Business Plus

બજારની વાત

By GS Team
20 Sep 20264 mins read
TukuTouch Logo
ઝૂમ કોલ પર 900 કર્મચારીઓને છૂટા કરનાર ભારતીય CEO વિશાલ ગર્ગને પણ નોકરીમાંથી કઢાયા છે. નવા મેનેજર ડેનિયલ લેવીસે ન્યૂજર્સી સ્થિત કંપની બેટર હોમ ફાયનાન્સમાં વિશાલની કામગીરી અસંતોષકારક ગણાવી હકાલપટ્ટી કરી. ભારતમાં ચોખાનું ઉત્પાદન 10 મિલિયન મેટ્રિક ટન ઘટવાની શક્યતા છે, જ્યારે આગામી 10 વર્ષમાં 100 નવા એરપોર્ટ બનાવાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

બજારની વાત

900ની જોબ આંચકનારની જોબ પણ ગઇ
2021માં ઝૂમ કોલ પર એક ઝાટકે 900 કર્મચારીઓની નોકરી આંચકી લેનાર ભારતીય સીઇઓ વિશાલ ગર્ગનું નામ તે સમયે બહુ ચગ્યું હતું. સમયનું ચક્ર એવું ચાલ્યું કે વિશાલ ગર્ગનેજ નોકરીમાં થી પાણીચંઉ આપવું પડયું છે. ૨૦૨૧માં ઝૂમ કોલ પર મિટીંગ દરમ્યાન તેમણે ૯૦૦ લોકોને જોબ પરથી દુર કર્યા હતા. તેમની કંપની બેટર હોમ ફાયનાન્સમાં નવા મેનેજર તરીકે ડેનીયલ લેવીસની નિમણૂક થતાં તેમણે પહેલું કામ વિશાલ ગર્ગની હકાલપટ્ટી કરવાનું કર્યું હતું. નવા મનેજર ડેનિયલે કહ્યું હતું કે વિશાલની કામગારી સંતોષકારક નથી. તમારી કામગારી સંતોષકારક નથી એમ કહીને ૯૦૦ની હકાલપટ્ટી કરનારને પણ તેમનું કામ સંતોષકારક નથી એમ કહીને કઢાયા છે.
ન્યુજર્સીની કંપની ભારતમાં 1500 ઓફિસ ખોલશે
અમેરિકા સ્થિત રીયલ એસ્ટેટ ફ્રેન્ચાઇઝી ફર્મ સેન્ચ્યુય્રી ૨૧ ભારતમાં પ્રવેશી રહી છે. તે પ્રથમ તબક્કામાં ૧૨૬ જેટલા સ્થળો પર ફ્રેન્ચાઇઝી ઉભી કરશે અને આગામી પાંચ વર્ષમાં ૧૫૦૦ ઓેફિસ તેમજ ૩૦,૦૦૦ એજન્ટોનું નેટવર્ક તૈયાર કરશે. આ કંપની મૂળ ન્યૂજર્સીની છે અને ૮૨ દેશોમાં તેની ઓફિસો હોવા ઉપરાંત તેના ચાર લાખ જેટલા એજન્ટો છે. કંપનીએ પોતાના ભારત અને યુએઇ ખાતેના બ્રાન્ડ એમ્બેસેડોર તરીકે ભારતના ક્રિકેટર રવિશાસ્ત્રીને નિમ્યા છે. કંપનીના સીઇઓએ કહ્યું છેકે અમે ભારતને ૧૨૬ રીજીયનમાં વહેંચી દીધું છે જેથી માર્કેટીંગ માટેની વ્યૂહ રચના ઘડી શકાય. કંપનીએ તેનો પાંચ વર્ષનો પ્લાન તાયાર કર્યો છે. કંપની ભારતમાં કેટલું રોકાણ કરવા માંગે છે તેની કોઇ સ્પષ્ટતા નથી કરી પરંતુ તે રોજગારીની તક ઉભી કરશે તે નક્કી છે.
ભારતમાં ચોખાના ઉત્પાદનમાં ઘટાડો
વિશ્વમાં સોથી વધુ ચોખાનું ઉત્પાદન કરનાર અને તેની નિકાસ કરનારામાં મોખરે આવતા ભારતમાં આ વખતે તેનું ઉત્પાદન ઓછું થવાનું છે તેની પાછળનું મુખ્ય કરાણ ઓછો વરસાદ છે. વરસાદ લાંબા સમય માટે ખેંચાયો હતો. વરસાદ ખેંચાતા કેટલુંક વાવેતર નિષ્ફળ ગયું હતું. ચોખાનું ઉત્પાદન આ વર્ષે ૧૦ મિલીયન મેટ્રીક ટન ઓછું થવાની સંભાવના છે. જોકે ચોખાનો સ્ટોક મોટા પ્રમાણમાં હોઇ તેની નિકાસને કોઇ વાંધો નહીં આવે એમ મનાય છે. ગયા વર્ર્ષે ચોખાનું ઉત્પાદન ૧૫૪ મિલીયન ટન થયું હતું. જે ઉત્પાદન ઓછું થઇ રહ્યું છે તે ૨૦૦૯-૧૦ પછી પહેલીવાર થયું છે. વરસાદ ખેંચાતા દક્ષિણ અને પૂર્વના કેટલાક રાજ્યોમાં ઉભો પાક નિષ્ફળ ગયો હતો.
ભાડાના મકાનની કિંમતમાં ઉછાળો
ભારતમાં રહેવા માટે ભાડાના મકાનની કિંમતોમાં ઉછાળો આવ્યો છે. લોકો પણ ફ્લેટ લેવાના બદલે ભાડાના મકાનમાં રહેવાનું ઇચ્છે છે. કેટલાક લોકો પોતે ઓછા ભાડાના મકાનમાં રહે છે અને પોતાનો ફ્લેટ ઉંચા ભાડેથી આપી નિયમિત હપ્તા ભરાય તેવું આયોજન કરે છે. કેટલાક શહેરોમાં ભાડાની મકાનની કિંમત વધી છે અને તેની સાથે ભાડામાં પણ વધારો થયો છે. એક અહેવાલ અનુસાર વસાહતી ભાડાનું માર્કેટ ૨૦૨૬ ના અંત સુધીમાં ૭.૫૩ લાખ કરોડને વટાવી શકે છે. ભાડાના મકાનમાં ફર્નીશ્ડ અને સેમી ફર્નીશ્ડની ડિમાન્ડ પણ છે. સેમી ફર્નીશ્ડ મકાન લઇને લોકો તેમાં પોતાની જરૂરયિાત પ્રમાણેનું બાકીનું ફર્નીચર વસાવે છે. ગ્રેટર નોઇડામાં ભાડાના માર્કેટમાં પ્રથમ નંબરે છે જ્યારે દિલ્હી બીજા, કોલક્તા ત્રીજે અને નોઇડા ચોથા નંબરે આવે છે.
ભારતમાં નવા ૧૦૦ એરપોર્ટ ઉભા કરાશે
ઉડાન સ્કીમ હેઠળ આગામી દશ વર્ષમાં ભારતમાં ૧૦૦ એરપોર્ટ ઉભા કરાશે એમ કેન્દ્રના ઉડ્ડયન પ્રધાન રામ મોહન નાઇડૂએ જણાવ્યું છે. પ્રાદેશિક સ્તરે કનેક્ટિવિટી ઉભી કરવાનો પ્લાન ઉડ્ડયન મંત્રાલયે તૈયાર કર્યો છે. તેમણે કહ્યું હતું કે દેશમાં ૨૦૧૪માં ૭૪ એરપોર્ટ હતા જ્યારે આજે ૨૦૨૬માં ૧૬૬ એરપોર્ટ છે તેને સિધ્ધિ કહી શકાય. ઉડાન સ્કીમ હેઠલ સરકારે ઉડ્ડયન ક્ષેત્રે અનેક ફેરફારો કર્યા છે.તેમણે કહ્યું હતું કે ૧૦૦ એરપોર્ટ બનાવવા ૩૦,૦૦૦ કરોડ ફાળવવાની તૈયારી છે. અમદાવાદમા જ્યારે કેન્દ્રીય પ્રધાન નાયડુ ભારતની ત્રીજા હબ એન્ડ સ્પોકનું ઉદ્દધાટન કરવા આવ્યા ત્યારે તેમણે ઉલ્લેખ કર્યો હતો કે વિવિધ શહેરોએ એરપોર્ટ ઉભા કરવાની માંગણી કરી છે.
ઓટીપીને ચેારી લેતા વાઇરસ
ઓટીપીને આપણે સલામત સિસ્ટમ તરીકે જતા આવ્યા છીયે પરંતુ નવો માલવેર નામે મન્ટેેક્સ-ઓટેક્સ ઓટીપીને પણ ચોરી લે છે. સાઇબર ક્રાઇમમાં ડાયરેક્ટ વ્યવહારોના બદલે ઓટીપી જેવી સિસ્ટમથી ટ્રાન્ઝેક્શન સલામત રહે છે એમ જણાવાયું હતું. જેના પગલે દરેક ટ્રાન્ઝેક્શન પહેલાં ઓટીપીનો ઉપયોગ કરાતો હતો. લોકોને પણ તે પસંદ પડી ગયું હતું. પરંતુ સાયબર ક્રિમિનલ દરેક સિસ્ટમમાં છીંડા શોધતા થઇ ગયા છે. નવા એન્ડ્રોઇડ માલવેર વોટ્સએપ અને ટેલિગ્રામ માટે સક્રીય કરાયા છે. જુના ફોન અને જુના વિડિયોમાં પણ તે ગમે ત્યારે પોપએપ થઇને દેખા દે છે. કહે છેકે એપીકે ફાઇલ અને ગુગલ પ્લે મારફતે તેમને પમ્પ અપ કરવામાં આવ્યા છે. એન્ડ્રોઇડના વપરાશકારો માટે મન્ટેક્સ-ઓેટેક્સ ખતરનાક સાબિત થઇ શકે છે.