Get The App

ATM કાર્ડ અંગે ફેલાઈ રહેલી અફવાથી સાવધાન, PIBએ કરી સ્પષ્ટતા

Updated: May 7th, 2025

GS TEAM


Google News
Google News
ATM કાર્ડ અંગે ફેલાઈ રહેલી અફવાથી સાવધાન, PIBએ કરી સ્પષ્ટતા 1 - image


ATM Fake News Alert : સોશિયલ મીડિયા પર એટીએમ કાર્ડના ઉપયોગ મામલે એક ફેક ન્યૂઝ ફેલાઈ રહી છે. તેમાં કહેવાયું છે કે, ‘જે લોકો એટીએમ દ્વારા થતી ચોરીથી બચવા માંગે છે, તેઓ ઓટીએમમાં કાર્ડ નાખ્યા પહેલા દર્શાવાયેલા ઓપ્શનમાં પર બે વખત કેન્સલ દબાવે. આવું કરી તમે કોઈપણ ફ્રોડ અથવા છેતરપિંડીથી બચી શકો છો.’ જોકે આ પોસ્ટની તપાસ કરવામાં આવી તો તે તદ્દન ફેક હોવાનું સામે આવ્યું છે.

પીઆઈબીએ કર્યો ખુલાસો

પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરો (PIB)એ સોશિયલ મીડિયા પર ફરી રહેલી આ પોસ્ટનો ખુલાસો કર્યો છે. પીઆઈબીએ વાયરલ થઈ રહેલી આ પોસ્ટને ફેક ગણાવી છે. તેણે ફેક્ટ ચેકમાં કહ્યું છે કે, પોસ્ટમાં દર્શાવાયેલી બાબતો ફેક છે.

આ પણ વાંચો : IMDનું લેટેસ્ટ અપડેટ : દેશના અનેક રાજ્યોમાં બદલાશે વાતાવરણ, ગુજરાતમાં પણ એલર્ટ

ATMમાં કેન્સલનો ઉપયોગ શેના માટે થાય છે?

એટીએમમાં એક કેન્સલનું બટન દર્શાવાયું હોય છે. તેનો ઉપયોગ ટ્રાન્જેક્શન કેન્સલ કરવા માટે થાય છે. આમાં એટીએમ કાર્ડ નાખ્યા બાદ ટ્રાન્જેક્શનની પ્રક્રિયા આવે છે, જો તમે તે પ્રક્રિયા પૂરી કરવા માંગતા ન હોવ તો તમે કેન્સલ બટન દબાવીને આગળી પ્રક્રિયા અટકાવી શકો છો.

આ પણ વાંચો : કેશ કાંડમાં જસ્ટિસ વર્મા વિરુદ્ધ આરોપોની પુષ્ટિ, CJI ખન્નાએ માંગ્યો જવાબ

Tags :