Business Plus

ઈ વે બિલના આંકડામાં તફાવત એટલે વધારાનું વેચાણ નહીં

By GS Team
13 Sep 20262 mins read
TukuTouch Logo
ગુજરાત હાઈકોર્ટે GSTમાં વેપારીના વ્યવહારો અંગે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. 'એમ. સી. બાઉકેમી ઇન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ' કેસમાં, ઈ-વે બિલની રકમ વાર્ષિક રિટર્ન કરતાં વધુ હોય તો તેટલા માત્રથી વધારાનો કરપાત્ર પુરવઠો થયો ન ગણી શકાય. કંપનીએ દલીલ કરી કે, ઈ-વે બિલ બનાવતી વખતે થયેલી ભૂલોને કારણે તફાવત હતો, કર ઓછો ભરાયો નહોતો. હાઈકોર્ટે નોટિસ અને સંબંધિત આદેશોને પડકાર્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈ વે બિલના આંકડામાં તફાવત એટલે વધારાનું વેચાણ નહીં
  • વેચાણવેરો - સોહમ મશરુવાળા

જીએસટીની ડિજિટલ વ્યવસ્થામાં વેપારીના વ્યવહારો અનેક સ્વરૂપે નોંધાય છે. વેચાણનું ઇન્વોઈસ, માલની હેરફેર માટેનું ઇ વે બિલ અને રિટર્નમાં જાહેર કરેલો ટર્નઓવર એકબીજા સાથે સંબંધિત હોવા છતાં તેમનો હેતુ અલગ છે.
ત્યારે ઇ વે બિલમાં દર્શાવેલી રકમ વાર્ષિક રિટર્ન કરતાં વધારે હોય તો શું એટલા માત્રથી વધારાનો કરપાત્ર પુરવઠો થયો હોવાનું માની શકાય ? ગુજરાત હાઈકોર્ટનો 'એમ. સી. બાઉકેમી ઇન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ અને અન્ય વિરૂદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા અને અન્ય' (સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન નં. ૫૮૩૦/૨૦૨૫) કેસનો ચુકાદો આ પ્રશઅન પર ધ્યાન ખેંચે છે.
કેસની હકીકતો
અરજદાર કંપની બાંધકામમાં ઉપયોગમાં લેવાતાં રાસાયણિક ઉત્પાદનો અને ટેકનોલોજીના ઉત્પાદન તથા પુરવઠાના વ્યવસાયમાં હતી. રાજ્યવેરા અધિકારીએ નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ માટે ૨૬ ડિસેમ્બર, ૨૦૨૩ ના રોજ ફોર્મ ઘઇભ-૦૧છ દ્વારા રૂા. ૭૮,૭૪,૮૯૩ની સૂચિત જવાબદારી જણાતી હતી. આ પ્રાથમિક કાર્યવાહીમાં ત્રણ મુદ્દા હતા : ઈ વે બિલ અને વાર્ષિક રિટર્નના ટર્નઓવરમાં તફાવત, માહિતીના મેળવણીના અભાવે વધુ ઇનપુટ ટેક્સ ક્રેડિટ લીધાનો આક્ષેપ અને કલમ ૧૭(૫) હેઠળ અપાત્ર ક્રેડિટ ઓછી દર્શાવ્યાનો આક્ષેપ. કંપનીના જણાવ્યા પ્રમાણે, આ પ્રાથમિક સૂચનાનો જવાબ આપવાની તક મળે તે પહેલા જ બીજા દિવસે, ૨૭ ડિસેમ્બર, ૨૦૨૩ ના રોજ, કલમ ૭૩૯૧) હેઠળ ફોર્મ ઘઇભ-૦૧છ માં કારણદર્શક નોટિસ જારી થઈ હતી કંપનીએ ૪ જાન્યુઆરી, ૨૦૨૪ ના જવાબમાં જણાવ્યું કે વાસ્તવિક વેચાણ પરનો કર સંપૂર્ણ ભરાયો હતો. ઇ વે બિલ અને ય્જી્ઇ-૯ ની રકમો વચ્ચેનો તફાવત ઈ વે બિલ બનાવતી વખતે થયેલી ભૂલોને કારણે હતો, કોઈ કર ઓછો ભરાયો નહોતો. ત્યારબાદ ૧૦ માર્ચ, ૨૦૨૪ ના આદેશથી ઇ વે બિલના ટર્નઓવર અને ય્જી્ઇ-૯ ના ટર્નઓવરના તફાવત બદલ રૂા. ૨૭,૬૮,૧૯૦ નો કર તથા વ્યાજ અને દંડની માગ ઉભી કરવામાં આવી. કંપનીએ આદેશ સામે અપીલ કરી પરંતુ તે સમયમર્યાદાના કારણે નામંજૂર થઈ. વ્યક્તિગત સુનાવણી ન આપવી અને રજૂઆતો ધ્યાનમાં ન લેવી જેવી ખામીઓ દર્શાવતી ભૂલસુધારણા અરજી પણ ૧૨ માર્ચ, ૨૦૨૫ ના રોજ નામંજૂર થઈ. આથી કંપનીએ હાઈકોર્ટમાં નોટિસ અને સંબંધિત આદેશોને પડકાર્યા.
(ક્રમશ:)