી યોજના

By GS Team
5 Aug 20262 mins read
TukuTouch Logo
અમદાવાદ: UPI પેમેન્ટમાં વધતા ફ્રોડને રોકવા બેંકોએ RBI અને NPCIને નવું મોડેલ સૂચવ્યું છે. આ હેઠળ, શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન પહેલાં 'YES/NO'ની ચેતવણી અપાશે. જો ગ્રાહક કઈં પસંદ ન કરે તો રકમ 1 કલાક પછી જ જમા થશે. 2021માં 2.6 લાખ ફ્રોડ કેસ 2025માં 28 લાખ થયા, જેમાં 22,931 કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ.

Summarized by AI; it may make mistakes. Check important info

ઓનલાઇન છેતરપિંડી અટકાવવા બેંકોની નવી યોજના

ટ્રાન્ઝેકશન પહેલાં 'YES/NO'ની ચેતવણી અપાશે
૨૦૨૧માં ૨.૬ લાખની સામે ૨૦૨૫ સુધીમાં ફ્રોડના ૨૮ લાખ કેસ, છેતરપિંડીની રકમ ૫૫૧ કરોડથી વધીને ૨૨,૯૩૧ કરોડ રૂપિયા થઈ
અમદાવાદ : ભારત યુપીઆઈ પેમેન્ટ સિસ્ટમ થકી ડિજિટલ ક્રાંતિના માર્ગે છે. ભારત વિશ્વભરને યુપીઆઈ સિસ્ટમ શીખવાડી રહ્યું છે પરંતુ દેશમાં યુપીઆઈ દ્વારા ડિજિટલ ચૂકવણીઓમાં ઝડપથી વાૃધારાની સામે ઓનલાઈન છેતરપિંડી, સાયબર ફ્રોડ અને નકલી રિફંડ, કસ્ટમરકેર કૌભાંડોના કિસ્સાઓ પણ ઝડપથી વાૃધી રહ્યા છે. આ પડકારનો સામનો કરવા માટે, બેંકોએ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એનપીસીઆઈ) અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને એક નવું સુરક્ષા મોડેલ પ્રસ્તાવિત કર્યું છે.
આ નવા પ્રસ્તાવિત મોડેલ હેઠળ, શંકાસ્પદ અથવા ઉચ્ચ-જોખમવાળા યુપીઆઈ ટ્રાન્સફર પહેલાં વપરાશકર્તાની સ્ક્રીન પર 'હા/ના' પુષ્ટિકરણ પ્રોમ્પ્ટ પ્રદર્શિત કરવામાં આવશે. આ વોર્નિંગ ફીચરનો હેતુ ગ્રાહકોને પુષ્ટિ માટે વધુ એક અંતિમ તક આપીને છેતરપિંડી ઘટાડવાનો છે.
નવી સિસ્ટમ હેઠળ, પીઅર-ટુ-પીઅર ટ્રાન્ઝેકશનોમાં રિસિવરના એકાઉન્ટમાં પૈસા જમા થાય તે પહેલાં પેમેન્ટ કરનાર પાસેથી વાૃધારાની મંજૂરી માંગવામાં આવશે. જો ગ્રાહક હા કહેશે, તો પેમેન્ટ થોડી સેકન્ડમાં જ થઈ જશે અને જો ના કહશે, તો ટ્રાન્ઝેકશન રદ કરવામાં આવશે. અત્રે સૌથી મહત્વનું છે કે પેમેન્ટ કરતા સમયે જો ગ્રાહક કંઈ પસંદ નહિ કરે તો પેમેન્ટ પ્રક્રિયા પૂર્ણ ચોક્કસથી થશે, પરંતુ રકમ એક કલાક પછી જ રિસિવરના ખાતામાં જમા કરવામાં આવશે.
બેન્કિંગ સેક્ટરની ક્રાંતિમાં ડિજિટલ પેમેન્ટમાં વધારાની સાથે સાયબર છેતરપિંડીના કેસોમાં પણ તીવ્ર વાૃધારો થયો છે. ૨૦૨૧માં ડિજિટલ છેતરપિંડીના લગભગ ૨.૬ લાખ કેસ નોંધાયા હતા, જે ૨૦૨૫ સુાૃધીમાં આ સંખ્યા વાૃધીને ૨૮ લાખ થઈ ગઈ છે. આ જ સમયગાળા દરમિયાન, છેતરપિંડીની રકમ રૂ. ૫૫૧ કરોડથી વાૃધીને રૂ. ૨૨,૯૩૧ કરોડ થઈ ગઈ.
મીડિયા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે હાલમાં આ ફક્ત બેંકોનો પ્રસ્તાવ છે. આરબીઆઈ અને એનપીસીઆઈ તેના પર વિચાર કરી રહ્યા છે. જો મંજૂરી મળે, તો ભવિષ્યમાં યુપીઆઈ એપ્સમાં આ સુરક્ષા ફીચર ઉમેરી શકાય છે.
વિવિધ ટ્રાન્ઝેકશનો માટે ચેતવણી અપાશે
બેંકોનું નવું પ્રસ્તાવિત મોડલ દરેક વ્યવહારો માટે વૉર્નિંગ એલર્ટ નહિ આપે. બેંકોએ આપેલા મુસદ્દામાં પણ સૂચવ્યું છે કે આ ચેતવણી તમામ વ્યવહારો પર લાગુ ન થવી જોઈએ, પરંતુ ફક્ત ઉચ્ચ જોખમવાળા કેસોમાં જ લાગુ થવી જોઈએ. આ હાઈ રિસ્ક ટ્રાન્ઝેકશનો એટલેકે,

  • મોડી રાત્રે અથવા અસામાન્ય સમયે કરવામાં આવતી ચૂકવણીઓ
  • અગાઉ ક્યારેય વ્યવહાર ન કર્યો હોય તેવી વ્યક્તિને પ્રથમ વખત થઈ રહેલા ટ્રાન્ઝેકશનમાં
  • તાજેતરમાં ખોલવામાં આવેલા બેંક એકાઉન્ટમાંથી થતી ચૂકવણી
  • બેંક એકાઉન્ટ ાૃધારકના સામાન્ય કરતા અનેક ગણા મોટા વ્યવહારોમાં
  • અન્ય શંકાસ્પદ પ્રવૃત્તિઓ જેને સિસ્ટમ જોખમી માને છે