Business Plus

45 અબજ ડોલરની સંપત્તિ ધરાવનાર અંતે ચીનની જેલમા

By GS Team
30 Aug 20264 mins read
TukuTouch Logo
ચીનના રિયલ એસ્ટેટ ક્ષેત્રના ઉદ્યોગપતિ Xu Jiayin, જેઓ એવરગ્રાન્ડે ગ્રુપના સ્થાપક છે, તેમને હોંગકોંગની કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. 20 ઓગસ્ટ, 2026ના રોજ શેનઝેન કોર્ટે છેતરપિંડી અને ભંડોળના દુરુપયોગ બદલ આ સજા સંભળાવી. કંપનીએ આવક વધારીને દર્શાવી હતી. તેમની 300 બિલિયન ડોલરથી વધુની જવાબદારીઓ હતી. આ કૌભાંડમાં 56 અન્ય લોકોને પણ સજા થઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

45 અબજ ડોલરની સંપત્તિ ધરાવનાર અંતે ચીનની જેલમા

રિયલ એસ્ટેટ એટલે અર્થતંત્રનું એક એવું ક્ષેત્ર કે જેના હાથમાં મંદી અને તેજીનું ત્રાજવું હોય છે. જો રીયલ એસ્ટેટ માં તેજી આવે તો અર્થ તંત્રમાં તેજી અને રિયલ એસ્ટેટ માં મંદી આવે તો અર્થતંત્રમાં મંદી. કારણ રિયલ એસ્ટેટમાં સિમેન્ટ, લોખંડ, રેતી, ઇટ, લાકડું, હાર્ડવેર, સેનેટરી વેર, કલર, ઇન્ટિરિયર આ બધું જ ઘર કે બિલ્ડિંગ શરૂ થાય એ પહેલા વપરાય પછી ફર્નિચર, સુશોભન, કિચન વગેરે વગેરે… આ બધાની સાથે લેબર જોડાયેલ હોય છે. બેંક દ્વારા લોન અપાતી હોય છે. આમ રિયલ એસ્ટેટમાં સમગ્ર અર્થતંત્ર અંદરો અંદર જોડાયેલ હોય છે. ભારત અને ચીન બંનેએ ૯૦ના દસકામાં ગ્લોબલાઇઝેશન અપનાવ્યું. પરંતુ ચાઇના સસલાની ઝડપે આગળ વધ્યું અને આપણે કાચબા ગતિએ આગળ વધ્યા. ચીનનો વિકાસ થતા જ શહેરોમાં રહેણાંકની સમસ્યા ઊભી થઈ. આ સમસ્યા દૂર કરવા માટે લ્લેૈ ણચ રૂચહ (ચીની ભાષામાં ઠે વૈચઐહ) નામનો એક ઉદ્યોગિક સાહસિક મસીહાનો જન્મ થયો.
લ્લેૈ ણચ રૂચહ નો જન્મ ૧૯૫૦ના દાયકાના અંતમાં ચીનના હેનાન પ્રાંતના એક નાનકડા ગામમાં થયો હતો. તેમનો ઉછેર તેમની દાદીએ કર્યો હતો. ૧૯૭૫માં હાઈસ્કૂલ પૂરી કર્યા બાદ તેમણે ખેતરમાં અને સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કર્યું. બીજા પ્રયાસે ૧૯૭૮માં કૉલેજ પ્રવેશ પરીક્ષા પાસ કરીને તેમણે વુહાન આયર્ન એન્ડ સ્ટીલ ઇન્સ્ટિટયૂટમાં ધાતુશાસ્ત્રનો અભ્યાસ કર્યો, જે સ્કોલરશિપ અને સરકારી સહાયના આધારે શક્ય બન્યું. ૧૯૯૬માં તેમણે એવરગ્રાન્ડે ગુ્રપની સ્થાપના કરી, અને આગામી બે દાયકામાં આ કંપની ચીનની સૌથી મોટી રિયલ એસ્ટેટ ડેવલપર બની ગઈ.
કંપની પાસે ૨૮૦થી વધુ શહેરોમાં હજારો પ્રોજેક્ટ્સ હતા, પોતાની ફૂટબોલ ટીમ પણ હતી, અને એક સમયે ૧.૨ લાખથી વધુ કર્મચારીઓ કામ કરતા હતા. પરંતુ આ ઝડપી વિકાસ પાછળ એક ખતરનાક રમત ચાલી રહી હતી. એવરગ્રાન્ડે એ બેંકો, આંતરરાષ્ટ્રીય બોન્ડ માર્કેટ અને પોતાના જ કર્મચારીઓ પાસેથી ભારે માત્રામાં ઉધાર લઈને વિસ્તરણ કર્યું. મકાન બને તે પહેલાં તેના પર લોન મેળવી આપે. એજ મકાનને પાછું વેચીને નફો કરી આપે. આમ આભાસી નફો ઊભો કરીને લોનનું ખૂબ જ મોટું ચક્કર ઉભું કર્યું. પરંતુ અમે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે અમારા આર્ટિકલ્સને કહીએ કે એકાઉન્ટમાં 'પાઘડીનો વળ છેડે આવે જ' આ કાઠિયાવાડી કહેવત મુજબ ભૂલ અંતે તો ખબર પડે જ. આ જ વાત એવરગ્રાન્ડે ગૃપને પણ લાગુ પડી જ. ૨૦૨૦માં ચીની સરકારે રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં અતિશય ઉધારી પર લગામ કસવા માટે કડક નિયમો લાગુ કર્યા, જેને 'થ્રી રેડ લાઈન્સ' કહેવામાં આવે છે. આ પગલાએ એવરગ્રાન્ડેના નાણાકીય માળખાને હચમચાવી નાખ્યું. ૨૦૨૧માં કંપની બોન્ડ પેમેન્ટ ચૂકવવામાં નિષ્ફળ ગઈ, જેનાથી વૈશ્વિક રોકાણકારોમાં ગભરાટ ફેલાયો અને ચીનના સમગ્ર રિયલ એસ્ટેટ ક્ષેત્રની નાણાકીય તંદુરસ્તી પર સવાલો ઊભા થયા. કંપની પર ઇં૩૦૦ બિલિયનથી વધુની જવાબદારીઓ હતી. પુનર્ગઠનના પ્રયાસો નિષ્ફળ રહ્યા, અને અંતે જાન્યુઆરી ૨૦૨૪માં હોંગકોંગની કોર્ટે કંપનીને લિક્વિડેશનનો આદેશ આપ્યો. તપાસમાં તો એવું પણ બહાર આવ્યું કે એવરગ્રાન્ડેએ પોતાની નાણાકીય સ્થિતિ સાથે વ્યાપક છેડછાડ કરી હતી. કંપનીએ મકાનોના બાંધકામ અને ડિલિવરી પહેલાં જ વેચાણની આવક ચોપડે નોંધી દીધી હતી. ચીનની સિક્યુરિટીઝ રેગ્યુલેટરી કમિશને શોધી કાઢયું કે ૨૦૧૯ અને ૨૦૨૦ દરમિયાન કંપનીએ પોતાની આવક લગભગ ઇં૮૦ બિલિયન જેટલી વધારીને દર્શાવી હતી. આ કૌભાંડ માટે લ્લેૈ ણચ રૂચહને ૨૦૨૩ના અંતમાં કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. એપ્રિલ ૨૦૨૬માં તેમણે છેતરપિંડી અને ભંડોળના દુરુપયોગ સહિતના અનેક આરોપોમાં પોતાનો ગુનો કબૂલ કર્યો. ૨૦ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ, શેનઝેન ઇન્ટરમીડિયેટ પીપલ્સ કોર્ટે લ્લેૈ ણચ રૂચહને છેતરપિંડી અને લાંચ સહિતના ગુનાઓ માટે આજીવન કેદની સજા ફટકારી. કોર્ટે જણાવ્યું કે 'સામેલ રકમ અસાધારણ રીતે વિશાળ છે, પરિસ્થિતિ ખાસ કરીને ગંભીર છે, અને અસાધારણ ભારે આર્થિક નુકસાન થયું છે.' તેમની તમામ અંગત સંપત્તિ જપ્ત કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો.
આ સાથે જ કંપની અને તેના એકમને કુલ મળીને ઇં૨.૩ બિલિયનથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો. લ્લેૈ ણચ રૂચહના બે પુત્રો, ઠે ્ીહયરી અને ઠે ઢરૈલૈચહ સહિત ૫૬ અન્ય લોકોને પણ ૨૨ મહિનાથી ૧૮ વર્ષ સુધીની સજા સંભળાવવામાં આવી. હોંગકોંગમાં કંપનીના લિક્વિડેટર્સ પણ લ્લેૈના પરિવાર અને અન્ય અધિકારીઓ પાસેથી ઇં૬ બિલિયનની વસૂલાત માટે કાનૂની કાર્યવાહી કરી રહ્યા છે.
ચીનના રિયલ એસ્ટેટ ક્ષેત્રનો ઇતિહાસ જ્યારે પણ લખાશે, ત્યારે લ્લેૈ ણચ રૂચહ (ચીની ભાષામાં ઠે વૈચઐહ) નું નામ સૌથી મોટા ઉદય અને સૌથી કરૂણ પતનની કહાણી તરીકે યાદ રહેશે. એક સમયે એશિયાના સૌથી ધનિક વ્યક્તિઓમાં ગણાતા આ ઉદ્યોગપતિ, જેમની સંપત્તિ પોતાના શિખર પર ઇં૪૫ બિલિયનથી વધુ પહોંચી હતી, આજે ચીનની જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે. એક ગામડાના ગરીબ છોકરાથી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ સુધી, અને ત્યાંથી જેલની કોટડી સુધીની આ સફર, અતિ મહત્વાકાંક્ષા અને અનિયંત્રિત ઉધારીના જોખમોની એક ચેતવણી રૂપ કથા બની રહેશે.