હવે કાર ઈન્શ્યોરન્સના નિયમ બદલાશે, જો આવી ભૂલ તમે પણ કરશો તો પરિવારને વીમા કવચ નહીં મળે!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

IRDAI 4-Layer Car Insurance Policy: ઈન્શ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (IRDAI) દ્વારા તમામ પ્રાઈવેટ કાર અને ટુ-વ્હીલર માટે ‘ફોર-લેયર’ અર્થાત્ ચાર ભાગમાં વહેંચાયેલી એક જ કાર વીમા પોલિસી ફરજિયાત કરવામાં આવી છે. આ નવી સિસ્ટમમાં ગ્રાહકે ફોર્મમાં દરેક ભાગ માટે એટલે કે કવચ જોઈએ છે અથવા કવચ નથી જોઈતું તેના પર અલગ અલગ ટિક કરવાનું રહેશે. કાર વીમા પોલિસી લેનાર યોગ્ય વિકલ્પ પસંદ નહીં કરે તો અકસ્માતના સંજોગોમાં તેમના પરિવારના સભ્યોને વીમાનું વળતર મળશે જ નહીં.
પરિણામે કાર વીમો લેતી વખતે ન સમજાય તો ચાર વાર પૂછીને પોલિસીમાં ટિકમાર્ક કરવાનું રહેશે. પૂછ્યા વિના પોલિસી ખરીદી લેવાની ઉતાવળ જોખમી સાબિત થઈ શકે છે. આ સંજોગોમાં તમે ધારેલું વીમા કવચ ન મળે અને જરૂરિયાત ટાંકણે વીમા કવચ ન મળે તેવી પણ પૂરેપૂરી સંભાવના રહેલી છે.
સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદા બાદ મોટો ફેરફાર
આ મહત્ત્વના ફેરફાર પાછળ 4 ઓગસ્ટ, 2026ના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા ‘નેશનલ ઈન્શ્યોરન્સ વિરુદ્ધ થુંગાલા ધન લક્ષ્મી’ કેસમાં આપવામાં આવેલો ચુકાદો જવાબદાર છે. આ ત્રણ દાયકા જૂના કેસમાં કારના માલિક ટી. રામુ પોતાની જ કારમાં મુસાફર તરીકે બેસીને મુસાફરી કરી રહ્યા હતા, ત્યારે એક અજાણી ટ્રકે ટક્કર મારતા તેમનું દુઃખદ અવસાન થયું હતું.
કારનો ‘કોમ્પ્રિહેન્સિવ વીમો’ હોવા છતાં વીમા કંપનીએ એમ કહીને ક્લેમ નકારી કાઢ્યો હતો કે માલિકે પોતે મુસાફર તરીકે જોખમ આવરી લેવા માટે અલગથી પ્રીમિયમ ચૂકવ્યું ન હતું. આ કેસમાં પહેલા તેલંગાણા હાઈકોર્ટે અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટે વીમા કંપનીની અપીલ ફગાવી દીધી હતી. સાથે જ, ઈન્શ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાને આદેશ આપ્યો હતો કે 'કોમ્પ્રિહેન્સિવ' પોલિસીમાં શું સામેલ છે અને શું નહીં તે અંગેની અસ્પષ્ટતા દૂર કરવા માટે ચાર સ્પષ્ટ ભાગમાં અલગ અલગ રજૂઆત સાથે સરળ શબ્દોમાં પોલિસીના નિયમો તૈયાર કરવામાં આવે.
નવી પોલિસીના 4 ભાગ અને ફરજિયાત નિયમો
હવેથી દરેક વીમા પોલિસીમાં નીચે મુજબના 4 સેક્શન હશે, જેમાંથી માત્ર સેક્શન-1 અને સેક્શન-3 મોટરકારના માલિક માટે જ ફરજિયાત રહેશે, જ્યારે બાકીના વિકલ્પો ગ્રાહકની પોતાની પસંદગી પર નિર્ભર રહેશે.
વીમા નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આ ફેરફારથી કુલ પ્રીમિયમમાં કોઈ મોટો ઘટાડો થવાની શક્યતા નથી, કારણ કે જૂના કવચને જ વધુ સ્પષ્ટ અને નવા સ્વરૂપમાં રજૂ કરવામાં આવ્યા છે.
પરિવારના સભ્યો કેમ અસુરક્ષિત રહી શકે?
વીમા નિષ્ણાતોના મતે ગ્રાહકોએ સેક્શન-2 અને સેક્શન-3 વચ્ચેનો તફાવત સમજવો અત્યંત જરૂરી છે.
સેક્શન-2 માં પરિવાર બાકાત છે: જો તમે કાર ચલાવતા હોવ અને અકસ્માતમાં તમારા માતા-પિતા, જીવનસાથી (પતિ-પત્ની) કે બાળકોને ઈજા થાય કે મૃત્યુ થાય, તો સેક્શન-2 હેઠળ નક્કી થતી લીગલ લાયેબિલિટી હેઠળ કોઈ વળતર મળશે નહીં, કારણ કે નિયમ મુજબ નજીકના પરિવારજનોને તેમાંથી બાકાત રાખવામાં આવ્યા છે.
પરિવારની સલામતી માટેનું કવચ: પરિવારના સભ્યોની સલામતી માટે સેક્શન-3 હેઠળ ‘ઓપ્શનલ પર્સનલ એક્સિડન્ટ કવર’નો વિકલ્પ અલગથી પસંદ કરવો જ પડશે.
નવા કવચનો વ્યાપ: આ કવચ હેઠળ અકસ્માતમાં મૃત્યુ કે કાયમી અપંગતાનું વળતર અકસ્માતના 6 મહિનાની અંદર મૂકવવા છતાં કાનૂની દાવા વગર વીમાની રકમ ચૂકવવામાં આવે છે. તેથી હવે વાહન માલિકનું ફરજિયાત કવર માત્ર વાહન ચલાવતી વખતે જ નહીં, પરંતુ માલિક પોતાની કારમાં મુસાફર તરીકે બેઠો હોય કે વાહનમાં ચડતો-ઉતરતો હોય ત્યારે પણ લાગુ પડશે, શરત માત્ર એટલી કે માલિક પાસે માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું જોઈએ અને વાહન વ્યક્તિગત નામે હોવું જરૂરી છે.




