ભારતમાં ગૂગલે કરી છપ્પરફાડ કમાણી, લાખો લોકોને નોકરી મળી, આંકડા જાણી ચોંકી જશો
Google Generates 35 Lakhs Jobs In India: ભારતમાં ગૂગલ સારી એવી કમાણીની સાથે લાખો લોકોને રોજગારી આપી રહ્યું છે. એન્ડ્રોઈડ ઈકોસિસ્ટમના કારણે ભારતમાં ગૂગલે ચાર લાખ કરોડની કમાણીની સાથે 35 લાખ લોકોને રોજગાર આપ્યા છે. બ્રિટન સ્થિત રિસર્ચ ફર્મ પબ્લિક ફર્સ્ટના નવા રિપોર્ટમાં આ અંગે જણાવવામાં આવ્યું છે. આ રિપોર્ટમાં ભારતની ડિજિટલ ઈકોનોમીમાં ગૂગલ પ્લે અને એન્ડ્રોઈડના યોગદાનની વાત કરવામાં આવી છે. ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી ડિજિટલ ઈકોનોમી છે.
એન્ડ્રોઈડ ઈકોસિસ્ટમનો મળ્યો લાભ
રિપોર્ટ અનુસાર, ગૂગલના આટલા ઝડપી વિકાસમાં અનેક માપદંડોનો ટેકો મળ્યો છે. જેમાં સ્માર્ટફોનનો વધતો ઉપયોગ, સસ્તુ ઈન્ટરનેટ અને એપ ડેવલપર્સ એન્ડ ટેક્નોલોજી લીડર્સનો સપોર્ટ સામેલ છે. 2024માં એન્ડ્રોઈડ અને પ્લેસ્ટોર ઈકોસિસ્ટમના કારણે પબ્લિશર્સ અને ભારતની ઈકોનોમીમાં રૂ. 4 લાખ કરોડની આવક થઈ છે. ભારતમાં 35 લાખ નવી નોકરીઓનું સર્જન થયુ છે. ભારત ઉપરાંત વિશ્વભરમાં એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ અને તેની સત્તાવાર એપ સ્ટોર ગૂગલ પ્લે સ્ટોર પ્રચલિત છે. એન્ડ્રોઈડની તમામ સિસ્ટમમાં તેનો ઉપયોગ તાય છે. ભારતની અનેક કંપનીઓ OS સિસ્ટમનો ઉપયોગ પોતાની પ્રોડક્ટમાં કરે છે.
આ પણ વાંચોઃ સોના કરતાં ચાંદી સવાઈ નીકળી, છેલ્લા એક મહિનામાં 10 ટકા રિટર્ન, બુલ-રનનું ચાઈનીઝ કનેક્શન
વિશ્વભરમાં કેમ પ્રચલિત છે એન્ડ્રોઈડ સિસ્ટમ
મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ્રોઈડ વિશ્વભરમાં પ્રચલિત છે. ગૂગલે તેને ખાસ OS માં તૈયાર કરી છે. જેનો કંટ્રોલ તેની પાસે છે. ખાસ કરીને ટચ સ્ક્રીન ધરાવતા હેન્ડસેટમાં તેનો ઉપયોગ થાય છે. તે ઓપન-સોર્સ હોવાથી પ્રચલિત છે. ઓપન-સોર્સ અર્થાત કંપનીઓ પોતાની જરૂરિયાત મુજબ તેને કસ્ટમાઈઝ્ડ કરી શકે છે.