રેપો રેટ વધતાં બેન્કોના માર્જિનમાં ટૂંકા ગાળે વધારો થવાની શક્યતા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

થાપણ દર કરતા લોનના દરમાં ઝડપી વધારો જોવા મળવા સંભવ
મુંબઈ : રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) દ્વારા રેપો રેટમાં ૦.૨૫ ટકા કરાયેલા વધારાને પરિણામે બેન્કોના માર્જિનમાં ટૂંકા ગાળે વધારો થવાની શકયતા જોવાઈ રહી છે, ખાસ કરીને એવી બેન્કોના માર્જિનમાં વધારો જોવા મળશે જેમનો બહારી બેન્ચમાર્ક સાથે જોડાયેલી લોનનો હિસ્સો વધુ હશે.
બેન્કોએ પૂરી પાડેલી લોનના દરમાં બહારી બેન્ચમાર્ક દર પ્રમાણેપણ ફેરબદલ થયા કરે છે.
રેપો રેટમાં વધારાને કારણે થાપણ દર કરતા લોનના દરમાં ઝડપી વધારો જોવા મળવાની શકયતા વધુ હોવાનું ધ્યાનમાં રાખતા બેન્કોના માર્જિનમાં વિસ્તરણ થવાની ધારણાં આવી પડી છે. ખાનગી ક્ષેત્રની મોટી બેન્કો પોલિસી રેટ સાથે જોડાયેલી લોન્સનો હિસ્સો ઊંચો ધરાવે છે, જેના દરમાં છાશવારે બદલાવ થતો રહે છે. થાપણથી લોનના ઊંચા પ્રમાણને કારણે પણ બેન્કોના માર્જિનમાં ટૂંકા ગાળે વધારો જોવા મળવાની શકયતા હોવાનું એક એનાલિસ્ટે જણાવ્યું હતું.
ફોરેન કરન્સી નોન-રેસિડેન્ટ (બેન્ક) ૅ(એફસીએનઆર-બી) ડિપોઝિટ સ્કીમને કારણે દેશની બેન્કોમાં હાલમાં લિક્વિડિટીની માત્રા ઊંચી જોવા મળી રહી છે જેને પરિણામે બેન્કોએ હાલમાં થાપણ મેળવવા આક્રમકતા અપનાવવી પડતી નથી. તહેવારો નિમિત્તેની માગ તથા કોર્પોરેટ ધિરાણમાં વૃદ્ધિને પગલે બેન્કિંગ વ્યવસ્થામાં હાલમાં ધિરાણ વૃદ્ધિ ઊંચી જોવા મળી રહી છે.




