For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ચોમાસુ સક્રિય બનવા સાથે દેશની ઈંધણ માટેની માગમાં ફરી ઘટાડો

- વર્તમાન મહિનાના પ્રથમ પખવાડિયામાં ડીઝલની માગ ૧૧ ટકા ઘટી

Updated: Aug 16th, 2022

Article Content Image

મુંબઇ : ચોમાસુ સક્રિય બનવા સાથે ઓગસ્ટના પ્રથમ પખવાડિયામાં દેશની ઈંધણ માટેની માગમાં ફરી ઘટાડો જોવા મળ્યો છે. ચોમાસુ સક્રિય બનતા કૃષિ  તથા ઉદ્યોગોમાં ઈંધણના વપરાશમાં ઘટાડો થયો છે  એમ પ્રાપ્ત આંકડા જણાવે છે. 

જુલાઈમાં પેટ્રોલ તથા ડીઝલની માગમાં જુનની સરખામણીએ ઘટાડો નોંધાયો હતો. 

જુલાઈના પ્રથમ પખવાડિયાની સરખામણીએ ઓગસ્ટના આ ગાળામાં ડીઝલની માગ ૧૧.૨૦ ટકા ઘટી ૨૮.૨૦ લાખ ટન્સ રહી હતી. જુલાઈના પ્રથમ પખવાડિયામાં આ આંક ૩૧.૭૦ લાખ ટન્સ રહ્યો હતો. ઓગસ્ટના પ્રથમ પંદર દિવસમાં પેટ્રોલનો વપરાશ લગભગ સ્થિર રહ્યો હતો. 

સામાન્ય રીતે ચોમાસાના આગમન સાથે દેશમાં એપ્રિલ-જુનની સરખામણીએ સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં ડીઝલની માગમાં ઘટાડો જોવા મળે છે. ચોમાસાને કારણે કૃષિ ક્ષેત્ર તરફથી હેરફેર તથા માગમાં ઘટાડો થાય છે.

વરસાદને કારણે સિંચાઈ પ્રવૃત્તિમાં ડીઝલનો વપરાશ ઘટે છે, એમ સરકારી સુત્રોએ જણાવ્યું હતું. જો કે ગયા વર્ષના ઓગસ્ટના પ્રથમ પખવાડિયાની સરખામણીએ વર્તમાન વર્ષના આ ગાળામાં ડીઝલની માગમાં ૩૨.૮૦ ટકા વધારો થયો છે. મજબૂત આર્થિક પ્રવૃત્તિને કારણે માગને ટેકો મળ્યો છે. 

Gujarat