Business Plus
ભારતની એસ્સારની પીઠ થાબડનાર ડોનાલ્ડ ટ્રમ્પને ભારતના સોફ્ટવેર નિષ્ણાતો ખૂંચે છે અમેરિકાની કમનસીબીઃ દૂખે છે પેટ અને કૂટે છે માથું
By GS Team
11 Oct 20265 mins read
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પહેલા એસ્સાર કંપનીના વખાણ કર્યા, પરંતુ 10 જ દિવસમાં ભારતીય IT કંપનીઓને ટાર્ગેટ કરી. 'PERM' પ્રોગ્રામ સસ્પેન્ડ કરીને H-1B વિઝાધારકોને 'વિદેશી બંધારણિયા મજૂર' ગણાવ્યા. ઝોહોના સંસ્થાપક શ્રીધર વેમ્બુએ ભારતીયોને વતન પાછા ફરવાની અપીલ કરી. ટ્રમ્પના 'અમેરિકા ફર્સ્ટ' અભિયાનથી TCS, Infosys જેવી કંપનીઓ પર અસર થઈ છે.
Summarized by AI; it may make mistakes. Check important info
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પહેલા એસ્સાર કંપનીના વખાણ કર્યા, પરંતુ 10 જ દિવસમાં ભારતીય IT કંપનીઓને ટાર્ગેટ કરી. 'PERM' પ્રોગ્રામ સસ્પેન્ડ કરીને H-1B વિઝાધારકોને 'વિદેશી બંધારણિયા મજૂર' ગણાવ્યા. ઝોહોના સંસ્થાપક શ્રીધર વેમ્બુએ ભારતીયોને વતન પાછા ફરવાની અપીલ કરી. ટ્રમ્પના 'અમેરિકા ફર્સ્ટ' અભિયાનથી TCS, Infosys જેવી કંપનીઓ પર અસર થઈ છે.
Summarized by AI; it may make mistakes. Check important info

- કોર્પોરેટ પ્લસ - ગણેશ દત્તા
એ વાતને હજુ માંડ ૧૫ દિવસ થયા છે કે જ્યારે અમેરિકાના પ્રમુખ ભારતની કંપની એસ્સારના ડાયરેક્ટરોની પીઠ થાબડતા જોવા મળ્યા હતા. ૩૦ સપ્ટેમ્બરે અમેરિકાન ઇતિહાસમાં સૌથી મોટો સ્ટીલ પ્લાન્ટ જ્યારે ભારતની એસ્સાર કંપનીને સોંપાયો ત્યારે અમેરિકાના પ્રમુખ ભારતના રૂઇયા બ્રધર્સ પર ઓળધોળ હતા. પ્રોજક્ટની આપલે વખતે ખુદ ટ્રમ્પ હાજર રહ્યા હતા. તેમણે મુક્ત રીતે ભારતની કંપનીની પ્રશંસા કરી હતી. ત્યારે લોકોની નજરમાં અમેરિકા ફર્સ્ટવાળું ઓદ્યોગિક અભિયાન આવ્યું હતું.
ભારતની કંપનીના ગુણગાન ગાતા ડોનાલ્ડ ટ્રમ્પનું વાજીંત્ર માત્ર ૧૦ દિવસમાં જ બેસૂરા સૂર કાઢવા લાગ્યું છે. ટ્રમ્પના વહિવટી તંત્રને અમેરિકાની બેરોજગારી યાદ આવી છે. અમેરિકાની બેરોજગારી માટે ભારતના સોફ્ટવેર એન્જીનિયરો જવાબદાર છે એમ કહીને અમેરિકામાં સ્થાયી થયેલ ભારતની આઇટી કંપનીઓને ટાર્ગેટ બનાવવી શરૂ કરી છે.
'પરમેનન્ટ લેબર સર્ટિફિકેશન' (ઁઈઇસ્) પ્રોગ્રામને લક્ષ્ય બનાવીને અમેરિકાએ વિવાદ ઉભો કર્યો છે. આ વિવાદમાં બળતા માં ધી ઉમેરતા હોઇ એમ ટ્રમ્પના નંબર ટુ ગણાતા વેન્સે લ્લ-૧મ્ વિઝા પર આવતા વિદેશી કર્મચારીઓને 'વિદેશી બંધારણિયા મજૂર' (ર્કિીૈયહ ર્મહગીગ નચર્મિીજિ) ગણાવ્યા અને આ પ્રોગ્રામનો ઉપયોગ કરનારી કંપનીઓને 'વિઝા મિલ' નામ આપ્યું.
એમ લાગે છે કે ભારતની નાદાર કંપની એસ્સારની પીઠ થાબડનાર અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ક્યાં તો ભારતની પ્રગતિથી ડરે છે અથવાતો અમેરિકાની પ્રજા પાસેથી વાહવાહી લૂંટવા ભારતની ઇન્ફોર્મેશન ટેકનોલોજી કંપનીઓને ટાર્ગેટ બનાવી રહ્યા છે. જે ભારતની આઇટી કંપનીઓના કર્મચારીઓના એચ વનબી વિઝા પર બ્રેક મારવાની વાત ટ્રમ્પે કરી છે. અમેરિકાના સુપ્રિમો ટ્રમ્પના 'અમેરિકા ફર્સ્ટ' ઔદ્યોગિક અભિયાન કેન્દ્રમાં આવી ગયું છે. ભારત માટે અમેરિકા તરફથી મળતા ઝાટકા નવી વાત નથી. અમેરિકાએ એક સમયે ભારત પર ૧૦૦ ટકા ટેરિફ ઝીંકી હતી.
દરમ્યાન ભારતની નામાંકીત આઇટી કંપની ઝોહો (ર્ઢર્ર) ના સંસ્થાપક શ્રીધર વેમ્બુએ અમેરિકામાં વસેલા ભારતીયોને પોતાના વતનમાં પાછા ફરવાની અપીલ કરી છે. તેમનું કહેવું છે કે અમેરિકનોનો એક મોટો વર્ગ હવે ભારતીયોને ત્યાં જોવા માંગતો નથી. વેમ્બુની આ અપીલ ટ્રમ્પ પ્રશાસનના તાજેતરના પગલા બાદ આવી છે, જેમાં વિઝા સાથે જોડાયેલી ઁઈઇસ્ સ્કીમને સસ્પેન્ડ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
ઝોહોના ફાઉન્ડર અને ચીફ સાયન્ટિસ્ટ શ્રીધર વેમ્બુએ દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે ભારતીયો પોતાનું ઘરબાર છોડીને વિદેશમાં વસે છે, ત્યાંનો વિકાસ કરે છે, છતાં તે દેશનો એક મોટો વર્ગ તેમને નથી ઇચ્છતો. તેમણે ભારતીયોને અપીલ કરી કે તેઓ પાછા આવે અને ભારતને આગળ વધારે. વેમ્બુની આ અપીલ અમેરિકા તરફથી વિદેશી કર્મચારીઓને 'બંધારણિયા મજૂર' (ર્મહગીગ નચર્મિીજિ) ગણાવવાની વચ્ચે આવી છે.
શ્રીધર વેમ્બુએ કહ્યું, 'ભારતીયોએ અમેરિકાની ટેકનોલોજીની તાકાત વધારવામાં મોટો ફાળો આપ્યો છે. છતાં અમેરિકાનો એક મોટો વર્ગ હવે આપણને નથી ઇચ્છતો. અમેરિકામાં વિઝા પર રહેતા ભારતીયો સામે પોતાની મહેનતથી બનાવેલી જિંદગી છોડવાની સ્થિતિ ઊભી થઈ શકે છે. તેને એક નવા અને સાહસી ભવિષ્યની શરૂઆતનું દુઃખ સમજો. પાછા આવો, ચાલો ભારત બનાવીએ.'
વેમ્બુની આ અપીલ અમેરિકાના તાજેતરના પગલા પર પ્રતિક્રિયા છે. ટ્રમ્પ પ્રશાસને વિદેશી કર્મચારીઓ માટે વિઝા પ્રોગ્રામને મુશ્કેલ બનાવી દીધો છે. તેણે ગ્રીન કાર્ડ માટે અરજી કરતા પ્રોગ્રામમાંથી માઇક્રોસોફ્ટ, ટીસીએસ (્ભજી), ઇન્ફોસિસ અને વિપ્રો જેવી નવ આઈટી (ૈં્) કંપનીઓને સસ્પેન્ડ કરી દીધી છે. ટ્રમ્પ પ્રશાસનનો તર્ક હતો કે આ પદ્ધતિના કારણે અમેરિકન નાગરિકો નોકરીના બજારમાંથી બહાર થઈ ગયા છે.
એક યૂઝરે પૂછયું કે ભારતમાં 'બ્રેઈન ડ્રેન' (પ્રતિભાઓનું પલાયન) આટલું બધું કેમ છે અને અહીં કંઈ કેમ ન બનાવી શકાયું? યૂઝરે કહ્યું કે મૂળ કારણને સમજ્યા વગર સ્ટારલિંક જેવી કક્ષાની કોઈ ચીજ બનાવી શકાતી નથી.
આના પર વેમ્બુએ કહ્યું, 'ચીનના વિકાસ દરમિયાન પણ મોટી સંખ્યામાં ચીની લોકો બીજા દેશોમાં ગયા. તાઈવાનના વિકાસ દરમિયાન પણ મોટી સંખ્યામાં તાઈવાનીઓ બહાર ગયા. દક્ષિણ કોરિયા અને તે પહેલાં જાપાન સાથે પણ આવું જ થયું. મારું કહેવું છે કે રાષ્ટ્રીય સ્તરે વિકાસ સાથે સારી તકોની શોધમાં આપણી પ્રતિભાઓનું પલાયન પણ થાય છે.'
માઇક્રોસોફ્ટ અને એડોબ પણ નિશાના પર આવ્યાં છે. કંપનીઓ સામે ચાલી રહેલી ફેડરલ તપાસના કારણે માઇક્રોસોફ્ટ અને એડોબને પણ સસ્પેન્ડ કરવામાં આવી રહી છે. વેન્સે માઇક્રોસોફ્ટની આલોચના કરતા કહ્યું કે તેણે સિસ્ટમનો ખોટો ઉપયોગ કર્યો છે.
તેમણે દાવો કર્યો કે કંપનીએ ૨૦૨૫ માં ૬,૦૦૦ અમેરિકન કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા, જ્યારે તે જ પદો માટે હજારો લ્લ-૧મ્ વિઝા અને પરમેનન્ટ લેબર સર્ટિફિકેશન એપ્લિકેશનની મંજૂરી મેળવતી રહી છે.
વર્ષ ૨૦૦૯ થી આ કંપનીઓએ લગભગ ૩૦ લાખ વિદેશી કર્મચારીઓની માંગ કરી છે, ૨,૩૦,૦૦૦ થી વધુ લ્લ-૧મ્ વિઝા મંજૂરી અને ૧,૦૦,૦૦૦ થી વધુ પરમેનન્ટ લેબર સર્ટિફિકેશન મેળવ્યા છે.
તજજ્ઞાોએ શુક્રવારે જણાવ્યું હતું કે, અમેરિકા (ેંજી) દ્વારા એક મહત્વપૂર્ણ ગ્રીન-કાર્ડ પ્રોગ્રામ સ્થગિત કરવામાં આવ્યા બાદ પણ ભારતીય આઈટી (ૈં્) કંપનીઓને ટૂંકા ગાળામાં મોટું નુકસાન થવાની શક્યતા ઓછી છે, કારણ કે અગ્રણી ટેકનોલોજી કંપનીઓએ રોજગાર માટે આ માર્ગ પરની પોતાની નિર્ભરતા ઘટાડી દીધી છે.
વોશિંગ્ટનનું આ કદમ, 'પરમેનન્ટ લેબર સર્ટિફિકેશન' (ઁઈઇસ્) પ્રોેગ્રામને લક્ષ્ય બનાવે છે, જે અમેરિકામાં વિદેશી મૂળના લોકોની સંખ્યા ઘટાડવા અને તેમના કાયમી નિવાસ તેમજ નાગરિકતા મેળવવાના માર્ગને મર્યાદિત કરવાના વ્યાપક પ્રયાસોનો એક ભાગ છે. ભારતના વિદેશ મંત્રાલયે શુક્રવારે જણાવ્યું હતું કે, આ પ્રકારના પગલાં બંને દેશોની સાઝી આકાંક્ષાઓને આગળ વધારતા નથી.
વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, 'અમે આ સંદર્ભમાં યુએસના ઉપરાષ્ટ્રપતિ દ્વારા કરાયેલી કેટલીક ટિપ્પણીઓ પણ જોઈ છે. અમારું માનવું છે કે આવી ટિપ્પણીઓ અયોગ્ય છે અને તે એ હકીકતને નજરઅંદાજ કરે છે કે યુનાઇટેડ સ્ટેટ્સમાં ભારતીય વ્યાવસાયિકો ઉચ્ચ શિક્ષિત, અત્યંત કુશળ અને ત્યાંના અર્થતંત્ર તેમજ નવીનતા (ઇનોવેશન) ઇકોસિસ્ટમમાં મહત્વપૂર્ણ યોગદાન આપનારા છે.'
વેન્સે (ફચહબી) કોઈ ચોક્કસ પુરાવા આપ્યા વિના દાવો કર્યો હતો કે કંપનીઓ અમેરિકી કર્મચારીઓને દૂર કરીને તેમના સ્થાને વિદેશી કામદારો લાવવા અને વેતનમાં ઘટાડો કરવા માટે ઁઈઇસ્ પ્રોગ્રામનો ઉપયોગ કરી રહી છે.
રોકાણકારોના કહેવા અનુસાર જણાવ્યું હતું કે આ ઘટનાક્રમ નજીકનાથી મધ્યમ ગાળામાં ભારતીય ૈં્ સ્ટોક્સ માટે નકારાત્મક છે, જેનું મુખ્ય કારણ સેન્ટિમેન્ટ પર પડેલી અસર અને લાંબા ગાળાની પ્રતિભા (ટેલેન્ટ) જાળવી રાખવાની ચિંતા છે, 'નહીં કે કોઈ તાત્કાલિક આવક (રેવેન્યુ) પરની અસર.'
અમેરિકા દ્વારા ગ્રીન કાર્ડ પર પ્રતિબંધથી ભારતમાં વધુ નોકરીઓ આવી શકે છે
અમેરિકાએ ટેક કંપનીઓ માટે ગ્રીન-કાર્ડનો દરવાજો બંધ કર્યો. શું આનાથી ભારત માટે નવા દરવાજા ખુલશે તે પર પણ ચર્ચા શરૂ થઇ છે.
ટ્રમ્પ વહીવટીતંત્રએ કેટલીક ટેકનોલોજી કંપનીઓ માટે રોજગાર-આધારિત ગ્રીન-કાર્ડ પ્રક્રિયાના એક મહત્વપૂર્ણ પગલા એવા 'પરમેનન્ટ લેબર સર્ટિફિકેશન' (ઁઈઇસ્) હેઠળની નવી અરજીઓને અસ્થાયી રૂપે સ્થગિત કરી દીધી છે.
યુએસ શ્રમ વિભાગે રોજગાર-આધારિત ઇમિગ્રેશન માર્ગોના કથિત 'દુરુપયોગ'નો હવાલો આપીને ્ભજી, ૈંહર્કજઅજ, ઉૈૅર્િ અને લ્લભન્ીબર સહિતની ટોચની ભારતીય ૈં્ કંપનીઓને આ સ્થગિતતા હેઠળ નામાંકિત કરી છે.




