For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ગરમીથી બચવા ટોપી તૈયાર રાખજો

Updated: Apr 28th, 2024

ગરમીથી બચવા ટોપી તૈયાર રાખજો

ભારતમાં આ વર્ષે રેકોર્ડ બ્રેક ગરમી પડવાની છે માટે તેનાથી બચવા માથે પહેરવાની ટોપી તૈયાર રાખજો. ભારતનું હવામાન ખાતું કહે છે કે આ વખતે ગરમીમાં ગયા વર્ષ કરતાં બે થી ત્રણ ડિગ્રી વધુ ગરમી પડી શકે છે. પ.બંગાળ અને ઓડિસામાં થોડા દિવસોમાં  અંતે રેડ એલર્ટ જાહેર કરાશે.  દેશના દક્ષિણના રાજ્યોમાં સખત્ત ગરમી પડશે. જ્યારે હિમાલયના પશ્ચિમ વિસ્તારોમાં મહિનાના  અંતમાં વરસાદની શક્યતા રહેલી છે.

Article Content Image

લિંડાની ગર્ભમાં રહેલી દીકરી ડાયમંડ માંગતી...

મૂળ અમેરિકાની પણ પોતાના પતિ સાથે દુબઈમાં રહેતી લિંડા એન્ડ્રેેડ નામની યુવતીએ હમણાં દીકરીને જન્મ આપ્યો. લિંડાએ પ્રેગનન્સીના અનુભવ અંગેનો વીડિયો મૂક્યો તેમાં કરેલા દાવાઓના કારણે લિંડાની ભારે મજાક ઉડી રહી છે. લિંડામાં કોમન સેન્સ નથી એવી કોમેન્ટ્સ થઈ રહી છે. 

લિંડાએ દાવો કર્યો છે કે, તેની દીકરી પેટમાં હતી ત્યારે મારી દીકરીએ લાત મારી મારીને મારી પાસે હીરાની માંગ કરી હતી. મારા પતિ રિકીએ હીરા ના અપાવ્યા ત્યાં સુધી તે મને લાતો મારતી જ રહી. હું ઘરમાં હતી ત્યારે પણ તે મને સતત લાતો મારતી. હું રિકિ સાથે માલદીવ્સ ફરવા ગઈ પછી જ તે બંધ થઈ હતી. લિંડાએ આ રીતે દીકરીએ બીજું શું શું માગીને લીધું તેની વાતો વીડિયોમાં કહી છે. લિંડા પ્રેગનન્સી દરમિયાન ફાઈવ સ્ટાર હોટલમાં જ રહેતી હતી.

Article Content Image

HCL Tech લેશે ૧૦,૦૦૦ ફ્રેશર્સ

HCL  ટેકનોલોજીએ ૧૦,૦૦૦ ફ્રેશર્સ લેવા તૈયારી કરી છે. કંપની કોલેજ કેમ્પસમાંથી ૨૦૨૫ માટે પસંદગી કરશે. ૨૦૨૪માં કંપની કુલ ૧૨,૧૪૧ ફ્રેશર ઉમેરવા માંગે છે. કંપની ફ્રેશરને તૈયાર કરીને પછી તેમાંથી પસંદગી કરે છે. કોલેજ કેમ્પસમાંથી ફ્રેશરને લઇને કંપની બહુ ઉત્સુક છે એમ  ફ્રેશર્સ પણ તકની રાહ જોઇને બેઠા છે.

Article Content Image

રેલ્વેમાં ઉનાળો ભરચક ઃ ૪૧ કરોડ પ્રવાસી

ભારતીય રેલ્વેમાં ઉનાળાનો સમયગાળો ભરચક ગયો છે. ૧થી ૨૧ એપ્રિલ દરમ્યાન ૪૧ કરોડ પ્રવાસીઓે રેલ્વેનો ઉપયોગ કર્યો છે. છેલ્લા અઠવાડિયામાં ૧૩.૬૯ કરોડ પ્રવાસીએાએ રેલ્વેનો ઉપયોગ કર્યો છે. ગયા વર્ષ કરતાં ૪૩ ટકા વધુ ટ્રેન દોડાવીને પ્રવાસીઓને રાહત અપાઇ હતી. વેકેશન અને વિવિધ તહેવારોના કારણે રેલ્વે માટે ઉનાળો ભરચક ગયો હતો.

Article Content Image

મોટા વેપારીઓ માટે પેમેન્ટ ટર્મિનલ

ફિનટેક ક્ષેત્રની કંપની ક્રેડ મોટા વેપારીઓ માટે પેમેન્ટ (ચેકઆઉટ) ટર્મિનલ શરૂ કરશે.  આ ટર્મિનલ્સ સુપરમાર્કેટ,  રેસ્ટોરેન્ટ, સલુન્સ, ફેશન અને અન્ય છૂટક વ્યવસાયો જેવા ક્ષેત્રો માટે લાવવામાં આવશે.  કંપનીએ આ ઉપકરણોનું પરીક્ષણ કર્યું છે.આ ટર્મિનલ્સ વિવિધ કદમાં ઉપલબ્ધ હશે.  આ પોકેટ-કદના ઉપકરણોથી લઈને કિઓસક સુધીના કદમાં હશે.  આ સાધનો વેપારીઓને વપરાશકર્તાઓ, કાર્ડ્સ અને વ્યવહારોમાં પસંદગીયુક્ત પ્રમોશન ઓફર કરવાની મંજૂરી આપશે.  આ ઉપકરણો ઇન્ટરઓપરેબલ હશે અને UPI વપરાશકર્તાઓ કોઈપણ એપ્લિકેશનનો ઉપયોગ કરીને આ ટર્મિનલ્સ પર ચુકવણી કરી શકે છે.  ફેશન અને ડાઇનિંગ કેટેગરીના મોટા વ્યવસાયો ક્રેડ ડાયનેમિક QR (ક્વિક રિસ્પોન્સ) ઉપકરણો માટે અરજી કરી શકે છે.  આ ઉપકરણોના ઓપરેટરો પાઈન લેબ્સ અને રેઝરપે પીઓએસ છે.  આ ડિવાઈસ માર્કેટમાં આવ્યા બાદ આ કેટેગરીના અન્ય દિગ્ગજોને પડકાર આપશે. બે મોટી ફિનટેક કંપનીઓ ભારત પે અને પેટીએમ દ્વારા સાઉન્ડ બોક્સ લોન્ચ થયાના થોડા દિવસો બાદ  આ જાહેરાત કરાઈ છે.

બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું અપડેટ

મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પુરો થવાની તારીખનો આધાર તેના  તમામ ટેન્ડરો આપી દેવાય તે પર આધારીત છે એમ એક આરટીઆઇમાં જણાવાયું છે. મહારાષ્ટ્રમાં પ્રોજેક્ટ માટે મોટા ભાગની જમીન મેળવી લેવાઇ છે. ૫૦૮ કિલોમીટર લાંબી બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ માટે કેટલાક સ્ટેશનો તૈયાર થઇ રહ્યા છે અને કેટલાક બ્રિજનું કામ પણ હજુ બાકી બોલે છે.

લકઝરી સ્પોર્ટ ટુરીઝમ

ભારતના લોકોને હવે ટુરીસ્ટ સ્પોટ જોવાના બદલે સ્પોર્ટ જોવા વિદેશ જવું વધુ ગમે છે. ભારતના લોકો વિમ્બલડન મેચો જોવા જઇ રહ્યા છે. ક્રિકેટની મેચ જોવા તો ભારતીયો વિદેશ જાય છે તે હવે નવી વાત નથી રહી પરંતુ ફૂટબોલની મેચો જોવા પણ ભારતીયો  વિદેશ જઇ રહ્યા છે એમ સ્કીઇંગની મેચોે જોવા પણ જઇ રહ્યા છે. લકઝરી સ્પોર્ટનું ટુરીઝમમાં ૨૦૦ ટકાનો વધારો થવા જઇ રહ્યો છે.


Gujarat