Business

બૅન્ક ઓફ બરોડા સહિત 25 લોકો સામે 1.44 લાખ કરોડનો દાવો માંડનાર બીઆર શેટ્ટી કોણ?

By GS Team
14 Oct 20262 mins read
TukuTouch Logo
NMC હેલ્થકેરના સ્થાપક બી.આર. શેટ્ટીએ બૅન્ક ઓફ બરોડા પર કૌભાંડમાં સંડોવણીનો આરોપ લગાવ્યો છે. તેમણે બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરીને બૅન્ક પાસેથી 15 અબજ ડોલર (આશરે 1.44 લાખ કરોડ રૂપિયા) વળતરની માંગ કરી છે. શેટ્ટીનો દાવો છે કે બૅન્કે ફંડ ડાયવર્ટ કરવામાં મદદ કરી હતી અને ખોટી સહીઓથી લોન આપી હતી. આ રકમ પર 18% વાર્ષિક વ્યાજ પણ માંગવામાં આવ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બૅન્ક ઓફ બરોડા સહિત 25 લોકો સામે 1.44 લાખ કરોડનો દાવો માંડનાર બીઆર શેટ્ટી કોણ?

Bank of Baroda Case: NMC હેલ્થકેર ગ્રુપ અને યુએઈ એક્સચેન્જના ફાઉન્ડર બી.આર. શેટ્ટીએ બૅન્ક ઓફ બરોડા (BoB) પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે બૅન્ક પર કૌભાંડમાં સામેલ હોવાનો દાવો કરીને 15 અબજ ડોલર (આશરે રૂપિયા 1.44 લાખ કરોડ)ના વળતરની માંગણી કરી છે. શેટ્ટીએ બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને જણાવ્યું છે કે જ્યાં સુધી આ વળતરની રકમ ચૂકવવામાં ન આવે, ત્યાં સુધી આ રકમ પર વાર્ષિક 18 ટકાના દરે વ્યાજ પણ જોડવામાં આવે. આ વળતર બૅન્કની ભૂલ અને તેના દ્વારા થયેલા નુકસાનના બદલાવમાં વસૂલવામાં આવી રહ્યો છે.

સરકારી બૅન્ક પર કૌભાંડમાં મદદનો ગંભીર આરોપ

બૅન્કો સામે ફ્રોડ અને છેતરપિંડીના કિસ્સાઓ અવારનવાર સામે આવતા હોય છે, પરંતુ આ કેસમાં સીધા સરકારી બૅન્ક પર જ કૌભાંડમાં મદદ કરવાનો આરોપ લાગ્યો છે. બી.આર. શેટ્ટીએ બૅન્ક ઓફ બરોડા સહિત અન્ય 25 જેટલા લોકો સામે આ કાનૂની લડાઈ શરૂ કરી છે. હાઈકોર્ટમાં દાખલ કરેલી અરજી મુજબ, તેમણે નીચે મુજબના કારણોસર કુલ 15 અબજ ડોલરની માંગણી કરી છે:

પ્રત્યક્ષ નુકસાન: સીધા નુકસાન માટે 5 અબજ ડોલર

આડકતરી અસરો: આ નુકસાનના કારણે અન્ય સ્તરે થયેલા નુકસાન માટે 5 અબજ ડોલર.

વેપારી તકો ગુમાવવી: આ સમગ્ર વિવાદના કારણે રોકાણ અને વ્યાપારી અવસરોમાં થયેલા નુકસાન પેટે વધુ 5 અબજ ડોલર.

બૅન્ક પર ફંડ ડાયવર્ટ કરવા અને ગેરરીતિનો આરોપ

શેટ્ટીએ આક્ષેપ કર્યો છે કે વર્ષ 2019 સુધી બૅન્ક ઓફ બરોડા NMC હેલ્થકેર ગ્રુપની મુખ્ય બૅન્ક હતી. આ સમયગાળા દરમિયાન બૅન્ક માત્ર સામાન્ય લેવડદેવડ (ટ્રાન્ઝેક્શન) પ્રક્રિયા જ નહોતી કરતી, પરંતુ ગ્રુપની કંપનીઓ અને સ્વતંત્ર સપ્લાયર તરીકે રજૂ કરાયેલી સંસ્થાઓ વચ્ચે ફંડના ગેરકાયદે ડાયવર્ઝન (બદલાવ) કરવામાં પણ સક્રિય સહયોગ આપી રહી હતી.

અરજીમાં એવા પણ ગંભીર આક્ષેપો કરાયા છે કે બૅન્કના સિસ્ટમ દ્વારા મની-લોન્ડ્રિંગના 100 કરતાં વધુ એલર્ટ જાહેર કરવામાં આવ્યા હતા, જેને બાદમાં જાણી જોઈને બંધ કરી દેવામાં આવ્યા હતા. બૅન્કે પૂરતી સિક્યોરિટી કે ગેરેંટી વગર જ ક્રેડિટ આપવાનું ચાલુ રાખ્યું હતું અને ગ્રુપના લોન તથા વ્યવહારો સંબંધિત જોખમોની જાણકારી ઓડિટરને પણ આપી નહોતી.

ખોટી સહીઓ અને વ્યાજની માંગ

આ કેસનો સૌથી મોટો મુદ્દો પર્સનલ ગેરંટી અને અન્ય દસ્તાવેજો સાથે જોડાયેલો છે. શેટ્ટીના જણાવ્યા મુજબ, બૅન્કે જે દસ્તાવેજો અને પર્સનલ ગેરંટીના આધારે તેમની સામે દેવાની કાર્યવાહી શરૂ કરી છે, તે તમામ દસ્તાવેજો પરની સહીઓ ખોટી છે. તેમણે ક્યારેય તેવા દસ્તાવેજો પર સહી જ કરી નહોતી. વળી, કેટલાક એકાઉન્ટ ઇન્સ્ટ્રક્શન્સ અને ફંડ ટ્રાન્સફર તેમની પરવાનગી વગર જ કરવામાં આવ્યા હતા.

આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને, જ્યાં સુધી વળતરની રકમ ચૂકવવામાં ન આવે ત્યાં સુધી દર વર્ષે 18 ટકા વ્યાજ ચૂકવવાની પણ માંગ કરવામાં આવી છે. હાલ આ મામલે બોમ્બે હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે.