Business

યુદ્ધને કારણે શું ભારતમાં મોંઘવારીનો બોમ્બ ફૂટશે? GDP અંગે વિદેશથી આવ્યા માઠા સમાચાર

By GS Team
10 May 20262 mins read
TukuTouch Logo
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ અને અમેરિકા-ઈરાન સંઘર્ષની સીધી અસર હવે ભારતીય અર્થતંત્ર પર પડવા જઈ રહી છે. એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB) એ ભારતના જીડીપી (GDP) ગ્રોથના અંદાજમાં મોટો ઘટાડો કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

યુદ્ધને કારણે શું ભારતમાં મોંઘવારીનો બોમ્બ ફૂટશે? GDP અંગે વિદેશથી આવ્યા માઠા સમાચાર

ADB India GDP Forecast Cut: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ અને અમેરિકા-ઈરાન સંઘર્ષની સીધી અસર હવે ભારતીય અર્થતંત્ર પર પડવા જઈ રહી છે. એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB) એ ભારતના જીડીપી (GDP) ગ્રોથના અંદાજમાં મોટો ઘટાડો કર્યો છે. એડીબીના મતે, આ સંકટને કારણે ક્રૂડ તેલની વધતી કિંમતો ભારત માટે મોટો પડકાર સાબિત થશે.

GDP ગ્રોથના અંદાજમાં 0.6% નો ઘટાડો

ADB ના ચીફ ઈકોનોમિસ્ટ અલ્બર્ટ પાર્કના જણાવ્યા અનુસાર, મિડલ ઈસ્ટ સંકટને કારણે સપ્લાય ચેઈનમાં અવરોધ ઉભો થયો છે. આ કારણોસર ભારતનો જીડીપી ગ્રોથ રેટ 6.9% થી ઘટીને 6.3% પર આવી શકે છે. અગાઉ એવો અંદાજ હતો કે, આગામી નાણાકીય વર્ષમાં ગ્રોથ 7.3% રહેશે, પરંતુ હાલમાં તેમાં 0.6% નો સીધો ઘટાડો જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો : વીજળી મફત, મહિલા સુરક્ષા માટે ટાસ્ક ફોર્સ...: શપથવિધિના એક જ કલાકમાં વિજયના નિર્ણય

મોંઘવારીનો બોમ્બ ફૂટશે?

ક્રૂડ તેલની કિંમતો વધવાથી માત્ર વિકાસ દર જ નહીં, પણ સામાન્ય જનતાના ખિસ્સા પર પણ ભાર વધશે. પહેલા મોંઘવારી દર 4.5% રહેવાનો અંદાજ હતો, જે હવે વધીને 6.9% થઈ શકે છે. એટલે કે મોંઘવારીમાં 2.4% નો સીધો ઉછાળો આવી શકે છે. વર્ષ 2026 માટે ક્રૂડ તેલની સરેરાશ કિંમત 96 ડોલર પ્રતિ બેરલ રહેવાની શક્યતા છે, જે અગાઉના અંદાજ કરતા ઘણી વધારે છે.

ખેતી અને ખાદ્ય ચીજો પર અસર

ભારત તેની જરૂરિયાતનું મોટાભાગનું તેલ અને ગેસ આયાત કરે છે. અલ્બર્ટ પાર્કે ચેતવણી આપી છે કે, ગેસ અને તેલ મોંઘા થવાથી ફર્ટિલાઇઝર (ખાતર) ના ભાવ વધશે. મોંઘા ખાતરને કારણે ખેડૂતો તેનો વપરાશ ઘટાડશે, જેનાથી પાકનું ઉત્પાદન ઘટશે. આની સીધી અસર વર્ષના અંતે ખાદ્ય પદાર્થોની કિંમતો (Food Prices) પર જોવા મળશે, જે રસોડાનું બજેટ બગાડી શકે છે. એડીબીએ આશા વ્યક્ત કરી છે કે, આ સંકટ હળવું થયા બાદ આગામી વર્ષે ભારતનો વિકાસ ફરીથી પાટા પર આવી જશે.