Business

નવા રોકાણ પ્રોજેક્ટોમાં નોંધાયેલો મોટો ઘટાડો

By GS Team
3 Oct 20262 mins read
TukuTouch Logo
મુંબઈ: CMIEના ડેટા મુજબ, સપ્ટેમ્બર 2026ના ત્રિમાસિકમાં રોડ, બ્રિજ સહિત નવા ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટોની જાહેરાતમાં ઘટાડો નોંધાયો છે. કેન્દ્ર અને રાજ્ય સરકારોના રૂ.1.3 લાખ કરોડના પ્રોજેક્ટોમાં ગત વર્ષ કરતાં 27% અને જૂન ત્રિમાસિક કરતાં 47% ઘટાડો થયો છે. ખાનગી ક્ષેત્રે રૂ.8.8 લાખ કરોડના પ્રોજેક્ટોમાં પણ 49% ઘટાડો જોવા મળ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

નવા રોકાણ પ્રોજેક્ટોમાં નોંધાયેલો મોટો ઘટાડો

સરકાર તરફથી નવા રોડ, બ્રિજ અને અન્ય ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટોની જાહેરાતની ગતિ અગાઉના ત્રિમાસિક કરતા નોંધપાત્ર રીતે ધીમી પડી
મુંબઈ : ભારતમાં નવી ફેકટરીઓ, રોડ, બ્રિજ અને અન્ય ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટો માટે જાહેર થયેલા નવા રોકાણ પ્રસ્તાવોમાં સપ્ટેમ્બર ૨૦૨૬ના પૂરા થયેલા ત્રિમાસિકમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે, એમ સેન્ટર ફોર મોનીટરીંગ ઈન્ડિયન ઈકોનોમી (સીએમઆઈઈ)ના પ્રોવિઝનલ ડેટામાં જોવાયું છે. આ ડેટા મુજબ સરકારી અને ખાનગી બન્ને ક્ષેત્રના નવા પ્રોજેક્ટ જાહેર કરવામાં અગાઉના ત્રિમાસિકની સરખામણીએ તીવ્ર ઘટાડો થયો છે.
કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા જાહેર કરાયેલા નવા પ્રોજેક્ટોનું કુલ મૂલ્ય રૂ.૧.૩ લાખ કરોડ રહ્યું છે. આ રકમ ગત વર્ષના સપ્ટેમ્બર ત્રિમાસિકની સરખામણીએ ૨૭ ટકા ઓછી છે અને જૂન ૨૦૨૬ના ત્રિમાસિકની તુલનાએ ૪૭ ટકા ઓછી છે. અર્થાત, સરકાર તરફથી નવા રોડ, બ્રિજ અને અન્ય ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટોની જાહેરાતની ગતિ અગાઉના ત્રિમાસિક કરતા નોંધપાત્ર રીતે ધીમી પડી છે.
ખાનગી ક્ષેત્રે સપ્ટેમ્બર ૨૦૨૬ના ત્રિમાસિકમાં નવા પ્રોજેક્ટો માટે આશરે રૂ.૮.૮ લાખ કરોડની જાહેરાત થઈ હતી. જેમાં વાર્ષિક ધોરણે બે ટકાનો ઘટાડો અને જૂન ત્રિમાસિકની તુલનાએ ૪૯ ટકાનો ઘટાડો થયો છે. જો કે, નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ના પ્રથમ છમાસિકના આંકડા હજુ પણ ગત વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ ઊંચા છે. તેનું મુખ્ય કારણ જૂન ત્રિમાસિકમાં થયેલી લગભગ રૂ.૨૦ લાખ કરોડની મોટી નવી રોકાણ જાહેરાતો છે.
સપ્ટેમ્બર ત્રિમાસિકમાં મેન્યુફેકચરીંગ ક્ષેત્રની નવી પ્રોજેક્ટ જાહેરાતોમાં વાર્ષિક ધોરણે ૩૨ ટકાનો ઘટાડો થયો છે. આ ઉપરાંત કન્સ્ટ્રકશન અને રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં ૨૧ ટકાથી વધુ ઘટાડો જોવા મળ્યો છે. બીજી તરફ, માઈનીંગ, વીજળી અને સર્વિસિઝ ક્ષેત્રોમાં નવા પ્રોજેક્ટોની જાહેરાતમાં વધારો નોંધાયો હતો. ઘટાડાના સંભવિત કારણોમાં ખાનગી ક્ષેત્રના રોકાણને અસર કરનારા કેટલાક પરિબળોમાં ભૌગોલિક-રાજક્યી અનિશ્ચિતતા, વૈશ્વિક સ્તરે મૂડીના ખર્ચમાં વધારો અને કાચામાલ અને ઈનપુટ ખર્ચમાં વધારો સામેલ છે. ઉલ્લેખનીય છે કે, નાણા વર્ષ ૨૦૨૭ના બજેટમાં કેન્દ્ર સરકારે મૂડી ખર્ચ માટે આશરે રૂ.૧૨.૨ લાખ કરોડની જોગવાઈ કરી છે, જે અગાઉના નાણા વર્ષની સરખામણીએ ૯ ટકા વધારે છે. તાજેતરના ક્વાર્ટરમાં જાહેર કરાયેલા નવા પ્રોજેક્ટ્સની સંખ્યા ૩૧% ઘટીને ૧,૦૦૪ થઈ ગઈ છે. જૂનમાં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં નવા પ્રોજેક્ટ્સની સંખ્યા બે દાયકા કરતાં વધુ સમયના સૌથી નીચલા સ્તરે પહોંચી ગઈ હતો સૌથી ચિંતાજનક બાબત એ છે કે Q૧ અને Q૨ બંનેમાં અટવાયેલા પ્રોજેક્ટ્સનું મૂલ્ય વધ્યું છે, જ્યારે પૂર્ણ થયેલા પ્રોજેક્ટ્સના મૂલ્યમાં ઘટાડો થયો છે.