વિદેશી ડિપોઝિટ વિન્ડો બંધ થતાં બેંકોનો ફંડિંગ ખર્ચમાં થયેલો વધારો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

થોડા સમયના અંતરાલ પછી સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ ઇશ્યુઅન્સમાં વધારો થશે
અમદાવાદ : રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા વિદેશી ડિપોઝિટ સુવિધા વહેલી બંધ કરવાની જાહેરાત બાદ બેંકો માટે અલ્પકાલીન િાધરાણ ખર્ચ (શોર્ટ-ટર્મ બોરોઇંગ કોસ્ટ) એક મહિનામાં સૌથી વધુ વધ્યો છે. આ નિર્ણયથી બેંકો પાસેથી સસ્તું અને સ્થિર ભંડોળ મેળવવાનો સ્ત્રોત છીનવાઈ ગયો છે.
ડેટા અનુસાર, ગુરુવારે ત્રણ મહિનાના સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ (સીડી) ના દરો ૧૬ બેસિસ પોઈન્ટ વાૃધીને ૬.૫૯% થયા હતા, જે ૧૪ જુલાઈ પછીનો સૌથી મોટો વાૃધારો છે. છ મહિનાનો દર ૧૦ જુલાઈ પછીના સૌથી મોટા સાપ્તાહિક વાૃધારા તરફ આગળ વાૃધી રહ્યો છે. સટફિકેટ ઓફ ડિપોઝિટ એવા ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે જે એક વર્ષની અંદર પાકે છે.
આ સુવિાૃધા હેઠળ ૫૦ બિલિયન ડોલરથી વાૃધુનું ભંડોળ આકર્ષિત થયા બાદ, રિઝર્વ બેંક એ ગયા અઠવાડિયે ૩૧ ઓગસ્ટે બિન-નિવાસી ભારતીયો/વિદેશીઓ માટેની વિશેષ ડાલર ડિપોઝિટ વિન્ડો બંધ કરવાની જાહેરાત કરીને બજારોને આંચકો આપ્યો હતો. િધરાણકર્તાઓ આ ડિપોઝિટનો ઉપયોગ લોનની મજબૂત વૃદ્ધિને ફંડ કરવા અને વધુ મોંઘી સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ ને બદલવા માટે કરી રહ્યા હતા.
જાણકારોએ જણાવ્યું હતું કે, મની-માર્કેટના દરો સ્થિર થતાં પહેલાં વધુ ૫ બેસિસ પોઈન્ટ વાૃધી શકે છે. એવી અપેક્ષા રાખીએ છે કે થોડા સમયના અંતરાલ પછી સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ ઇશ્યુઅન્સમાં વધારો થશે.
વિદેશી ડિપોઝિટના મજબૂત પ્રવાહને કારણે સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ ઇશ્યુઅન્સમાં ઘટાડો થયો હતો. ડેટા મુજબ, ૩૧ જુલાઈના રોજ પૂરા થયેલા પખવાડિયામાં બેંકોએ રૂ. ૫૭,૧૨૦ કરોડનું શોર્ટ-ટર્મ ડેટ વેચ્યું હતું, જે જૂનના પ્રથમ ૧૫ દિવસમાં આશરે રૂ. ૧ લાખ કરોડ હતું.
ઘરેલુ બેંકો લોનની માંગ પૂરી કરવા માટે સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ પર નિર્ભર રહી છે કારણ કે ટર્મ ડિપોઝિટ તે ગતિ જાળવી શકી નથી, કેમ કે પરિવારો તેમની બચત અન્ય રોકાણો તરફ વાળી રહ્યા છે. રિઝર્વ બેંક ના ડેટા દર્શાવે છે કે, ૩૧ જુલાઈ સુધીના વર્ષ દરમિયાન બેંક લોનમાં ૧૯.૩% નો વધારો થયો છે (જે મે ૨૦૨૪ પછીનો સૌથી વધુ છે), જેની સામે ડિપોઝિટમાં ૧૫.૪% વૃદ્ધિ નોંધાઈ હતી.
સેન્ટ્રલ બેંકે ૫ જૂને જાહેરાત કરી હતી કે તે ફોરેન કરન્સી ડિપોઝિટ્સ પર હેજિંગનો તમામ ખર્ચ પોતે ઉઠાવશે, જેનાથી બેંકો આવી બચત પર આકર્ષક વ્યાજ દરો આપી શકે. આ સ્પેશિયલ વિન્ડો ૮ જૂનથી કાર્યરત થઈ હતી.









