તા. 1.10.25 પહેલા દંડ (કલમ 129 સિવાય)ની અપીલ માટે પ્રી-ડીપોઝીટ લાગુ પડે નહી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વેચાણવેરો - સોહમ મશરુવાળા
GST કાયદા હેઠળ સરકારને અપીલ માટે પ્રાથમીક ભરણુ બાબતે એવી જોગવાઈ કરી છે કે માત્ર દંડનો આદેશ હોય તો પણ ૧૦% પ્રાથમીક ભરણુ પહેલી અપીલ માટે અને ત્યરબાદ GSTAT વખતે વધુ ૧૦% પ્રાથમીક ભરણુ ભર્યા બાદ અપીલ થાય અને વસુલાત અટકી જાય. ખાસ નોંધ લેવી કે જ્યારે કલમ ૧૨૯(૩) હેઠળ દંડનો આદેશ થયેલો હોય તે વખતે ૨૫% પ્રાથમીક ભરણુ કરવાનું થાય તારીખ ૩૦.૯.૨૦૨૫ સુધીના સમય માટે. તારીખ ૧.૧૦.૨૦૨૫થી સુધારા પ્રમાણે હવે તમામ ફક્ત દંડના આદેશની અપીલ માટે પણ ૧૦% પ્રાથમીક ભરણુ લાગુ પડશે.હવે આના લીધે ૧.૧૦.૨૦૨૫ પહેલાના સમયના કેસમાં પણ ખાતુ ૧૦% માંગવા માંડયું. આ બાબતે દિલ્હી વડી અદાલત દ્વારા ઉમદા ચુકાદો આપ્યો છે જેની આજના લેખમાં ચર્ચા કરવામાં આવી છે.
કેસની હકીકત
અરજદારના કેસમાં દંડનો આદેશ કરેલ અને તે માટે નોટીસ ૧.૧૦.૨૦૨૫ પહેલા પાઠવી હતી. તેની સમક્ષ અપીલ દાખલ કરી અને તેમા કોઈ પ્રાથમીક ભરણુ ભર્યા વિના નાણાકીય તકલીફ બતાવીને વિના ભરણે દાખલ કરવા રજૂઆત કરી. ઇ-મેલમાં ૧૦%થી ઓછી રકમ ભરવા માટે પણતૈયારી બતાવી. અપીલ અધિકારીએ આ વિનંતીનો અસ્વિકાર કર્યો અને જાણ કરી કે આવી રકમ ઘટાડવાની કોઈ સત્તા તેમની પાસે નથી. આનાથી નારાજ થઇને અરજદાર દ્વારા માન.દિલ્હી વડી અદાલત સમક્ષ રીટ દાખલ કરી.
અરજદારની રજૂઆત
અરજદાર દ્વારા ઠોસ રજૂઆત કરવામાં આવી કે અપીલમાં જ્યારે માત્ર દંડનો મુદ્દો હોય તો તે વખતે પ્રાથમિક ભરણુ કર્યા વગર અપીલ દાખલ થઇ શકે.
સરકારની રજૂઆત
સરકાર દ્વારા તેમ રજૂઆત કરવામાં આવી કે સુધારો તારીખ ૧.૧૦.૨૦૨૫થી કર્યો છે અને પ્રસ્તુત આદેશ તારીખ ૧૬.૧૨.૨૦૨૫ના રોજ પસાર કરેલ છે જેના લીધે પ્રાથમીક ભરણુ ભરવું પડે.
દિલ્હી હાઈકોર્ટનો ચુકાદો
કોર્ટના મતે અપીલનો અધિકાર તે સબ્સ્ટેન્ટીવ છે અને આદેશ પસાર થયા બાદ જ અપીલ કરી શકાય. કોર્ટે ખાસ નોંધ્યું કે તારીખ ૧.૧૦.૨૦૨૫ પછી દાખલ થયેલ અપીલ નહી પણ તે પછી નોટીસ બજવેલ હોય જેના લીધે પેનલ્ટીની કાર્યવાહી શરૂ થઇ હોય તેવા જ કેસમાં ૧૦% ભરવાના થાય.




