મસાલા ચીજોમાં ઉદ્ભવેલી વિક્રમી તેજી પાછળ સટ્ટાખોરીની આશંકા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

કોમોડિટી કરંટ
દેશના કેટલાક ખાદ્ય ઉત્પાદક રાજ્યોમાં દુષ્કાળનું ભયંકર સંકટ ઉભું થતાં ખરીફ તથા આગામી રવિ સીઝનમાં ખાદ્ય ઉત્પાદન ખૂબ પ્રભાવિત થવાની આશંકાને પગલે હાલમાં મોટા ભાગની કૃષિ ચીજોમાં તેજી છવાતાં તહેવારોને સમયે મોંઘવારી માઝા મુકી રહી છે. તેલીબીયાં, મસાલા, દાળો તથા અનાજ સહિત મોટાભાગની ચીજોમાં તેજી દિનપ્રતિદિન આગળ વધી રહી છે. સૌથી વધુ વપરાશ ધરાવતી ખાંડમાં મોંઘવારીને કંટ્રોલ કરવા માટે સરકારે વર્ષ ૨૦૨૬-૨૭ના માર્કેટીંગ સીઝનમાં ઇથેનોલના ઉત્પાદનમાં શેરડીના ઉપયોગ ઉપર અઘોષિત પ્રતિબંધ લગાવ્યો છે. તહેવારો સમયે સરકાર ખાંડનું સ્થાનિક ઉત્પાદન વધારવા અતિ ગંભીર છે. ખાંડનો સ્ટોક ઉદ્યોગ પાસે ઓછો છે. જોકે મકાઈ, ચોખા તથા અન્ય ક્ષતિગ્રસ્ત અનાજોની મદદથી ઇથેનોલનું ઉત્પાદન ચાલુ રાખવામાં આવેલ છે.
એગ્રી કોમોડિટી બજારમાં ચાલુ માસથી વાયદા તથા હાજરમાં તેજી પકડાઈ છે. છેલ્લા બે-ત્રણ વર્ષોથી મંદીના કારણે વેપારીઓને સતત આર્થિક નુકસાન છે. જેના લીધે મુડી નબળી પડતાં માલ સ્ટોકની મર્યાદા પણ ઓછી થઈ ગઈ છે. આગામી સમયમાં દુકાળને લીધે નબળુ ઉત્પાદનની વકી તેમક ઓછો સ્ટોક રહેવાની ગણત્રીએ તેજીને હાલમાં ફુલ સપોર્ટ મળી રહ્યો છે. મસાલા બજારના કિંગ ગણાતા ઊંઝાના જીરા બજારમાં છેલ્લા પખવાડિયામાં પ્રતિ મણે રૂપિયા ૭૦૦ થી ૮૦૦ રૂપિયાના ઉછાળા સાથે ભાવો ૪૫૦૦ થી ૪૯૦૦ રૂપિયા અને બોલ્ડ પ્રિમીયમ માલોના ૫૧૦૦ રૂપિયાના આસપાસ ભાવોને કારણે નફારૂપી વેચવાલીનું પ્રેસર વધી રહ્યું છે. કેટલાય વેપારીઓને આ સમયે જીરાના જુના માલોથી છુટકારો મળતાં દિવાળી સુધરી હોવાનો માહોલ સર્જાયો છે. વરીયાળીમાં પણ ૧૪૦૦ થી ૧૫૦૦ ના આસપાસના માલોના હાલમાં ૨૫૦૦ ઉપરાંતના ભાવો મળી રહ્યા છે. ઇસબગુલમાં આવકો સામે સાતથી આઠ હજાર બોરીના વેપારો નોંધાઈ રહ્યા છે. ઇસબગુલમાં ય્જી્ નો ઇસ્યૂ પોઝીટીવ સોલ્વ થતાં નિકારકારોની ખરીદીમાં તેજી છે. અજમાના માલોમાં પણ અછત હોવાથી બજાર ટાઈટ છે.
જીરા નવેમ્બર વાયદો પ્રતિ કિલોએ ૨૭૧ ની સપાટી કુદાવી છે. દિવાળી સમયે ઉંચા ભાવો મળવાની અપેક્ષાએ ખેડૂત વર્ગ જીરાના માલોની વેચવાલી ઉપર વેઈટ એન્ડ વોચની સ્થિતિમાં છે. જોકે નાણાંની જરૂરિયાતવાળો વર્ગ જીરાનું વેચાણ કરી રહ્યો છે. શભઘઈઠ ના ગોડાઉનોમાં સ્ટોક ધીરે ધીરે વધી રહ્યો છે. યુરોપ તથા નોર્થ અમેરિકા તરફ પ્રિમીયમ માલોની માંગ છે. તુર્કી તથા સિરીયામાં જીરાનું ઉત્પાદન વધુ હોવાની સંભાવનાઓની અસર ભારતીય જીરાની નિકાસ ઉપર પડી રહી છે.
જીરાની સમાંતર ધાણા તથા હળદરમાં તેજીના ઉછાળા છે. મસાલા પ્રોસેસરોની સ્થિર માંગ અને સિમીત સ્ટોકના કારણે બજારો તેજી તરફી છે. ધાણા નવેમ્બર વાયદો પ્રતિ કિલોએ રૂપિયા ૧૭૪ સુધી ઉંચા સ્તરે છે. આ ઉપરાંત વધુ વપરાશ ધરાવતી હળદર બજારમાં પણ આગ ઝરતી તેજી છે. છેલ્લા એક વર્ષમાં ભાવોમાં ૮૦ ટકા વધારો થયો છે. માંગમાં સતત વધારો અને ઘટતા સપ્લાયને કારણે બજારો મજબૂત છે. હળદર ડિસેમ્બર વાયદો પ્રતિ કિલોએ ૨૫૪ રૂપિયાની સપાટી કુદાવી છે.
બીજી તરફ રાજસ્થાનમાં ગવારનું ઉત્પાદન ઘટવાની ધારણાએ તેજી છવાતાં ગવાર સીડના ભાવો વાયદામાં પ્રતિ ક્વિન્ટલે રૂપિયા ૮૪૦૦ અને ગવાર ગમના ભાવો ૧૬૩૦૦ ની સપાટી કુદાવી ગયા છે. વર્ષ ૨૦૧૨માં ગવાર સીડના ભાવો ૩૨૦૦૦ ની વિક્રમી સપાટીએ રહ્યા હતા. આ વર્ષે પણ ગુજરાત તથા રાજસ્થાનમાં વાવેતરમાં ઉતારામાં પણ ઘટાડો થવાની વકીએ તેજી છવાઈ છે. શેલ ગેસ કંપનીઓ તથા ક્રૂડ ઉદ્યોગમાં વધતી જતી સતત માંગ સામે પુરવઠો નબળો પડી રહ્યો હોવાથી ફંડામેન્ટલ મજબૂત જણાઈ રહ્યા છે. આ સ્થિતિમાં સટ્ટાખોરી પણ અગત્યનો રોલ ભજવી રહી હોવાની આશંકા પ્રબળ જણાઈ રહી છે. તેલીબીયાંમાં સૌરાષ્ટ્રના પીઠાઓમાં મગફળીની પૂરજોશમાં લાખો બોરીની આવકો છતાં ભર સીઝને તેજી છવાતાં સમગ્ર મામલો ચર્ચાસ્પદ છે. મગફળીના નબળા પાકને કારણે તેજી ઉછળી રહી હોવાની વ્યાપક ચર્ચા છે. તહેવારો પૂર્વે ભાવો ભડકે બળતાં મોંઘવારીનો ઇસ્યૂ આજકાલ ટોક ઓફ માર્કેટ બન્યું છે.




