Updated: Mar 17th, 2023
મુંબઇ : ૨૦૨૨ના વર્ષમાં દેશમાં મર્જર એન્ડ એક્વિઝિશન (એમ એન્ડ એ)નો ૧૭૦.૬૦ અબજ ડોલરનો આંક અત્યારસુધીનો સૌથી ઊંચો રહ્યો છે. ૨૦૨૧ની સરખામણીએ ૨૦૨૨ના એમએન્ડએ સોદામાં ૩૮ ટકા વધારો જોવાયો હોવાનું એક રિપોર્ટમાં જણાવાયું હતું.
વૈશ્વિક મંદીના ભણકારાએ વર્તમાન વર્ષમાં એમએન્ડએની પ્રવૃત્તિ ઘણી જ ધીમી
એમએન્ડએના સૌથી વધુ સોદા નાણાંકીય ક્ષેત્રમાં થયા છે. આ ક્ષેત્રમાં કુલ ૭૦ અબજ ડોલરથી વધુનું ઈન્વેસ્ટમેન્ટસ જોવા મળ્યું છે. ૨૦.૪૦ અબજ ડોલરના રોકાણ સાથે ટેકનોલોજી ક્ષેત્ર બીજા ક્રમે રહ્યું છે.
બુક વેલ્યુની દ્રષ્ટિએ હાઉસિંગ એન્ડ ડેવલપમેન્ટ ફાઈનાન્સ કોર્પ. સાથે એચડીએફસી બેન્કનું ૬૦.૪૦ અબજ ડોલરનું સૌથી મર્જર રહ્યું છે.
રશિયા-યુક્રેન યુદ્ધના ઓછાયો, ઊંચા ફુગાવા, વ્યાજ દરમાં વધારો તથા વૈશ્વિક મંદીના ભણકારાએ વર્તમાન વર્ષમાં એમએન્ડએની પ્રવૃત્તિ ઘણી જ ધીમી કરી દીધી છે. વર્તમાન વર્ષમાં અત્યારસુધીમાં ૬.૬૦ અબજ ડોલરના એમએન્ડએ સોદા થયા છે જે ૨૦૨૨ના આ ગાળાની સરખામણીએ ૭૩.૭૦ ટકા નીચા છે. સોદાની સંખ્યામાં પણ ૩.૧૭ ટકા ઘટાડો નોંધાયો હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે.