Business Plus
તહેવારો સમયે ખાદ્ય ચીજોમાં વધી રહેલી મોંઘવારી પ્રજા માટે શિરદર્દ
By GS Team
11 Oct 20263 mins read
અલનીનોની અસરથી દેશમાં 6 લાખ હેક્ટર પાકને નુકસાન થવાની ભીતિ છે. ગુજરાત, રાજસ્થાન સહિત 7 રાજ્યોમાં પાણીની અછતથી ખેતીને નોંધપાત્ર નુકસાન થશે. દ્વારકા, જામનગર, પોરબંદર, કચ્છમાં ચોમાસાની અછત વધુ છે, જેથી કપાસ, મગફળી, એરંડા, બાજરીને નુકસાન છે. ખેડૂતો દુષ્કાળ જાહેર કરવાની માંગ કરી રહ્યા છે. જીરાના ભાવ ₹4500 સુધી પહોંચ્યા છે.
Summarized by AI; it may make mistakes. Check important info
અલનીનોની અસરથી દેશમાં 6 લાખ હેક્ટર પાકને નુકસાન થવાની ભીતિ છે. ગુજરાત, રાજસ્થાન સહિત 7 રાજ્યોમાં પાણીની અછતથી ખેતીને નોંધપાત્ર નુકસાન થશે. દ્વારકા, જામનગર, પોરબંદર, કચ્છમાં ચોમાસાની અછત વધુ છે, જેથી કપાસ, મગફળી, એરંડા, બાજરીને નુકસાન છે. ખેડૂતો દુષ્કાળ જાહેર કરવાની માંગ કરી રહ્યા છે. જીરાના ભાવ ₹4500 સુધી પહોંચ્યા છે.
Summarized by AI; it may make mistakes. Check important info

- કોમોડિટી કરંટ -
અલનીનોની અસરને લીધે અપેક્ષિત ચોમાસુ નહિ રહેવાને કારણે દેશમાં લગભગ છ લાખ હેકટર પાકને નુકશાન થવાની વકી છે. ખાસ કરીને મહારાષ્ટ્ર, કર્ણાટક, રાજસ્થાન, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, તામિલનાડુ તથા ગુજરાત જેવા રાજ્યોમાં પાણીની અછતને લીધે ખેતીવાડીને નોંધપાત્ર નુકશાન થવાની દહેશત છે. ગુજરાતમાં પણ દ્વારકા, જામનગર, પોરબંદર, કચ્છ જેવા વિસ્તારોમાં ચોમાસાની અછત સૌથી વધુ છે. જેના લીધે કપાસ, મગફળી, એરંડા, બાજરી તથા કઠોળના પાકને નુકશાન છે. ખેડૂતવર્ગની દુષ્કાળ જાહેર કરવાની માંગ જોર પકડી રહી છે.
આ વર્ષે અનિયમિત ચોમાસાની અસરને કારણે ખરીફ સીઝનની સાથે સાથે આગામી રવિ સીઝન પણ પ્રભાવિત થવાની સંભાવના વર્તાઈ રહી છે. જેની અસરથી ખેડૂત વર્ગની આવક, ગ્રામીણ રોજગારી તથા ખાધચીજોની મોંઘવારીનો ઇસ્યૂ આગામી સમયમાં સરકાર માટે શિરદર્દ બને તેમ છે. રવિ સીઝનમાં વિવિધ પાકોનું ઉત્પાદન પણ ઘટશે તેવી વકીથી હાલમાં કૃષિ બજારોમાં તમામ મસાલા, તેલીબીયાં તથા અનાજ, દાળોના ભાવો તહેવારોના સમયે ઝડપથી ઉછળી રહ્યા છે. આ સંદર્ભે વધુ માહિતી આપતાં કોમોડિટીના જયવદનભાઈ ગાંધી જણાવે છે કે, રાજ્યના કૃષિ બજારોમાં મોટાભાગની ચીજોમાં તેજીનો જુવાળ છે. ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરૂ, વરીયાળી, ધાણા, ઇસબગુલ, અજમો જેવી ચીજોમાં તેજી છવાતાં બજારોમાં ભારે ધમધમાટ રહ્યો છે. ગુજરાત તથા રાજસ્થાનમાં આગામી સીઝનમાં જીરાનું વાવેતર વરસાદના અભાવે ઓછુ થશે તેવી ગણત્રીએ હાલમાં હાજર બજારમાં પ્રતિ મણે ૭૦૦ થી ૮૦૦ રૂપિયાનો છેલ્લા અઠવાડિયામાં ઉછાળો થતાં ભાવો ૪૫૦૦ની સપાટી સુધી પહોંચી ગયા છે. દિવાળી સમયે ૫૦૦૦ ની સપાટી કુદાવે તેવી ધારણા છે. જીરા વાયદામાં તેજીને સપોર્ટ મળતાં ઊંઝા બજારમાં જીરાની આવક તથા વેપારોમાં નોંધપાત્ર વધારો થયો છે. છેલ્લા ઘણા સમયથી ગોડાઉનોમાં બંધ પડેલ જીરાનો માલ હવે બજારમાં આવતાં વેચવાલીનું પ્રેસર છે. સામે ઘરાકી પણ સારી હોવાથી બજારમાં ધમધમાટ વધુ છે. યુરોપ તથા નોર્થ અમેરિકામાંથી પણ માંગ પુરતી છે. મિડલ ઇસ્ટમાં યુધ્ધની અસરથી સપ્લાય બાધિત છે. ખેડૂત વર્ગની વેચવાલી છુટી છે. એક્સચેન્જના વેરહાઉસમાં સ્ટોકનો વધારો તથા ઔદ્યોગિક ડિમાન્ડ પણ જરૂરિયાત મુજબ જોવા મળી રહી છે. જીરા ઉત્પાદિત અન્ય તુર્કી તથા સિરીયામાં પણ આ વર્ષે વધુ ઉત્પાદનને પગલે ભારતીય નિકાસ પ્રિમીયમ ઉપર અસર વર્તાઈ રહી છે. નવરાત્રિ, દશેરા, દિવાળી જેવા તહેવારોને લીધે ઘરાકી સારી છે. સ્ટોક ઘટી રહ્યો છે. જોકે એકાદ કરેકશન આવી શકે છે પરંતુ સરવાળે જીરામાં ટોન એકંદરે મજબૂત છે.
બીજી તરફ ધાણામાં પણ ૪૦૦ થી ૫૦૦ રૂપિયાની તેજી સાથે હાજર તથા વાયદામાં બજારો મજબૂત છે. GST કાઉન્સીલે ઇસબગુલ બીજ ઉપર ઝીરો ટકા ટેક્ષની માગણી ગ્રાહ્ય રાખતાં બે મહિનાથી બંધ પડેલ બજાર ફરીથી ધમધમતું થયું છે. વેપારી વર્ગે રાહત અનુભવી છે. રાજસ્થાન અને ગુજરાત વચ્ચે ટેક્ષનો ઇસ્યૂ હવે પૂર્ણ થતાં રાજસ્થાનથી આવકો વધવાની વકી છે. વાવેતરમાં ઘટાડાની શક્યતા અને વૈશ્વિક સ્તરે માત્ર ભારતમાં જ ઇસબગુલનું ઉત્પાદન થતુ હોવાથી બજારો મજબૂત છે.
દરમ્યાન તેલીબીયાંમાં એરંડાની માંગ સુસ્ત છે. મગફળીની નવી આવકોના દબાણ સામે તેલ મીલરોની ધીમી ખરીદીથી બજાર સામાન્ય સ્તરેની સાથે સાથે કપાસમાં પણ સૌરાષ્ટ્રમાં નવી આવકો શરૂ થતાં હવે સરકારી ખરીદી ક્યારે શરૂ થશે તેની ઉપર ખેડૂતોની મીટ મંડાઈ છે. મેથીમાં છેલ્લા અઠવાડિયામાં ૧૩ ટકાનો ઉછાળો થયો છે. રાજસ્થાન તથા સ્ઁ માં માલ ઓછો છે. સ્ટોકિસ્ટોની માલ ઉપર પકડ હોવાને કારણે ભાવો મજબૂત રહે તેમ છે.




