For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કેટલાક લોકો શિક્ષણને ભલે ધંધો કહેતા હોય પરંતુ સરકારે તેના ઉપર GST લાધ્યો નથી

Updated: Apr 29th, 2024

કેટલાક લોકો શિક્ષણને ભલે ધંધો કહેતા હોય પરંતુ સરકારે તેના ઉપર GST લાધ્યો નથી

- GSTનું A to Z - હર્ષ કિશોર

- શિક્ષણ આપતી સંસ્થા માન્ય હોવી જોઈએ અને કોર્સ પણ માન્ય હોવો જોઈએ એટલે કે બંને શરતો પૂરી થતી હોવી જોઈએ તો જ GST હેઠળ વેરા-માફી નો લાભ મળે

અ ગાઉ શિક્ષણને એક સામાજિક પ્રવૃત્તિ તરીકે જોવાતું હતું.શિક્ષણની પ્રવૃત્તિઓ ઉપર વેરો નાખવો એ બાબત આમ પણ ખુબ જ સંવેદનશીલ બાબત છે. પરંતુ હવે ધીરે ધીરે તેમાં પણ વેપારીકરણ થવા માંડેલ છે તેમ છતાં સરકારની બંધારણીય જવાબદારી છે કે તમામને શિક્ષણ પૂરું પાડવું તેથી શિક્ષણની પાયાની (core education) સેવાઓમાં ઘણે ખરે અંશે જીએસટીની માફી રાખવામાં આવેલ છે. જીએસટીના આગમન અગાઉ એજ્યુકેશનલ ઇન્સ્ટિટયૂટ દ્વારા પોતાના ફેકલ્ટી સ્ટાફ અને વિદ્યાર્થીઓને પૂરી પાડવામાં આવતી સેવા વેરા-મુક્ત હતી તેમાં ફેકલ્ટી, સ્ટાફ અને વિદ્યાર્થીઓનું ટ્રાન્સપોર્ટેશન, મીડ-ડે મીલ સહિત કેટરિંગ, સિક્યુરિટી, હાઉસ-કીપિંગ સેવાઓ અને પ્રવેશ પરીક્ષાઓની પ્રવૃતિઓનો સમાવેશ થતો હતો. 

એજ્યુકેશનલ ઇન્સ્ટિટયૂશન ઃ આમ તો જીએસટી કાયદામાં કલમ ૨ હેઠળ કુલ ૧૨૦ જેટલી વ્યાખ્યાઓ આપવામાં આવેલ છે પરંતુ શિક્ષણ માટે કોઈ અલગ વ્યાખ્યા આપવામાં આવેલ નથી. જોકે નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા 'લોક શિક્ષણ ટ્રસ્ટ વિરુદ્ધ CITના કેસમાં શિક્ષણની વ્યાખ્યા કરવામાં આવેલ છે જે મુજબ 'શિક્ષણનો મતલબ એવો થાય કે વિદ્યાર્થીને તાલીમ આપીને તેને કૌશલ્ય અને જ્ઞાન તથા ચારિત્ર ઘડતર માટે જે પ્રવૃત્તિ કરવામાં આવે' તેને શિક્ષણ કહી શકાય. શિક્ષણ ક્ષેત્રે જીએસટી ક્યાં અને કેટલું લાગુ પડે તથા કઈ રીતે લાગુ પડે તેને સમજવા માટે આપણે સૌપ્રથમ એજ્યુકેશનલ ઇન્સ્ટિટયૂટ અંગે સમજવાનું રહ્યું.જીએસટી હેઠળ જાહેરનામા ક્રમાંક ૧૨/૨૦૧૭ તારીખ ૨૮.૬.૨૦૧૭માં એન્ટ્રી ૬૬ હેઠળ explanationમાં 'એજ્યુકેશનલ ઇન્સ્ટિટયૂશન'ની વ્યાખ્યા આપેલી છે તે મુજબ એજ્યુકેશનલ ઇન્સ્ટિટયૂશન એટલે કે એવી સંસ્થા (ભારતીય કાયદા પ્રમાણે માન્ય ઇન્ટરનેશનલ સ્કૂલ સહિત-ફોરેન યુનિવર્સીટી સિવાય) જે પ્રી-સ્કૂલ શિક્ષણ આપે, હાયર સેકન્ડરી સુધી અથવા તેને સમકક્ષ શિક્ષણ આપે અને કોઈ પણ કાયદા હેઠળ માન્ય હોય એવા સિલેબસ પ્રમાણે ભારતીય કાયદા દ્વારા માન્ય થયેલ એવી ડિગ્રી આપે (દા.ત. ભારતીય કાયદા દ્વારા માન્ય ડીમ્ડ યુનીવર્સીટી સહીત કોઈ માન્ય યુનીવર્સીટી) માન્ય ડીગ્રી-બી.કોમ. - (ખાનગી અથવા self-finance college સહિત) આપે.

અને છેલ્લે, માન્ય વ્યવસાયલક્ષી (વોકેશનલ) સંસ્થા એજ્યુકેશન કોર્સ  (દા.ત. ITI-ફીટર, વગેરે) ચલાવતી હોય અથવા નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનીંગ ઓર સ્ટેટ કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગ સાથે જોડાણ ધરાવતું હોય અથવા કોઈ મોડયુલર એમ્પ્લોએબલ સ્કિલ કોર્સ હોય જે નેશનલ કાઉન્સિલ ઓફ પ્રોફેશનલ ટ્રેનીંગ તથા ડાયરેક્ટરેટ જનરલ ઓફ ટ્રેનિંગ, મિનિસ્ટ્રી ઓફ સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટર પ્રિન્યરશીપમાં રજીસ્ટર્ડ હોય તો તેના ઉપર GST લાગશે નહી. દાખલા તરીકે એક આઇટીઆઇ જીએસટીનો ટૂંકા ગાળાનો સર્ટિફિકેટ કોર્સ શરૂ કરે છે અને ઉમેદવારો પાસેથી ફી લે છે તો તેના ઉપર જીએસટી હેઠળ વેરા મુક્તિનો લાભ મળશે નહીં કારણકે તે એપ્રેન્ટીસ એક્ટ, ૧૯૬૧ હેઠળ કોર્સ માન્ય ગણાશે નહીં. એજ્યુકેશનલ ઇન્સ્ટિટયૂશનમાં પરીક્ષાઓ આયોજિત કરવા માટેના મર્યાદિત હેતુ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારના એજ્યુકેશન બોર્ડનો સમાવેશ કરેલ છે.

આમ, શિક્ષણ આપતી સંસ્થા માન્ય હોવી જોઈએ અને કોર્સ પણ માન્ય હોવો જોઈએ એટલે કે બંને શરતો પૂરી થતી હોવી જોઈએ તો જ GST હેઠળ વેરા-માફી નો લાભ મળે.કોઈપણ એક શરત કે બંને શરતો પૂર્ણ ન થવાના બધા કિસ્સામાં આવી સેવાઓ ઉપર GST ના નિયત દરે વેરો લાગશે.

જે સંસ્થાઓ આ એજ્યુકેશનલ ઇન્સ્ટિટયૂટની વ્યાખ્યાની બહાર હોય તેને જીએસટીની વેરા મુક્તિનો લાભ ના મળે. ભલે એજ્યુકેશનલ ઇન્સ્ટિટયૂટની વ્યાખ્યામાં કોઈ સંસ્થા આવી જતી હોય તેમ છતાં તે જે કોર્સ ચલાવે તે નિયત કોર્સથી ઠરાવેલ ડિગ્રી મળવાની ન હોય તો તેના ઉપર પણ જીએસટીની જવાબદારી ઊભી થાય, આવો કોર્સ માફી ન ગણાય. એજ્યુકેશનલ ઇન્સ્ટિટયૂટની કાર્યવાહી સમજવા માટે આપણે તેને બે ભાગમાં વહેંચી દઈએ જેમ કે એજ્યુકેશનલ ઇન્સ્ટિટયૂટ જો કોઈ સેવા મેળવશે તો શું થશે અને જો તે કોઈ સેવા આપશે તો જીએસટીમાં તેની શું અસર થશે તે આપણે સમજી લઈએ

(1) એજ્યુકેશનલ ઇન્સ્ટિટયૂટ દ્વારા પોતે અપાતી સેવાઓ (services provided by educational institute)- Output બાજુએ માફી ઃ (વિદ્યાર્થીઓ/સ્ટાફ/ફેકલ્ટી પાસેથી અવેજ સ્વરૂપે ટયુશન ફી/ડાયરી ખર્ચ/આઈ- કાર્ર્ડ અથવા બસ ભાડું/કેન્ટીન ચાર્જ, 

વગેરે લે છે)

(a) પોતાના વિદ્યાર્થીઓ, સ્ટાફ અને ફેકલ્ટીને શિક્ષણ, પરિવહન અને આહારની અપાતી સેવાઓ(સરકારી કે ખાનગી શાળાઓ અને self-finance colleges સહિત તમામ કોલેજો)

(aa) પ્રવેશ ફીના આધારે પ્રવેશ પરીક્ષા લેવી

(2) એજ્યુકેશનલ ઇન્સ્ટિટયૂટ દ્વારા અન્ય શૈક્ષણિકસંસ્થાઓ/વ્યક્તિઓ/પેઢીઓ/

વેપારીઓ પાસેથી લેવામાં આવતી સેવાઓ (services provided to educational institute -Input બાજુએ

(b) (i) વિદ્યાર્થીઓ, સ્ટાફ અને ફેકલ્ટીના ટ્રાન્સપોર્ટેશન માટેની સેવા (માત્ર પ્રિ-સ્કૂલ અને ૧૨મા ધોરણ સુધી માફી). એટલે કે self-finance colleges સહિત તમામ કોલેજોને વેરા-મુક્તિનો લાભ નહી મળે.

(ii) મિડ ડે મીલ સહિતની કેન્દ્ર કે રાજ્ય સરકારની યોજના અને કેટરિંગ (માત્ર પ્રિ-સ્કૂલ અને ૧૨મા ધોરણ સુધી માફી). એટલે કે self-finance colleges સહિત તમામ કોલેજોને વેરા-મુક્તિનો લાભ નહી મળે.

(iii) સિક્યોરીટી, સાફ-સફાઈ અને હાઉસ-કીપિંગની સેવાઓ(માત્ર પ્રિ-સ્કૂલ અને ૧૨મા ધોરણ સુધી માફી). એટલે કે self-finance colleges સહિત તમામ કોલેજોને વેરા-મુક્તિનો લાભ નહી મળે.

(iv) એડમીશન અને પરીક્ષા સંબંધી સેવાઓલેવી (તમામ માટે માફી)

(v) શૈક્ષણિક સામયિકો અને જર્નલો ઓન-લાઈન મેળવવા(પ્રિ-સ્કૂલ અને ૧૨મા ધોરણ સુધી સિવાયની એજ્યુકેશનલ ઇન્સ્ટિટયૂટ માટે માફી). શાળા કક્ષાએ આવા શૈક્ષણિક સામયિકો અને જર્નલો ઓન-લાઈન મેળવવાની જરૂર હોતી નથી. 

ખાસ બાબત : એજ્યુકેશનલ ઇન્સ્ટિટયૂશન જે ચીજ-વસ્તુઓ જેમ કે કાગળ, ફર્નીચર, ઈલેક્ટ્રોનિક સાધનો, લેબ-ઇક્વિપમેન્ટ્સ, વગેરેની ખરીદી કરશે તો તેના ઉપર લાગુ પડતા દરે GST લાગશે.SAC: શિક્ષણ પરની સેવાઓ માટેનો કોડ ૯૯૯૨ છે. પ્રાઇવેટ કોચિંગ કેન્દ્રો ઉપર જીએસટીની માફી મળતી નથી અને ૧૮%ના દરે જીએસટી લાગે છે. એ જ રીતે ડિસ્ટન્સ એજ્યુકેશનમાં પણ વેરા મુક્તિનો લાભ મળતો ન હોય ૧૮%ના દરે જીએસટી લાગે છે.

GSTમાંથી મુક્તિ હોય તેવી કેટલીક

પ્રવૃતિઓના ઉદાહરણ

GSTમાંથી મુક્તિ ન હોય તેવી કેટલીક

પ્રવૃતિઓના ઉદાહરણ

IIM ના મેનેજમેન્ટને લગતા કોર્સ, પરંતુ

તેમાં Executive Development પ્રોગ્રામ

સિવાય-વેરામાફી.

કોઈ કોલેજ ઠરાવેલ શૈક્ષણિક સિલેબસ

સિવાય અન્ય કોઈ કોર્સ ચલાવે, જેમ કે

AIનો ટૂંકા ગાળાનો કોર્સ

બોર્ડીંગ સ્કૂલની સેવાઓના કિસ્સામાં મુખ્ય

સપ્લાય શિક્ષણ હોઈ રહેવાનું-જમવાનું

composite સપ્લાય થશે. વેરામાફી.

એક શાળા પોતાને ત્યાં આવેલ

ઓડિટોરિયમ/રમતનું મેદાન વગેરે અન્ય

કોઈ સંસ્થાને અવેજ લઈને ભાડે આપે

National Board of Examinationsની

સેવાઓ

ITIમાં આવેલ જનરેટર બાજુની

સોસાયટીને અવેજ લઈને વાપરવા આપે

Director General of Shipping દ્વારા

માન્ય એવા Maritime ને લગતા કોર્સ

ઓનલાઇન સહિતના પ્રાઇવેટ ટયુશન

દીન દયાલ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ

યોજનાની સેવાઓ, પછી ભલે તે

સરકારની મંજુરીથી ત્રાહિત વ્યકિત/સંસ્થા

દ્વારા ચલાવાતી હોય.

IIT-JEE, NDA, PMT-NEET, GUJCET, NATA, વગેરે જેવી પ્રવેશ પરીક્ષાઓની

તૈયારી માટેના વર્ગો અને ઓન-લાઇન

સહિતના વિવિધ સ્પર્ધાત્મક ભરતી

પરીક્ષાઓની તૈયારી માટેના વર્ગો

Skill Developmentને લગતા કાર્યક્રમોની

સેવાઓ

એવા Hobby classes જેના માટે ભાગ

લેનાર પાસેથી અલગથી અવેજ લેવામાં આવે

અભ્યાસ માટેના તમામ પ્રકારના પુસ્તકો

તેમજ એજ્યુકેશનલ ઇન્સ્ટિટયૂટસ દ્વારા માન્ય

કોર્સ/ડીગ્રી માટે લેવાતી ટયુશન ફી

જો કોચિંગ કલાસીસ દ્વારા એક જ બીલમાં

ટયુશન ફી, પુસ્તકો, બેગ, યુનિફોર્મ

વગેરે ચાર્જ કરાય તો mixed supply

ગણાશે અને GST લાગશે

એજ્યુકેશનલ ઇન્સ્ટિટયૂટ, એજ્યુકેશન

બોર્ડ કે યુનિવર્સીટીને પ્રશ્ન-પત્રો, OMR

sheet, ઉત્તર-વહીઓ, હોલ ટીકીટ,

વગેરે જેવી સામગ્રી છાપી આપવાની સેવા

એજ્યુકેશનલ ઇન્સ્ટિટયૂટ દ્વારા Campus

placement માટે અવેજ લઈને વિવિધ

કંપનીઓને ભરતી માટેની પૂરી પડાતી

સેવાઓ

Gujarat