Business Plus

બજારની વાત

By GS Team
13 Sep 20264 mins read
TukuTouch Logo
ફોક્સવેગન ત્રીજીવાર ભારતમાં JSW ગ્રુપ સાથે જોડાશે. આ જોડાણ કાર ઉત્પાદન ખર્ચ ઘટાડવા અને ભારતીય બજારમાં પગપેસારો કરવા માટે છે. TCS હૈદ્રાબાદમાં 70,000 કરોડના ખર્ચે 1 ગીગાવોટનું AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેટા સેન્ટર બનાવશે, જે હજારો નોકરીઓનું સર્જન કરશે. IIT મદ્રાસ કેમ્પસમાં હરણોના ટોળાં પણ જોવા મળે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બજારની વાત

ફોક્સ વેગને ત્રીજી વાર ભારતમાં ભાગીદારી કરી
ફોક્સવેગન કંપની આજકાલ બે રીતે ચર્ચામાં આવી છે. જેમાં ૫૦,૦૦૦ લોકોને પાણીચુ આપવાની વાત છે તો બીજી ચર્ચા ફોક્સ વેગને ત્રીજી વાર ભારતમાં પાર્ટનર શોધ્યો છે. ભૂતકાળમાં ટાટા અને મહેન્દ્ર સાથે ભાગીદારી કરનાર જર્મનની કંપની ફોક્સવેગન હવે ભારતનું માર્કેટ સર કરવા તેમજ કાર ઉત્પાદનની કિંમત ઓછી કરવા જેએસડબલ્યુ (વજીઉ) ગૃપ સાથે જોડાણ કરી રહ્યું છે. ફોક્સ વેગનને ભારતના પાર્ટનરની જરૂર એટલા માટે પડી છે કે તે જર્મનીના ચાર પ્લાન્ટ પરનું ઉત્પાદન અટકાવીને ૫૦,૦૦૦ જેટલા સ્ટાફને રવાના કરી દેશે. કંપની તેના મોડલની સંખ્યા ઘટાડવા વિચારી રહ્યું છે. ભારતમાં પગપેસારો કરવા કંપનીને ભારતનો સ્થાનિક પાર્ટનર સાથે રાખવો જરૂરી હતું.
ટીસીએસ ડેટા સેન્ટર માટે ૭૦,૦૦૦ કરોડ રોકશે
ટાટા કન્સલ્ટન્સીનું હાઇપર વોલ્ટ યુનિટ હૈદ્રાબાદ કેમ્પસ ખાતે ૭૦,૦૦૦ કરોડ રોકીને એક ગીગાવોટનું ટેડા સેન્ટર ઉભું કરી રહ્યું છે. જે ટ્રેનીંગ અને હાઇ ડેન્સીટી જીપીયુ (ગ્રાફીક પ્રોસેસીંગ યુનિટ) માટે બહુ ઉપયોગી બનશે. ટીસીએસનું કેમ્પસ ૨૬૪ એકર જમીનમાં પથરાયેલું છે. ટેકનોલોજીની જરૂરીયાત અને ગ્રાહકોની ડિમાન્ડ અનુસાર તેને તબક્કાવાર ઉભું કરાશે. જ્યારે તે સંપૂર્ણ પણે બંધાઇ જશે ત્યારે તે ભારતનું સૈાથી મોટું અને આધુનિક છૈં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેટા સેન્ટર બનશે. આ સેન્ટરના કારણે પાવર,કુલીંગ, નેટવર્કીંગ, ડેટા સેન્ટર ઓપરેશન જેવા ક્ષેત્રે સીધી અને આડકતરી કહી શકાય એવી હજારો જોબ ઉભી થશે.
આઇઆઇટી મદ્રાસના કેમ્પસમાં હરણોના ટોળાં
આઇઆઇટી મદ્રાસના કેમ્પસ ખાતે જ્યા ફ્લાઇંગ ટેક્ષી, રોકેટ બનાવવાના તૈયારી અને કેન્સરની વેક્સીન બનાવવના સ્ટાર્ટઅપ તેમજ સંશોધનો ચાલે છે ત્યાં હરણો અને કાળીયારના ટોળાં પણ વસે છે. એક ્અઠવાડિયા માટે કેમ્પસમાં રહેલા એક એન્જીન્યરે લખ્યું છે કે કેમ્પસમાં આવેલા તરમાની ગેસ્ટહાઉસમાં હું રહેતો હતો ત્યારે ત્યાં સવારે હરણો અને કાળીયાર જોવા મળતા હતા. કેમ્પસમાં ફ્લાઇંગ ટેક્ષી બનાવતી ઇ પ્લેન કંપની પણ છે. કેટલાક એન્જીન્યરોને કેમ્પસમાં ફરતા હરણોના ટોળાં ગમે છે તો કેટલાકને તે ગમતાં નથી. દેશના ટોચના સ્ટાર્ટઅપ જ્યાં આખો દિવસ બ્રેન સ્ટોર્મીંગ કરે છે ત્યાં કુદરતી વાતાવરણ પણ મહત્વનું બની જાય છે. હરણો કે કાળિયારના ટોળાં ન્યુસંસ ઉભું નથી કરતા માટે લોકોને તે ગમે છે.
આઇટી બિઝનેસ કરવો મોંઘો બની રહ્યો છે
ભારતમાં બિઝનેસ કરવાના ખર્ચમાં ખાસ કરીને ઇન્ફોર્મેશન ટેકનોલોજી બિઝનેસના ખર્ચમાં વધારો થઇ રહ્યો છે. મેમરી માટે વપરાંતા સોફ્ટવેર મોંઘા થયા છે. ઇછસ્ (રેન્ડમ એસેસ મેમરી) અને શછશઘ (ફેલેશ મેમરી સ્ટોરેજ)ના ભાવોમાં ૫૦૦ ટકાનો વધારો થયો છે. વૈશ્વિક સ્તરે વધેલા ભાવોની અસર ભારતની આઇટી કંપનીઓને પણ થઇ છે. જેના કારણે કંપની ચલાવવા માટે જરૂર પડે એવા લેપટોપ. સર્વર,મોબાઇલ વગેરેની કિંમત વધી છે. નવો બિઝનેસ શરૂ કરનારે ઓફિસ ખર્ચ માટે જે બજેટ નક્કી કર્યું હોય તેના કરતા બમણું બજેટ થઇ ગયું છે તેની પાછળનું મુખ્ય કારણ ઇન્ફ્રાસ્ટ્રકચરના ભાવોમાં વધારો છે.
જાપાનની હોરીબા કંપનીને સેમિકન્ડકટર ક્ષેત્રે રસ
જાપાનની ૭૩ વર્ષ જુની કંપની હોરીબા ભારતમાં સેમી કન્ડક્ટર ક્ષેત્રે સારી તકો ઉભી થઇ રહી હોવાનું જોઇ રહી છે. ભારતે સેમી કન્ડક્ટર ક્ષેત્રે ચીપનો વેપાર થરૂ કર્યો છે ત્યારથી વિશ્વના સેમી કંડક્ટર ક્ષેત્રનું ધ્યાન ભારત તરફ ખેંચાયું છે. હોરીબા કંપની માને છેકે ભારત સેમી કન્ડક્ટર ક્ષેત્રે વિશ્વ સાથે સ્પર્ધામાં ઉભું રહી શકે એમ છે. તેમ છતાં હોરીબા કંપની માને છે કે સેમિ કન્ડક્ટર ક્ષેત્રે પોતાનો પગદંડો મજબૂત બનાવતા ભારતને થોડી વાર લાગશે. હોરીબા ઇન્ડીયાનો પ્લાંટ પૂણેમાં છે. તાજેતરમાં જાપાનની આ કંપનીએ ૬૬૧.૧૨ અબજ ડોલરની માર્કેટ કેપ હાંસલ કરી છે. હાલમાં કંપની સેમિ કન્ડક્ટર ફેબ્રિકેશન પર ધ્યાન આપી રહી છે.
કર્ણાટકમાં શિવ કુમારના ૧૦૦ દિવસ, ટાર્ગેટ બિઝનેસ
કર્ણાટકના મુખ્યપ્રધાન પદે શપથ લેનાર મુખ્યપ્રધાન ડીકે શિવકુમારને શાસનના ૧૦૦ દિવસ થયા છે. ૧૦૦ દિવસમાં તેમણે નવા રોકાણકારોનો આકર્ષવા અનેક પગલાં લીધા છે. ૨૦૩૭ સુધીમાં રાજયનું અર્થતંત્ર એક ટ્રિલિયન પર પહોંચાડવા તેમણે સંકલ્પ કર્યો છે. એક લાખ સરકારી જોબ, પાંચ નવા શહેરો ઉભા કરવા અને ખાનગી ક્ષેત્રે પાંચ લાખ જોબ ઉભી કરવાનો સંકલ્પ કર્યો છે. તે આગામી ૫૦૦ દિવસમાં દોઢ લાખ કરોડનું રોકાણ મેળવવાના પ્રયાસ કરશે. તેમણે ૧૦૦ દિવસમાં ૪૩,૨૧૪ કરોડના રોકાણો માન્ય કર્યા છે. શિવકુમારે તેમના ૧૦૦ દિવસના શાસનમાં સોથી વધુ ધ્યાન નવા બિઝનેસ અને નવા રોકાણો પર ધ્યાન આપ્યું છે.તે સાચા અર્થમાં બેંગલુરૂને સિલિકોન વેલી બનાવવવા માંગે છે.