Business Plus

એડવોકેટની કામગીરી પર લાગતા જીએસટીને લગતા દિલ્હી હાઇકોર્ટના તાજેતરના ચુકાદાની મહત્વની વિગતો

By GS Team
13 Sep 20265 mins read
TukuTouch Logo
દિલ્હી હાઈકોર્ટે 'કંવલ ચૌધરી વિ. આઇબીસી' કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો છે. એડવોકેટ તરીકે નોંધાયેલા વ્યક્તિઓ જ્યારે ઇન્સોલ્વન્સી પ્રોફેશનલ (IP) તરીકે સેવાઓ આપે છે, ત્યારે તેઓએ GST ફોરવર્ડ ચાર્જ મિકેનિઝમ (FCM) હેઠળ ભરવાનો રહેશે. આથી, આવા એડવોકેટ્સને GST રજીસ્ટ્રેશન લેવું પડશે. જોકે, અન્ય કાયદાકીય સેવાઓ માટે રિવર્સ ચાર્જ મિકેનિઝમ (RCM) યથાવત રહેશે.

Summarized by AI; it may make mistakes. Check important info

એડવોકેટની કામગીરી પર લાગતા જીએસટીને લગતા દિલ્હી હાઇકોર્ટના તાજેતરના ચુકાદાની મહત્વની વિગતો
  • GST નું A to Z - હર્ષ કિશોર
    Insolvency and Bankruptcy Code (IBC)-2016 હેઠળ 'ઇનટ્રીમ રીઝોલ્યુશન પ્રોફેશનલ' (IRP) કે રીઝોલ્યુશન પ્રોફેશનલ (RP) નો બહુ મહત્વનો રોલ રહેલો છે અને રેગ્યુલેટર તરીકે કામ કરતા Insolvency and Bankruptcy Board of India એટલે કે IBBI (Insolvency Professionals) Regulations, 2016 મુજબ એડવોકેટ પણ દસ વર્ષના અનુભવ પછી રિઝર્વેશન પ્રોફેશનલ તરીકે કામગીરી કરી શકે છે. પ્રશ્ન એ છે કે આવા એડવોકેટે જીએસટીની જવાબદારી કઈ રીતે અદા કરવાની (આરસીએમ મુજબ કે એસીએમ મુજબ). તાજેતરના દિલ્હી હાઇકોર્ટના ''કંવલ ચૌધરી વિ. આઇબીસી''ની રીટ પીટીશન (C) ક્ર: 9410/2021, તારીખ 13.8.2026 ના લેટેસ્ટ ચુકાદાની મહત્વની વિગતો જાણીએ.
    આ કેસમાં એડવોકેટ દ્વારા આઇ.બી.બી.આઇ. ના તારીખ ૯ માર્ચ ૨૦૨૧ ના આદેશને પડકારવામાં આવેલ હતો, જેમાંIBBI દ્વારા જણાવવામાં આવેલ કે ઇન્સોલ્વન્સી અને રીસીવરશીપને લગતી સેવાઓ જીએસટીના 'રિવર્સ ચાર્જ મિકેનીઝમ' ના જાહેરનામામાં કવર થતી ન હો 'ઇન્સોલ્વન્સી પ્રોફેશનલ' તરીકે કામ કરતા એડવોકેટએ 'ફોરવર્ડ ચાર્જ મિકેનિઝમ' મુજબ જીએસટી ભરવાનો થાય.
    પીટીશનર કંવલ ચૌધરી બાર કાઉન્સિલ ઓફ દિલ્હીમાં એડવોકેટ તરીકે રજીસ્ટ્રેશન ધરાવે છે અને વર્ષ ૧૯૯૫ થી પ્રેક્ટિસ કરે છે. તેઓશ્રીએ IBC ના કાયદા હેઠળ ઠરાવેલ પરીક્ષા પાસ કરેલ અને ૨૭ જુલાઈ ૨૦૧૭ થી 'ઇન્સોલ્વન્સી પ્રોફેશનલ' તરીકે નોંધાયેલ છે.
    તારીખ ૧૩ ડિસેમ્બર, ૨૦૧૮ ના રોજ શભન્ ની દિલ્હી બેન્ચ દ્વારા વર્ક સ્પેસ કન્સલ્ટિંગ પ્રાઇવેટ લિમિટેડના કેસ ક્ર: ભઁ(ૈંમ્)- ૪૦૮/૨૦૧૮ માં IBC ની કલમ ૯ મુજબ અરજી એડમિટ કરવામાં આવેલ અને પીટીશનરને ઈન્ટ્રીમ રિઝોલ્યુશન પ્રોફેશનલ તરીકે નુકસાનીમાં ગયેલ 'આઈરો ફાઈવરિવર પ્રાઇવેટ લિમિટેડ' માટે નિમણૂક આપવામાં આવેલ હતી.
    પીટીશનરી દ્વારા આ કેપેસિટીમાં ૧૩ ઓગસ્ટ, ૨૦૧૯ અને ૩૧ ઓક્ટોબર, ૨૦૧૯ ના રોજ પોતે IRP તરીકે કરેલ કામગીરી પેટે કોર્પોરેટ ડેટર ઉપર રૃ સીત્યોત્તેર લાખ જેટલી રકમના ઇન્વોઇસ ઈશ્યુ કરવામાં આવેલ હતાં. બાદમાં તેમના સ્થાને કમિટી ઓફ ક્રેડીટર્સ દ્વારા અન્ય વ્યક્તિની (RP) તરીકે નિમણૂક થયેલ હતી. ઉક્ત બે ઇન્વોઇસનું પેમેન્ટ ન થતા પીટીશનરશ્રીએ શભન્ માં બે અરજી કરેલ હતી: ક્ર: ભછ ૪૩૦/શઘ/૨૦૧૯ અને ભછ ૧૨૬૮/શઘ/૨૦૨૦.
    સુનાવણી દરમિયાન શભન્ દ્વારા નવા 'રિઝોલ્યુશન પ્રોફેશનલને પીટીશનરશ્રીના ઇન્વોઇસ ચકાસવાનું જણાવવામાં આવેલ અને તેથી રિઝોલ્યુશન પ્રોફેશનલ દ્વારા પીટીશનરશ્રીને જીએસટીને અનુરૃપ ઇન્વોઇસ રજૂ કરવા જણાવવામાં આવેલ હતું.
    પીટીશનર દ્વારા આના પ્રત્યુતરમાં જીએસટીના જાહેરનામા ક્રમાંક ૧૨/૨૦૧૭ તારીખ ૨૮. ૬. ૨૦૧૭ અને જાહેરનામા ક્રમાંક ૧૩/૨૦૧૭ તારીખ ૨૮.૬.૨૦૧૭ નો આધાર લઈને જણાવવામાં આવેલ કે જીએસટી કાયદાની જોગવાઈઓ મુજબ લીગલ સર્વીસીસના અનુસંધાને આરસીએમ મુજબ વેરો લાગે તેથી અમારી કક્ષાએથી વેરા સાથેના બિલ આપી શકાય નહીં.
    શભન્ એ પોતાના તારીખ ૭ ઓક્ટોબર ૨૦૨૦ ના આદેશમાં આ કેસમાં રૃ પચ્ચાસ લાખ જેટલી બાકી રકમની ચુકવણી કરવા જણાવેલ તેમજ જીએસટી કઈ રીતે ભરવાનો થાય તે માટે રેગ્યુલેટર એવાIBBI ને મેટર રીફર કરેલ હતી. જેના અનુસંધાને નવમી માર્ચ ૨૦૨૧ ના રોજ આઇબીબીઆઇ દ્વારા ચકાસણીના અંતે સ્પષ્ટતા બહાર પાડતો આદેશ પસાર કરવામાં આવેલ હતો અને તેનાથી નારાજ થઈને પીટીશનરશ્રી રીટ દાખલ કરેલ હતી.
    નામદાર કોર્ટ સમક્ષ પીટીશનરશ્રીએ રજૂઆત કરતા જણાવેલ કે જે એડવોકેટ બાર કાઉન્સિલ સમક્ષ રજીસ્ટ્રેશન ધરાવતા હોય તેઓને લીગલ સર્વિસીસ માટે રિવર્સ ચાર્જ મિકેનિઝમ મુજબ વેરો ભરવાનો થાય ભલે સીએ/સીએસ જેવા અન્ય 'ઇન્સોલ્વન્સી પ્રોફેશનલ'ને IBC હેઠળની સેવાઓ માટે ફોરવર્ડ ચાર્જ મિકેનિઝમ મુજબ વેરો ભરવાનો થાય. આવા કિસ્સામાં અમારા જેવા એડવોકેટને જીએસટી રજીસ્ટ્રેશન લેવાની જરૃર રહે નહીં તેમજ રિવર્સ ચાર્જ મિકેનિઝમ મુજબ વેરો ભરવાનો થતો હોઈ સેવા મેળવનારે વેરો ભરવાનો થાય, આપના૨ે નહીં. અમારા જેવા એડવોકેટને અન્ય એડવોકેટ દ્વારા લીગલ સર્વિસીસ સામે અદા કરવામાં આવતી જીએસટીની જવાબદારીથી જુદી ટ્રીટમેન્ટ આપવામાં આવે તો તે ભેદભાવ ભર્યું ગણાય.
    લીગલ સર્વિસીસમાં તમામ પ્રકારની કાયદાકીય સેવાઓ આવી જાય, પછી તે ગમે તે બ્રાન્ચ હોય. ઉપરાંત IBC ના કાયદા હેઠળ લેવામાં આવતી પરીક્ષા જેના થકી અમો 'ઇન્સોલ્વન્સી પ્રોફેશનલ' પાત્ર બનીને 'ઇન્સોલ્વન્સી પ્રોફેશનલ' તરીકે કામ કરી શકીએ તેના સિલેબસમાં પણ મોટાભાગના વિષયો કાયદા, રેગ્યુલેશન્સ અને નિયમોને લગતા હોય છે.
    આમ, બાર કાઉન્સિલ સમક્ષ નોંધાયેલ એડવોકેટ જ્યારે ઇન્સોલ્વન્સી પ્રોફેશનલ' તરીકે લીગલ સેવાઓ આપે છે ત્યારે તેઓને જીએસટીનું રજીસ્ટ્રેશન લઇને ફોરવર્ડ ચાર્જ મિકેનિઝમ મુજબ વેરો ભરવાનું કહી શકાય નહીં.IBBI દ્વારા જેનો આધાર લેવામાં આવેલ છે તે 'ઇન્સોલ્વન્સી એન્ડ રીસીવરશીપ સર્વિસીસ'નું જુદુ વર્ગીકરણ નોટિફિકેશનની ભાષાને અનુરૃપ નથી અને હેડિંગ ૯૯૮૨૪૧ હેઠળ આપવામાં આવેલ એક્સપ્લેનેટરી નોટ પણ અધૂરી છે કારણ કે તેમાં સલાહ, ઓપરેશનલ આસિસ્ટન્સ અને બેન્કરપ્સીના કિસ્સામાં રીસીવર કે ટ્રસ્ટી તરીકેની કામગીરીનો સમાવેશ થાય છે પરંતુ ઇન્સોલ્વન્સી પ્રોફેશનલની વિશેષ કામગીરીનો તેમાં ઉલ્લેખ કરવામાં આવેલ નથી.
    બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના રુલ્સ મુજબ એડવોકેટ માત્ર લીગલ સર્વીસીસ પ્રોવાઇડ કરી શકે છે તે સિવાય અન્ય કોઈ વ્યવસાય કરી શકતા નથી. આ મતલબના પ્રતિબંધ 'બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા રુલ્સ'ના સેકશન ફૈંૈં ૅચિા ફૈં અને ચેપ્ટર ૈંૈં હેઠળ આપવામાં આવેલ છે. ઉપરાંત IBC હેઠળ 'ઇન્સોલ્વન્સી પ્રોફેશનલ' તરીકે સેવા પૂરી પાડવા માટે બાર કાઉન્સિલનું એડવોકેટ તરીકેનું એનરોલમેન્ટ ફરજિયાત છે.
    એડવોકેટ એકટ-૧૯૬૧ અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા રુલ્સ મુજબ એક એડવોકેટ માત્ર લીગલ ફેરવીસીસ પૂરી પાડી શકતા હોય છે. જો 'ઇન્સોલ્વન્સી પ્રોફેશનલ' ની સર્વિસીસને લીગલ સર્વીસીસ ન ગણવામાં આવે તો આવા લોકોનું એડવોકેટ તરીકેનું એનરોલમેન્ટ સસ્પેન્ડ કરવું પડે. તેથી જીએસટીના જાહેરનામા અને આઇબીસીની જોગવાઈઓનું એવું કોઈ પણ અર્થઘટન ન કરવું જોઈએ જેથી એડવોકેટનું એનરોલમેન્ટ સસ્પેન્ડ કરવાનું થાય.
    જીએસટી ડિપાર્ટમેન્ટ વતી રજૂઆત-જ્યારે કોઈ એડવોકેટ 'ઇન્સોલ્વન્સી પ્રોફેશનલ' તરીકે કામ કરે છે ત્યારે તેને IBC-૨૦૧૬ ની જોગવાઈઓ લાગુ પડે છે. તેવા સમયે તેમને બાર કાઉન્સિલના નિયમો લાગુ ન પડે. જીએસટી હેઠળ વેરાની જવાબદારી પૂરી પાડવામાં આવેલ સેવાઓના અનુસંધાને નક્કી કરવામાં આવે છે અને નહીં કે પૂરી પાડનારની ઓળખ કે સ્ટેટસના આધારે. જ્યારે કોઈ એડવોકેટ પોતાના કાયદાકીય જ્ઞાાનના આધારે 'ઇન્સોલ્વન્સી પ્રોફેશનલ' તરીકે સેવાઓ બજાવે છે ત્યારે તે લેણદારો પાસેથી કલેમની વિગતો મંગાવે છે, મિટિંગો બોલાવે છે, રિઝોલ્યુશન પ્લાન વગેરે સાદર કરેલ છે. આ તમામ કામગીરી વહીવટી પ્રકારની કામગીરી ગણાય તે 'પ્રેક્ટિસિંગ લો' શકાય નહીં.
    જીએસટી હેઠળ સેવાઓનું વર્ગીકરણ વિશેષ અને વિગતવાર રીતે થયેલ છે. તેથી જ્યારે કોઈ એક સેવા કોઈ વિશેષ એન્ટ્રીમાં કવર થતી હોય ત્યારે તેનો આધાર લઈને તેને જનરલ એન્ટ્રી ન બનાવી શકાય. જીછભ ૯૯૮૨૧ લીગલ સર્વિસીસ અને ૯૯૮૨૪૧ એટલે કે ઇન્સોલ્વન્સી એન્ડ રીસીવરશીપ સર્વિસીસ વચ્ચે તફાવત છે.
    કોર્ટનો અંતિમ નિર્ણય: તમામ પક્ષોની લાંબી દલીલો અને ચર્ચાના અંતે કોર્ટે નિર્ણય આપેલ કે જે એડવોકેટ ભલે બાર કાઉન્સિલ સમક્ષ રજીસ્ટ્રેશન ધરાવે છે પરંતુ જયારે તેઓ 'ઇન્સોલ્વન્સી પ્રોફેશનલ' તરીકે કામ કરે ત્યારે તેઓની લીગલ સેવાઓ જીએસટી હેઠળ ફોરવર્ડ ચાર્જ મિકેનિઝમ હેઠળ આવે અને તેથી તેઓએ જીએસટી હેઠળ રજીસ્ટ્રેશન લેવાનો થાય અને ભરવાનું થાય.
    વધુમાં નામદાર દિલ્હી હાઈકોર્ટે આગળ સ્પષ્ટ કરતા જણાવ્યું કે જે એડવોકેટ પોતાની લીગલ સર્વીસીસ પૈકી 'ઇન્સોલ્વન્સી પ્રોફેશનલ'ની કેપેસિટીમાં સેવા આપે છે તેટલા કિસ્સામાં જ માત્ર ફોરવર્ડ ચાર્જ મિકેનિઝમ લાગશે અન્ય કિસ્સામાં રિવર્સ મિકેનિઝમની જોગવાઈઓ યથાવત રહે છે તેથી આ કેસમાં પીટીશનરશ્રીએ જીએસટીને અનુરૃપ ઇન્વોઈસ બનાવીને રજૂ કરવાના રહે.