Get The App

ટ્રમ્પની ધમકી બેઅસર ! એપલે ભારતમાં કર્યું 1.5 અબજ ડૉલરનું મોટું રોકાણ

Updated: May 21st, 2025

GS TEAM


Google News
Google News
ટ્રમ્પની ધમકી બેઅસર ! એપલે ભારતમાં કર્યું 1.5 અબજ ડૉલરનું મોટું રોકાણ 1 - image


Apple Investment In India : વિશ્વની ટોચની ટૅક્નોલૉજી કંપની એપલે (Apple) ચીન પર નિર્ભરતા ઘટાડી દીધી છે અને ભારતના મેન્યુફેક્ચરિંગ સેક્ટર પર ધ્યાન કેન્દ્રિત કરી વધુમાં વધુ રોકાણ કરી રહી છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એપલના સીઈઓ ટિમ કુકને ભારતમાં રોકાણ ન કરવાની સલાહ આપી હતી, જોકે તેમ છતાં ચીનની મેન્યુફેક્ચરિંગ સહયોગી કંપની ફૉક્સકૉન (Foxconn) ભારતમાં 1.5 અબજ ડૉલર(લગભગ 12834 કરોડ રૂપિયા)નું મોટું રોકાણ કરવાની છે. 

એપલની ભારતમાં જ આઇફોન મૉડલ તૈયાર કરવાની યોજના

આ રોકાણ ફૉક્સકોનના સિંગાપુર સ્થિત સહાયક એકમ દ્વારા કરવામાં આવશે. આનાથી દક્ષિણ ભારતમાં કંપનીની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે. એપલની ભવિષ્યની યોજના અમેરિકામાં વેચાતા મોટાભાગના આઇફોન મૉડલ ભારતમાં જ તૈયાર કરવાની છે.

એપલે ટ્રમ્પની સલાહને અવગણી

ઉલ્લેખનીય છે કે, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એપલ કંપની દ્વારા ભારતમાં આઇફોનનું ઉત્પાદન વધારવાની યોજના સામે વાંધો ઉઠાવ્યો છે. ટ્રમ્પે એપલના સીઈઓ ટીમ કૂકને કહ્યું કે, તમે ભારતમાં આઇફોનનું ઉત્પાદન વધારવાની યોજના બનાવી રહ્યા છો, તે બંધ કરો. જોકે, એપલ કંપનીના અધિકારીઓને ટાંકીને ભારતમાં સરકારી સૂત્રોએ જણાવ્યું છે કે ભારતમાં રોકાણની એપલની યોજનામાં કોઈ ઘટાડો નહીં થાય. કંપનીની વર્ષ 2026 સુધીમાં ભારતમાં 6 કરોડથી વધુ આઇફોનના ઉત્પાદનની યોજના છે.

આ પણ વાંચો : નક્સલવાદ પર પ્રહારઃ 26 નક્સલોમાં 1.5 કરોડનો ઈનામી બસવરાજુ પણ ઠાર, જાણો એમ.ટેક. પાસ નક્સલીની કહાની

મને ટીમ કૂક સાથે થોડી સમસ્યા : ટ્રમ્પ

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દોહામાં એક બિઝનેસ રાઉન્ડ ટેબલ બેઠક સમયે એપલના સીઈઓ ટીમ કૂકને કહ્યું કે, મને ટીમ કૂક સાથે થોડી સમસ્યા હતી. કાલે મેં તેમને કહ્યું કે, ટીમ તમે મારા મિત્ર છો, મેં તમારી સાથે ખૂબ જ સારો વ્યવહાર કર્યો છે. તમે અમેરિકામાં 500 અબજ ડૉલરનું રોકાણ કરી રહ્યા છો. પરંતુ મેં સાંભળ્યું છે કે તમે ભારતમાં આઇફોનના ઉત્પાદનનું વિસ્તરણ કરી રહ્યા છો. હું નથી ઇચ્છતો કે તમે ભારતમાં ઉત્પાદન વધારો. તમારે ભારતનો ખ્યાલ રાખવો હોય તો તમે ભારતમાં નિર્માણ કરી શકો છો. કારણ કે ભારત દુનિયામાં સૌથી વધુ ટેરિફ વસૂલતા દેશોમાંનો એક છે, તેથી ભારતમાં વસ્તુઓ વેચવી ખૂબ જ મુશ્કેલ છે. 

ભારતમાં આઇફોન ઉત્પાદનમાં ભારે વધારો

2024માં ભારતમાં બનાવાયેલા આઇફોનનું કુલ 22 અબજ ડૉલરનું વેચાણ થયું છે,જે ગત વર્ષ કરતાં લગભગ 60 ટકા વધુ છે. ફોક્સકોન ઉપરાંત ટાટા ગ્રૂપ અને પેગાટ્રોન જેવી કંપનીઓ પણ ભારતમાં એપલના ઉત્પાદન કામગીરી ભાગીદાર છે, જે સ્થાનિક ઉત્પાદન ઈકોસિસ્ટમને મજબૂત બનાવે છે.

આ પણ વાંચો : ‘આ ભારત છે, હું કન્નડ ભાષા નહીં બોલું’ અધિકારી મહિલાનો VIDEO વાયરલ થતા હોબાળો, બેંકે કરી કાર્યવાહી

Tags :