સોના કરતાં ચાંદી સવાઈ નીકળી, છેલ્લા એક મહિનામાં 10 ટકા રિટર્ન, બુલ-રનનું ચાઈનીઝ કનેક્શન
Gold Silver Price All Time High: વૈશ્વિક અનિશ્ચતતાઓ વચ્ચે કિંમતી ધાતુ બજારમાં તેજીનું ઘોડાપુર જોવા મળ્યું છે. ચાલુ કેલેન્ડર વર્ષમાં સોના-ચાંદીના ભાવમાં આકર્ષક ઉછાળો જોવા મળ્યો છે. તેમાં પણ રોકાણકારોને સોના કરતાં ચાંદીમાં મબલક રિટર્ન મળ્યું છે. જે ચાંદીની વધતી ઔદ્યોગિક માગ પર આધારિત છે.
એક માસમાં ચાંદીમાં 10 ટકા ઉછાળો
અમદાવાદ બુલિયન બજારના ભાવ પર નજર કરીએ તો છેલ્લા એક માસમાં ચાંદીમાં 10 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. જેમાં ચાંદી 23 જૂનના રોજ રૂ. 107000 પ્રતિ કિગ્રાના સ્તરેથી રૂ. 10500 ઉછળી ગઈકાલે રેકોર્ડ રૂ. 117500 પ્રતિ કિગ્રાની ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચી હતી. જ્યારે સોનામાં માત્ર રૂ. 1000નો ઉછાળો જોવા મળ્યો હતો. સોનાનો ભાવ પણ ગઈકાલે રૂ. 103500ની સર્વોચ્ચ ટોચે પહોંચ્યો હતો. એમસીએક્સ સોના-ચાંદી પણ સર્વોચ્ચ ટોચે ટ્રેડ થઈ રહ્યા છે. છેલ્લા એક માસમાં એમસીએક્સ સોનામાં 3 ટકા અને ચાંદીમાં 9 ટકા ઉછાળો નોંધાયો છે.
ચાંદીમાં ઉછાળા પાછળનું કારણ
ચાંદીમાં ઉછાળા પાછળનું કારણ તેની ઔદ્યોગિક સ્તરે વધતી માગ છે. ઈલેક્ટ્રિક વ્હિકલ્સના વધતાં વ્યાપની સાથે તેની ઓટો કોમ્પોનન્ટમાં ડિમાન્ડ વધી છે. ઈવી અને ઈલેક્ટ્રિક કોમ્પોનન્ટ્સનું હબ ગણાતા ચીનમાં ચાંદીની મોટાપાયે ખરીદી થઈ રહી છે. વધુમાં વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે હેજિંગ માટે સોનું મોંઘુ બનતાં રોકાણકારો ચાંદીમાં રોકાણ વધારી રહ્યા છે.
આ પણ વાંચોઃ સોનામાં ફરી આગઝરતી તેજી, ભાવ રૂ. 1000 ઉછળી નવી ઐતિહાસિક ટોચે, જાણો અમદાવાદમાં શું છે હાલ
દિવાળી સુધી સોના-ચાંદીમાં તેજી
વૈશ્વિક પરિબળોને ધ્યાનમાં લેતાં દિવાળી સુધી કિંમતી ધાતુમાં તેજી જળવાઈ રહેશે તેવો અંદાજ વિવિધ કોમોડિટી નિષ્ણાતો દ્વારા આપવામાં આવી રહ્યો છે. સોના અને ચાંદીની કિંમત છેલ્લા કેટલાક સમયથી એક લાખનું લેવલ જાળવી રાખ્યું છે. ગ્લોબલ બ્રોકરેજ હાઉસિસે પણ દિવાળી સુધી તેમાં તેજી રહેવાનો અંદાજ આપ્યો છે.
છેલ્લા એક માસમાં નોંધાયેલો ઉછાળો