Business Plus
બજારની વાત
By GS Team
16 Aug 20263 mins read
ગઇકાલે 15 ઓગષ્ટની ઉજવણી થઇ ગઇ છે. ભારતની આઝાદીને 80 વર્ષ થયા છે. ભારત વિકસીત દેશની યાદીમાં પહોંચવાનું સપનું સેવી રહ્યું છે. સોના-ચાંદીના ઉછળતા ભાવોની સરખામણી ૧૯૪૭ના ભાવો સાથે કરીયે તો આસમાન જમીનનો ફર્ક નજરે પડશે. ૧૯૪૭માં જેણે સોનામાં ૧૦૦૦ રૂપિયા રોક્યા હશે તેની પાસે આજે ૧,૫૧,૫૯૪.૬૮ પૈસા હશે. અહીં ઉલ્લેખનીય છેકે ૧૯૪૭માં સોનાના ભાવ ૮૮.૬૨ પૈસા હતા જે આજે આંઠ દાયકા પછી ૧.૫૧ લાખ પર પહોંચ્યા છે. એટલેકે ૧૯૪૭ પછી સોનાના ભાવમાં ૧૭૧૧ ગણો વધારો થયો છે. એ પણ વિચારો કે ૧૯૪૭ના સમયમાં લગ્ન દરમ્યાન અપાતું સોનું આજે તેમના વારસદારો પાસે હશે અને તેમને તો વધતા સોનાના ભાવ લોટરી લાગી હોય એમ લાગશે.
Summarized by AI; it may make mistakes. Check important info
ગઇકાલે 15 ઓગષ્ટની ઉજવણી થઇ ગઇ છે. ભારતની આઝાદીને 80 વર્ષ થયા છે. ભારત વિકસીત દેશની યાદીમાં પહોંચવાનું સપનું સેવી રહ્યું છે. સોના-ચાંદીના ઉછળતા ભાવોની સરખામણી ૧૯૪૭ના ભાવો સાથે કરીયે તો આસમાન જમીનનો ફર્ક નજરે પડશે. ૧૯૪૭માં જેણે સોનામાં ૧૦૦૦ રૂપિયા રોક્યા હશે તેની પાસે આજે ૧,૫૧,૫૯૪.૬૮ પૈસા હશે. અહીં ઉલ્લેખનીય છેકે ૧૯૪૭માં સોનાના ભાવ ૮૮.૬૨ પૈસા હતા જે આજે આંઠ દાયકા પછી ૧.૫૧ લાખ પર પહોંચ્યા છે. એટલેકે ૧૯૪૭ પછી સોનાના ભાવમાં ૧૭૧૧ ગણો વધારો થયો છે. એ પણ વિચારો કે ૧૯૪૭ના સમયમાં લગ્ન દરમ્યાન અપાતું સોનું આજે તેમના વારસદારો પાસે હશે અને તેમને તો વધતા સોનાના ભાવ લોટરી લાગી હોય એમ લાગશે.
Summarized by AI; it may make mistakes. Check important info

- રૂ.88ના ભાવે 1947માં ખરીદેલું સોનું..
ગઇકાલે 15 ઓગષ્ટની ઉજવણી થઇ ગઇ છે. ભારતની આઝાદીને 80 વર્ષ થયા છે. ભારત વિકસીત દેશની યાદીમાં પહોંચવાનું સપનું સેવી રહ્યું છે. સોના-ચાંદીના ઉછળતા ભાવોની સરખામણી ૧૯૪૭ના ભાવો સાથે કરીયે તો આસમાન જમીનનો ફર્ક નજરે પડશે. ૧૯૪૭માં જેણે સોનામાં ૧૦૦૦ રૂપિયા રોક્યા હશે તેની પાસે આજે ૧,૫૧,૫૯૪.૬૮ પૈસા હશે. અહીં ઉલ્લેખનીય છેકે ૧૯૪૭માં સોનાના ભાવ ૮૮.૬૨ પૈસા હતા જે આજે આંઠ દાયકા પછી ૧.૫૧ લાખ પર પહોંચ્યા છે. એટલેકે ૧૯૪૭ પછી સોનાના ભાવમાં ૧૭૧૧ ગણો વધારો થયો છે. એ પણ વિચારો કે ૧૯૪૭ના સમયમાં લગ્ન દરમ્યાન અપાતું સોનું આજે તેમના વારસદારો પાસે હશે અને તેમને તો વધતા સોનાના ભાવ લોટરી લાગી હોય એમ લાગશે. - કોલ માઇનીંગની આવકમાં ઉછાળો
કોલાસની ખાણના કામો કોલ માઇનીંગ ક્ષેત્રમાં આવે છે. તે માઇનીંગ ક્ષેત્રનો એક ભાગ માત્ર છે.સરકારી સત્તાવાર આંકડા અનુસાર ૨૦૧૪-૧૫માં એટલેકે મોદી સરકારની પહેલી ટર્મમાં માઇનીંગ ક્ષેત્રની આવક ૧૩,૨૫૮ કરોડની હતી. ૨૦૨૪-૨૫માં મોદી સરકારની ત્રીજી ટર્મમાં તે વધીને ૭૧.૦૩૫ કરોડ પર પહોંચી હતી. કોલ સેક્ટરમાં રાજ્યોની આવકમાં ૫૫ ટકા જેટલો વધારો થયો છે. ૨૦૧૪-૧૫માં રાજ્યોની આવક ૧૧, ૯૪૮ કરોડની હતી જે ૨૦૨૪-૨૫માં વધીને ૫૮,૫૯૨ કરોડ પર પહોંચી હતી. - ભારતની પહેલી બ્રાન્ડેડ ટ્રેન ..સ્પ્રાઇટ તેજસ
ભારતની પહેલી પ્રાઇવેટ ટ્રેન તેજસ છે તેની તો બધાને ખબર છે પરંતુ હવે પહેલી બ્રાન્ડેડ ટ્રેન જોવા મળશે. રેલ્વે સત્તાવાળાઓએ જાહેરખબરોના હક સાથે તેજસને સ્પ્રાઇટ તેજસ નામ આપ્યું છે. સ્પ્રાઇટ કંપનીના બ્રાન્ડ વાળી તેજસ છ મહિના દોડાવાશે. ભારતમાં પહેલી બ્રાન્ડેડ ટ્રેન ૧૯ ઓગષ્ટ ૨૦૨૬ થી દોડશે. લખનૌ-દિલ્હી-લખનૌ તેજસ એક્સપ્રેસ સ્પ્રાઇટ તેજસ એક્સપ્રેસ તરીકે દોડશે. છ મહિના સુધી સ્પ્રાઇટ એક્સપ્રેસ ટ્રેનમાંની વિવિધ જાહેરાતો તે લઇ શકશે. IRCTC મારફતે આ પ્રોજક્ટ હાથ ધરાયો છે. આ નવતર આઇડયામાં જાહેરખબર આપવા ઇચ્છતી કંપનીઓ માટે બ્રાન્ડેડ ટ્રેન બહુ ઉપયોગી બની શકશે.
- હોસ્પિટલની કેન્ટીનોમાં પણ એેક્સપાયરી ડેટનો માલ
બેંગલુરૂની ફાઇવ સ્ટાર હોટલ પર ફૂડ કન્ટ્રોલ ડિપાર્ટમેન્ટે દરોડા પાડયા પછી તેમને લોકોના મળેલા ટેકાથી તે લોકો બહુ પ્રોત્સાહીત થયા હતા. હવે તેમણે હોસ્પિટલોની કેન્ટીનોને ટાર્ગેટ બનાવી છે. હોસ્પિટલોની કેન્ટિનમાં ડોક્ટરો તેમજ દર્દીના સગા સંબંધીઓ ભોજન લેતા હોય છે. દર્દીઓને અપાતું જમવાનું પણ કેન્ટીનમાંથી જ જતું હોય છે. સમાન્ય રીતે લોકો એમ માનતા હોય છે કે હોસ્પિટલોની કેન્ટીનમાં જમાવનું શુદ્ધ મળતું હોય છે. જોકે તાજેતરમાં બેંગલુરૂની એક નામાંકીત હોસ્પિટલમાં ફૂડ સ્ફેટીવાળાઓએ દરોડો પાડયો ત્યારે ત્યાં વપરાતી મોટા ભાગની ચીજો ખાસ કરીને રવો, મેંદો, બેકરી પ્રોડક્ટ વગેરે એક્પસાયરી ડેટના વપરાતા હતા. બેંગલુરૂના બી.જી રોડ પર આ હોસ્પિટલ આવેલી છે.
- ભારતમાં ની-રિપ્લેસમેન્ટ સસ્તું
ભારતમાં ની-રિપ્લેસમેન્ટ (ધૂંટણની ઠાંકણી બદલવી)ના ઓપરેશનો બહુ આસાન બનતા જાય છે. તેમાં પણ રોબોટીક સર્જરી આવતા લોકોને રીકવરી પણ વહેલી આવે છે. એપરેશનના બીજા દિવસે દર્દીને હોસ્પિટલો દાદરા ચઢાવે છે. ચાર દિવસમાં તે જાતે બાથરૂમનો ઉપયોગ કરતા થાય છે. લંડનથી ની-રિપ્લેસમેન્ટ મ ાટે આવેલા એક પ્રૌઢે સોશ્યલ નેટવર્ક પર પોતાની આપવિતી લખતાં લખ્યું છે કે યુકેમાં પહેલાં વજન ઉતારવાનું કહેવાય છે . યુકેમાં ની-રિપ્લેસમેન્ટ માટેનો ખર્ચ અંદાજે ૧૮ લાખ રૂપિયા જેટલો આવે છે જ્યારે અમદાવાદમાં તેનો ખર્ચ ૨.૫ લાખ થાય છે. ભારતમાં ની-રિપ્લેસમેન્ટનો ખર્ચ ફિઝિયોથેરાપીની સારવાર સાથે અઢી લાખની ની આસપાસ હોઇ મેડિકલ ટુરિઝમ વધ્યું છે.
- ઇન્સટામાર્ટના નવા સીઇઓ
ફ્લિપકાર્ટના અનુભવી એવા નંદિતા સિંહાને સ્વિગીએ ઇન્સટામાર્ટના સીઇઓની જોબ સોંપી છે. ૩ ઓગષ્ટથી તેમણે અમિતેષ ઝાહના સ્થાને કામ શરૂ કરી દીધું છે. અમેરિકાની ઇકોમર્સ કંપની ક્વિન્સ, ગુગલ, ટાટાના બિગ બાસ્કેટ વગેરેએ પણ નંદિતા સિંહાને ઓફર કરી હતી જોકે તેમણે સ્વિગીના ઇન્સટામાર્ટના સીઇઓ તરીકેની ઓફર સ્વિકારી હતી. ભારતમાં ક્વિક કોમર્સ ક્ષેત્રે શરૂ થયેલી ગળાકાપ હરિફાઇના પગલે ક્રિયેટીવ મનેમજમેન્ટની જરૂર ઉભી થઇ છે. નંદિતા સિંહાને વોલમાર્ટ ગૃપમાં રાખવાના અને તે જોબ ના છોડે તેવા અનેક પ્રયાસો થયા હતા. ફ્લિપકાર્ટ સાથે તે ૧૨ વર્ષથી જોડાયેલા હતા. કોઇ પણ કંપની અનુભવી લોકોને છોડવા તૈયાર નથી હોતી. જોકે નંદિતા સિંહાએ જમ્પ મારવાનું મન મનાવી લીધું હતું.




