For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મોર્ડન ડિસીનફેકટન્ટમાં વપરાતા રસાયણો અંગેની માહિતી

Updated: Jan 22nd, 2023

Article Content Image

- ઔદ્યોગિક માર્ગદર્શન - ધીરૂ પારેખ

આપણા ભારતમાં મોર્ડન ડિસીનફેકટન્ટમાં વપરાતા કાચા રસાયણો કોલટાર ઈન્ડસ્ટ્રીઝ ફ્રેક્શન અને ડીસ્ટીલેશન પ્લાન્ટ ધ્વારા ઉત્પાદન કરે છે. તેમાં ફીનોલ, ક્રિઓસોટ, મોનોકલોરોફીનોલ, હાઈબોઈલીંગ ટાર એસિડ, કલોરો ઝાઈલીનોલ જેવા રસાયણનો સમાવેશ થાય છે.

ક્રિઓસોટ ઓઈલ :- ક્રિઓસોટ ઓઈલનો ઉપયોગ ડિસીનફેકટન્ટ કલીનર બનાવવા માટે થાય છે. તેનું કાર્બોનાઈઝેસન લો-ટેમ્પ્રેસરે કરવામાં આવે છે ક્રિઓસોટ ઓઈલને સોય સોલ્યુસન સાથે રીએક્ટ કરવાથી વાઈટ ઈમલશન બને છે. ક્રિઓસોટમાં ફીનોલ કન્ટેઈન ૧૫ થી ૨૦, ૨૦ થી ૨૫, અને ૨૫ થી ૩૦ ટકા સુધીનું હોય છે. ડિસીનફેકટન્ટ માટે વપરાતું ક્રિઓસોટ ઓઈલ નેપ્થા ફ્રી હોવું જરૂરી હોય છે.

ફીનોલ :- મોર્ડન ડીસ્ટીલેશન મેથડ ફીનોલીક ફ્રેકશન હાઈ-ડીગ્રી પ્યોરીટીએ ફીનોલને ઉત્પાદન કરવામાં આવે છે. જેમાં ઓરથોક્રિસોલ અને મિક્સ પારાક્રિસોલ, હાય-બોઈલીંગ ઝાઈલીનોલ અને ઈથાઈલ સબસીટયૂટ ફીનોલ કન્ટેઈન હોય છે.

મર્કયુરિક કંમ્પાઉન્ડ :- હાઈ-કોફીસિયન્ટ મેળવવા માટે મર્કયુરિક કલોરાઈડ, ફીન:ઈલ-મર્કયુરિક બોરેટ જેવા મર્કયુરિક કંમ્પાઉન્ડ વાપરવામાં આવે છે. પરંતુ મર્કયુરિક કંમ્પાઉન્ડ વાપરવા પર પ્રતિબંધ છે. તેના સબટીટયુટ તરીકે કલોરો ઝાઈલીનોલ અથવા મોનોક્લોરોફીનોલ વાપરવામાં આવે છે.

કલોરો ઝાઈલીનોલ :- હાઈ-કોફીસિયન્ટ આર.ડબલ્યુ.સી ક્લોરો ઝાઈલીનોલ બ્લેક ફલ્યુડ બનાવવા આવે છે. જેમાં કલર, સ્મેલ અને જરમીસીડોલ વેલ્યુ ઉચી આવે છે. 

જેથી હાઈ-કોફીસીયન્ટ બ્લેક ફલ્યુડ બનાવવા માટે ક્લોરીનેટ ઝાઈલીનોલ ઉપયોગ કરવામાં આવે છે. તેની આર.ડબલ્યુ.સી. વેલ્યુ ૧૮ થી ૨૦ આવે છે. જે વધારે ગર્વમેન્ટ સપ્લાયમાં જાય છે.

હાઉસ હોલ્ડ બ્લેક-ફલ્યુડડિસીન ફેકટન્ટમાં મોનો-કલોરફીનોલ વાપરવામાં આવે છે. મોનો-કલોરોફીનોલ એક જાતનું ક્લોરિનેટેડ રસાયણ છે. 

મોનો-કલોરોફીનોલ :- આ રસાયણ એક હોરીઝીનલ બોઈલીંગ ટાર એસિડ, કન્ટેઈનીં ગ પોલીહાઈડ્રીંક ફીનોલ છે. જે ડિસીનફેકટન્ટ ફલ્યુડને સફેદ ઈમલશન આપે છે. જે અતિ જલનસીલ રસાયણ છે.

ડીઓડોસઈઝ-

કેરોસિન :- આ કેરોસિન ઈન્ડસ્ટ્રીયલ ગ્રેડ હોય છે. જે માત્ર ઈન્ડસ્ટ્રીઝ ઉપયોગ માટે ઉપલબ્ધ હોય છે. જે સ્મેલ વગરનું ડીઓડોરાઈઝ કરેલ હોય છે. હાઉસ-હોલ્ડ વપરાશ માટે અપાતું કેરોસિન ઈન્ડસ્ટ્રીઝ યુઝ માટે પ્રતિબંધ છે. જે કાયદાકીય ગુનો બને છે. બ્લેક-ફલ્યુડમાં કેરોસિનનો વપરાશ કલીનીંગ પ્રોપર્ટી તેમજ ઈમલશનને વાઈટ બનાવવા માટે થાય છે.

કેસ્ટર ઓઈલ :- બ્લેક-ફલ્યુડમાં કેસ્ટર ઓઈલનો ઉપયોગ સોપ સોલ્યુસન બનાવવા માટે થાય છે. કેસ્ટર ઓઈલનો સેપોનિફીકેશન વેલ્યું ૧૭૮, અને આયોડિન વેલ્યુ ૮૫ હોય છે. કેસ્ટર ઓઈલને કેસ્ટર બીન સીડઝમાંથી મેળવવામાં આવે છે. કેસ્ટર ઓઈલને આલકલી સાથે રીએક્ટ કરી સોપ સોલ્યુસન બનાવવામાં આવે છે.

કોસ્ટીક સોડા :- સોડિયમ હાઈડ્રોકસાઈડ એક આલકલી છે. જે કોરોસીન તેમજ સ્કીન ટીચ્યુને નુકસાન પહોચાડે છે.

બ્લેક-ડીસીન ફેકટન્ટ ફલ્યુડ કી - ઈનગ્રેડીએન્ટ :- કેસ્ટર ઓઈલ, કોસ્ટીક સોડા, કેરોસિન, ક્રિઓસોટ ઓઈલ, મોનો-કલોરોફીનોલ, ડી એમ વોટર વિગેરેથી બ્લેક ફલ્યુડ બનાવી શકાય છે.

ધ ઈન્ડસ્ટ્રીઝ :- ધ લાઈસન્સ અંડર ધ ઈન્ડસ્ટ્રીઝ એક્ટ એન્ડ ક્લીયરન્સ, ફોમ ફુડ એન્ડ ડ્રગ ઓથોરીટીઝ જરૂરી બને છે.

નોધ :- ધ ફોર્મ્યુલા પ્રિસ્ક્રાઈબ્ડ બાય ઈન્ડીયન નેશનલ ફ્રુડ એન્ડ ડ્રગ ઓરગેનાઈઝેશનના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પ્રમાણે જ બનાવી શકાય છે.

ખાસ નોંધ :- રેડિયલ વોકર કોફીસિયન્ટ, આર.ડબલ્યુ.સી. જે ફાર્મા કોપીઓ વેલીડ ચિહ્ન છે.

ચેતવણી :- મોનોકલોરોફીનોલ હેઝાર્ડસ રસાયણ હોય, સાવચેતી જરૂરી બને છે.


Gujarat