ડેબિટ નોટનું ઇ-ઇન્વોઇસ કરવું અનિવાર્ય

- વેચાણવેરો-સોહમ મશરુવાળા
- હવે કોઈ ઇન્વોઈસને સંલગ્ન ડેબિટનોટ તેવા શબ્દો બાદ કરવામાં આવ્યા છે
કોઈ વખત તેમ બને કે કોઈ સપ્લાય ઉપર જે વેરાના દરે ખરેખર GST લગાડવાનો હતો તેનાથી ઓછા દરે વેરો લગાડીને વ્યવહાર પૂર્ણ કરેલ હોય. આવી પરિસ્થિતિમાં તફાવતનો GST વેરો ભરી દેવાથી તકલીફનું નિવારણ થતુ નથી. કારણકે દરેક તબક્કે વેપારીની ભૂલના લીધે તમામ વ્યવહારની ચેનમાં સરકાર વધારાનો વેરો માગતી આવશે. આજના લેખમાં આ પેચિદા પ્રશ્ન બાબતે ચર્ચા કરવામાં આવી છે.
કલમ ૩૪
GST કાયદાની કલમ ૩૪ પ્રમાણે ક્રેડિટનોટ આપવા માટે સમય મર્યાદા બાંધી છે પરંતુ ડેબિટ નોટ આપવા માટે કોઈ મર્યાદા આપી નથી. કલમ ૩૪ની પેટા કલમ (૩) પ્રમાણે ડેબિટનોટ માત્ર વધારાનો વેરો વસુલ કરવા માટે આપી શકાય છે. આથી એમ ફલીત થાય છે કે ડેબિટનોટ આપવા માટે ટેક્ષેબલ રકમમાં વધારો થવો જરૂરી નથી. આમ જ્યારે વેરાનો દર ખોટો લાદેલો હોય તેને સુધારો કરવા માટે વધારાના વેરાના દર માટે માત્ર ટેક્ષની રકમની ડેબિટનોટ આપી શકાય છે. ખાસ નોંધ લેવી કે જ્યારે ઇ-ઇન્વોઇસની જોગવાઈ લાગુ પડે તે વખતે ડેબિટનોટનું ઇ-ઇન્વોઈસલ કરવુ અનિવાર્ય છે.
ય્જી્કાયદાની કલમ ૧૬(૪) હેઠળ વેરાશાખનો દાવો માંગવા માટે આખર તારીખ આપી છે અને નિયત સમયમાં તેનો દાવો કરવો પડે. હવે કોઈ કારણસર નાણાકિય વર્ષ ૨૦૨૪-૨૫માં ઓછા દરે માલ આવ્યો હોય અને ત્યારબાદ ચાલુ તારીખમાં વેપારીને તફાવતના વેરાની ડેબિટનોટ મળે તેવા કિસ્સામાં વેરાશાખાના દાવા વખતે પેચિદો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. સરકાર દ્વારા તારીખ ૧ જાન્યુઆરી ૨૦૨૧થી કલમ ૧૬(૪) માં ફેરફાર કરવામાં આવ્યો છે. જેનાથી હવે કોઈ ઇન્વોઈસને સંલગ્ન ડેબિટનોટ તેવા શબ્દો બાદ કરવામાં આવ્યા છે. જેનાથી હવે ગમે તે નાણાકિય વર્ષની ચાલુ તારીખમાં આપેલી ડેબિટ નોટની વેરાશાખાના દાવા ઉપર ગ્રહણ નિકળી ગયું છે. આ બાબતે સરકારના નાણામંત્રાલય હેઠળ CBIC બોર્ડ દ્વારા તારીખ ૨૦ સપ્ટેમ્બર ૨૦૨૧ ના રોજ પરિપત્ર ક્રમાંક ૧૬-૦૬-૨૦૨૧- GST બહાર પાડેલ છે.
નિષ્કર્ષ
જે કિસ્સામાં કલમ ૭૩ અથવા કલમ ૭૪ હેઠળ કાર્યવાહી ચાલુ કરી દેવામાં આવી હોય તેવા કિસ્સામાં એકના એક વ્યવહાર ઉપર બે વખત વેરો ભરવાનો ભય ઉપસ્થિત થાય છે. આ બાબતે વિવાદ થવાનો અને સરકાર દ્વારા ઉદાર વલણ રાખી ડબલ ટેક્ષેશન ના થાય તે માટે યોગ્ય આદેશ કરી રાહત આપવી જોઈએ.









