સોના-ચાંદી બાદ શેરબજારમાં પણ કડાકો, સેન્સેક્સ 700 તો નિફ્ટી 200 પોઇન્ટ ડાઉન, ક્રૂડમાં ભડકો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Sensex and Nifty News : આજે વાયદા બજારમાં સોના-ચાંદીની કિંમતો ગગડ્યા બાદ ભારતીય શેરબજાર પણ ખુલતાની સાથે જ મોટો કડાકો જોવા મળ્યો છે. અઠવાડિયાના પહેલા જ દિવસે કારોબાર શરૂ થતાં જ રોકાણકારોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)નો 30 શેર્સવાળો ઈન્ડેક્સ સેન્સેક્સ પોતાના અગાઉના બંધ 77569ની સરખામણીએ સીધો 76,963 પર ઓપન થયો હતો અને જોતજોતામાં 700થી વધુ પોઈન્ટના કડાકા સાથે 76,857 પર આવી ગયો હતો. આવી જ સ્થિતિ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના નિફ્ટીની પણ થઈ હતી. Nifty તેના અગાઉના બંધ 24,206થી ઘટીને 24,039 પર ખુલ્યો અને તરત જ 200 પોઈન્ટનો ગોતો લગાવીને 24000ના મનોવૈજ્ઞાનિક સ્તર પર આવી ગયો હતો.
ઘટાડા પાછળનું મુખ્ય કારણ: US-ઈરાન યુદ્ધ અને વૈશ્વિક સંકેતો
શેરબજારમાં આવેલા આ જબરદસ્ત ઘટાડા પાછળનું સૌથી મોટું કારણ મિડલ ઈસ્ટ (મધ્ય પૂર્વ)માં વધતો તણાવ છે. અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધના કારણે વૈશ્વિક બજારો સહમેલા છે. એશિયાઈ બજારોમાં સવારથી જ મોટી નબળાઈ જોવા મળી રહી હતી, જેની સીધી અસર ભારતીય બજારના સેન્ટિમેન્ટ પર પડી છે. જાપાનનો નિક્કેઈ (Nikkei) ઇન્ડેક્સ 900થી વધુ પોઈન્ટ તૂટ્યો હતો, જ્યારે સાઉથ કોરિયાનો કોસ્પી (KOSPI) ઇન્ડેક્સ લગભગ 7% જેટલો બખરી ગયો હતો. ગિફ્ટ નિફ્ટી (Gift Nifty) પણ અગાઉથી જ મોટા ઘટાડાના સંકેત આપી રહ્યો હતો.
ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો: મોંઘવારીનો વધતો ખતરો
યુદ્ધની સ્થિતિ વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટ (Hormuz Strait) બંધ થવાના કારણે વૈશ્વિક સ્તરે કાચા તેલ (Crude Oil)ના પુરવઠા પર અસર પડી છે. પરિણામે, ક્રૂડ ઓઈલની કિંમતોમાં અચાનક 5% સુધીનો મોટો ઉછાળો આવ્યો છે. Brent Crude Price 5% વધીને $80 પ્રતિ બેરલની બિલકુલ નજીક પહોંચી ગયો છે. બીજી તરફ, WTI Crude Oil અને મર્બન ક્રૂડના ભાવ પણ 4%થી વધુની તેજી સાથે $75 પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યા છે. કાચા તેલના આ ઉછાળાએ બજારમાં ફરીથી મોંઘવારી વધવાનો ડર પેદા કર્યો છે.
માર્કેટ ખુલતા જ કયા મોટા શેરો ધડાધડ તૂટ્યા?
બજારમાં આવેલી આ સુનામીમાં દેશની દિગ્ગજ કંપનીઓના શેરો ખુલતાની સાથે જ ધડાધડ ગગડ્યા હતા.
લાર્જકેપ શેરોમાં ઘટાડો: IndiGo (2.50%), Tata Steel (2.35%), Maruti (2%) અને HDFC Bank (1.60%) જેવી મોટી કંપનીઓના શેરો ભારે નુકસાન સાથે ટ્રેડ થઈ રહ્યા હતા.
મિડકેપ શેરોમાં નુકસાન: મિડકેપ કેટેગરીમાં પણ Muthoot Finance (2.50%), Ashok Leyland (2%), Coforge (1.95%) અને HP (1.70%)ના શેરોમાં મોટો ઘટાડો નોંધાયો હતો.









