Business Plus

GST ની સ્થળ પરની ઓડિટની કામગીરી દરમિયાન ભરાવેલ રકમને હાઇકોર્ટમાં પડકારવામાં આવી તે કેસની વિગતો

By GS Team
11 Oct 20266 mins read
TukuTouch Logo
દિલ્હી હાઇકોર્ટે ધ્રુવ મેડિકોસ પ્રા. લિ. કેસમાં GST ઓડિટ દરમિયાન દબાણપૂર્વક રૂ. 40,10,153/- ભરાવવાનો મુદ્દો ફગાવ્યો. કોર્ટે શો-કોઝ નોટિસ રદ કરવાનો ઇનકાર કરતા જણાવ્યું કે, ઓડિટ નિયમોનું પાલન થયું કે નહીં અને કરદાતાના જવાબની વિચારણા થઈ કે નહીં તે નક્કી કરવાનું યોગ્ય મંચ એડજ્યુડિકેટિંગ ઓથોરિટી છે. વેપારી ત્યાં તમામ વાંધા રજૂ કરી શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

GST ની સ્થળ પરની ઓડિટની કામગીરી દરમિયાન ભરાવેલ રકમને હાઇકોર્ટમાં પડકારવામાં આવી તે કેસની વિગતો
  • GSTનું A to Z - હર્ષ કિશોર
    આપણે જાણીએ છીએ કે અગત્યનો એક કેસ Gujarat HC in Bhumi Associate v. Union of India (R/Special Civil Application Nos. 2426, 2515, 2618 and 3196 of 2021 dated 16.02.2021) નો છે. આ ચુકાદા થકી નામદાર કોર્ટે સીબીઆઇસી તેમજ એસજીએસટી અને સીજીએસટીના કમિશનરોને પોતાના તાબાના અધિકારીઓને સુચના આપવાનું જણાવ્યું હતું. સૂચનાઓ એવી આપવાની હતી કે કલમ ૬૭ હેઠળ થતી તપાસની કાર્યવાહી દરમિયાન ચેક, કેશ, ઈ- પેમેન્ટ કે આઈ.ટી.સી એડજસ્ટ કરીને કોઈ રિકવરી કરવી નહીં. વેપારી સામેથી DRC-03 થકી વેરો ભરવાની તૈયારી બતાવે તો પણ તેને એવી સલાહ આપવી કે તપાસ પૂર્ણ થાય અને અધિકારીઓ ધંધાનું સ્થળ છોડે પછી બીજા દિવસે વેરો ભરવો.
    જો તપાસ દરમિયાન અધિકારી દ્વારા વેપારીને વેરો ભરવા માટે દબાણ કરવામાં આવે તો વેપારી આલમ માટે તપાસને અંતે ફરિયાદ કે ગ્રીવંસ ફાઈલ કરવાની સગવડ ઊભી કરવી જોઈએ અને જો કોઈ તપાસ અધિકારી કોર્ટ દ્વારા આપવામાં આવેલ સૂચનાઓનો અનાદર કરીને દબાણપૂર્વક વેરો ભરાવે તો તેની સામે ખાતાકીય રીતે સખત શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવી. CBIC ની ઇન્વેસ્ટીગેશન વિંગ દ્વારા સુચના ક્ર: ૦૧/૨૦૨૨-૨૩ તા ૨૫.૫.૨૦૨૨ થી બહાર પાડવામાં આવેલ. હવે તાજેતરમાં વેપારીના ધંધાના સ્થળે જઈને કરવામાં આવતી ઓડિટની કામગીરી દરમિયાન દબાણપૂર્વક મોટાપાયે ભરાવવામાં આવેલી રકમને દિલ્હી હાઇકોર્ટમાં પડકારવામાં આવેલ હતી. જો કે, અન્ય કારણોસર નામદાર હાઇકોર્ટે કોઈ આદેશ પસાર કરેલ નથી. આપણે કેસની મુખ્ય વિગતો જોઈએ.
    કેસનું નામ: ધ્રુવ મેડિકોસ પ્રા. લિ. વિ. ડેપ્યુટી કમિશનર, સેન્ટ્રલ GST અને અન્ય,W.P.(C) 10213/2025 & CM APPL. 42602/2025. આદેશ તારીખ-૨૯ સપ્ટેમ્બર, ૨૦૨૬. આ રિટ પિટિશન દ્વારા અરજદારે ગુડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ એક્ટ, ૨૦૧૭ હેઠળ તેમની સામે હાથ ધરવામાં આવેલી ઓડિટના અનુસંધાનમાં શરૂ થયેલી કાર્યવાહીને પડકારેલ હતી. આ કાર્યવાહીમાં મુખ્ય પડકાર Demand-cum-Show Cause Notice નં. ૧૩૭, તારીખ ૨૭.૦૬.૨૦૨૫ સામે હતો, જે GST છબા ની કલમ ૭૪ હેઠળ ઈશ્યુ કરવામાં આવી હતી.
    અરજદારે Audit Report No. 111/2025-2026 તારીખ ૨૯.૦૪.૨૦૨૫ને પણ પડકાર્યો હતો અને અન્ય બાબતો સાથે જીએસટી વિભાના અધિકારીઓને અરજદારે ઓડિટ વાંધાઓના જવાબરૂપે તારીખ ૧૮.૦૬.૨૦૨૫ના રોજ રજૂ કરેલા જવાબ પર વિચાર કરવા માટે કોર્ટ પાસેથી દિશાનિર્દેશ માંગેલ. અરજદારે વધુમાં માંગણી કરી હતી કે ૨૫.૦૩.૨૦૨૫ ના રોજ ર્ખસિ GST DRC-03 મારફતે જમા કરેલી રૂ. ૪૦,૧૦,૧૫૩/- ની રકમનું વિનિયોજન કરવામાં ન આવે, કારણ કે અરજદારના જણાવ્યા મુજબ આ રકમ દબાણ હેઠળ જમા કરવામાં આવી હતી.
    અરજદાર એક પ્રાઇવેટ લિમિટેડ કંપની છે અને દવાઓના વિતરણના વ્યવસાયમાં સંકળાયેલી છે. સંબંધિત ઓડિટ કાર્યવાહી ૦૬.૦૯.૨૦૨૪ ના રોજ ર્ખસિ GST છઘ્-૦૧ માં ઓડિટની નોટિસ જારી થવાથી શરૂ થઈ હતી. આ નોટિસ અરજદારને ૦૯.૦૯.૨૦૨૪ ના રોજ પ્રાપ્ત થઈ હતી. અરજદાર મુજબ શરૂઆતમાં ઓડિટનો સમયગાળો ૦૧.૦૪.૨૦૧૮ થી ૩૧.૦૩.૨૦૨૩ સુધીનો જણાવવામાં આવ્યો હતો. આ નોટિસના અનુસંધાનમાં નવેમ્બર ૨૦૨૪ થી જાન્યુઆરી ૨૦૨૫ વચ્ચે અરજદારે જીએસટીના સંબંધિત અધિકારીને વિવિધ દસ્તાવેજો અને માહિતી પૂરી પાડી હતી. વધુ માહિતી માંગતા પત્રો અરજદારને ૧૯.૦૧.૨૦૨૫, ૨૬.૦૨.૨૦૨૫ અને ૧૫.૦૩.૨૦૨૫ ના રોજ પ્રાપ્ત થયેલ, જેના જવાબમાં માંગવામાં આવેલી માહિતી પૂરી પાડવામાં આવી હતી.
    ત્યારબાદ ૨૦.૦૩.૨૦૨૫ થી ૨૫.૦૩.૨૦૨૫ દરમિયાન અરજદારના ધંધાના સ્થળે ઓડિટની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અરજદારનો આરોપ છે કે સ્થળ પરની ઓડિટની કામગીરી દરમિયાન ઓડિટ ટીમે ઓડિટનો વ્યાપ વધારવાનો પ્રયાસ કર્યો અને મૂળ ઓડિટ નોટિસમાં ઉલ્લેખિત સમયગાળા કરતાં આગળના સમયગાળાને લગતી માહિતી પણ માંગી.
    સ્થળ પરની ઓડિટમાંથી અરજદારની મુખ્ય ફરિયાદ ૨૫.૦૩.૨૦૨૫ ના રોજ ર્ખસિ GST DRC-03 મારફતે કરવામાં આવેલી રૂ. ૪૦,૧૦,૧૫૩/- ની ચુકવણી અંગે હતી. આ ચુકવણી સ્વૈચ્છિક નહોતી અને ઓડિટ ટીમ દ્વારા કરવામાં આવેલા દબાણ હેઠળ કરવામાં આવી હતી. અરજદાર જણાવે છે કે કોઈપણ ચુકવણી કરતા પહેલાં કથિત જવાબદારી અને માંગણીનો આધાર દર્શાવતો ઔપચારિક પત્ર/નોટીસ અથવા ઓડિટ મેમો આપવામાં આવે તેવી તેણે વિનંતી કરી હતી. આવી વિનંતી છતાં તેને ઉપરોક્ત રકમ જમા કરવાની ફરજ પાડવામાં આવી.
    ત્યારબાદ અરજદારે ૨૯.૦૩.૨૦૨૫ ના રોજ સંબંધિત સત્તાધિકારીઓને પત્ર મોકલીને ઉપરોક્ત રકમ કઈ પરિસ્થિતિમાં જમા કરવામાં આવી તે અંગે ખાસ ફરિયાદ કરી. અરજદારે એમ પણ જણાવ્યું કે આ ચુકવણીને સ્વૈચ્છિક ચુકવણી અથવા જવાબદારીની સ્વીકૃતિ તરીકે ગણવી જોઈએ નહીં. ત્યારબાદ વેપારીએ ૦૪.૦૪.૨૦૨૫ ના રોજ GST ના અધિકારીને મળીને દબાણ તેમજ ઓડિટની કામગીરી અંગેની અન્ય ફરિયાદો તેમના ઘ્યાન પર લાવેલ હતી. ૨૮.૦૩.૨૦૨૫ તારીખ ધરાવતો છેગૈા સ્ીર્સ વેપારીને ૦૪.૦૪.૨૦૨૫ ના રોજ ઈમેલ અને પોસ્ટ બંને મારફતે આપવામાં આવ્યો.
    આ છેગૈા સ્ીર્સ માં અરજદારને લાગુ પડતા વ્યાજ અને દંડ ઉપરાંત રૂ. ૭૫,૪૧,૮૩૦/- ની રકમ જમા કરવાની માંગણી કરવામાં આવી હતી. છેગૈા સ્ીર્સ માં કથિત જવાબદારીની ગણતરી કયા આધારે કરવામાં આવી તેની પૂરતી વિગતો અથવા ગણતરી દર્શાવવામાં આવી નહોતી. તેથી અરજદારે ૦૯.૦૪.૨૦૨૫ અને ૧૧.૦૪.૨૦૨૫ ના રોજ પત્ર લખીને પ્રસ્તાવિત જવાબદારીનો આધાર અને ગણતરી માંગ્યા તથા ઓડિટ કાર્યવાહી જે રીતે હાથ ધરવામાં આવી હતી તેના પર પણ વાંધો ઉઠાવ્યો. આ દરમિયાન ૨૯.૦૪.૨૦૨૫ ના રોજ છેગૈા ઇર્ીૅિા જારી કરવામાં આવ્યો. જેમાં ર્ખસિ GST DRC-03 મારફતે અગાઉ જમા કરેલી રૂ. ૪૦,૧૦,૧૫૩/- ની રકમ મજરે લીધેલ હતી. આમ, વેપારીની ઓડિટના તબક્કે ઓડિટ વાંધાઓનો અસરકારક જવાબ આપવાની તેની તક છીનવાઈ ગઈ.
    ત્યારબાદ અધિકારીએ ૦૨.૦૬.૨૦૨૫ ના રોજ ર્ખસિ GST ઘઇભ-૦૧છ ઇશ્યુ કરી, જેમાં અરજદારને પ્રસ્તાવિત જવાબદારીની જાણ કરવામાં આવી અને ચુકવણી કરવા કહેવામાં આવ્યું; અન્યથા GST ની કલમ ૭૪ હેઠળ કાર્યવાહી શરૂ કરવામાં આવશે તેમ જણાવાયું. અરજદારે ૧૮.૦૬.૨૦૨૫ ના રોજ વિગતવાર જવાબ રજૂ કર્યો. અરજદાર મુજબ આ જવાબમાં દરેક ઓડિટ વાંધા સામે વિગતવાર રજૂઆતો કરવામાં આવી હતી અને આધારરૂપ દસ્તાવેજો જોડવામાં આવ્યા હતા. અરજદારે વ્યક્તિગત સુનાવણીની તક પણ માંગી હતી.
    અરજદારના એડવોકેટે મુખ્યત્વે ય્ર્ર્ગજ ચહગ જીીપિૈબીજ ્ચટ ઇેનીજ, ૨૦૧૭ ના ઇેની ૧૦૧(૪) પર આધાર રાખ્યો. કોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી કે આ જોગવાઈ હેઠળ ૅર્િૅીિ ર્કકૈબીિ એ નોંધાયેલ વ્યક્તિ દ્વારા આપવામાં આવેલા જવાબની યોગ્ય રીતે વિચારણા કર્યા બાદ ઓડિટના તારણોને અંતિમ સ્વરૂપ આપવું જરૂરી છે. વધુમાં રજૂઆત કરવામાં આવી કે ઉપરોક્ત જોગવાઈમાં આવેલ જરચનન શબ્દ ૅર્િૅીિ ર્કકૈબીિ માટે ચજજીજજીી દ્વારા આપવામાં આવેલા જવાબ પર વિચાર કરવો ફરજિયાત બનાવે છે. એડવોકેટ મુજબ હાલના કેસમાં આ કાયદાકીય આવશ્યકતાનું પાલન થયું નથી, કારણ કે અરજદારે આપેલા વિગતવાર જવાબને જીભશ માં માત્ર ર્હહ-જચૌજકચર્બાિઅ'' તરીકે વર્ણવવામાં આવ્યો છે.
    કોર્ટનો નિર્ણય: નામદાર દિલ્હી હાઇકોર્ટે ઓડિટ રિપોર્ટમાંથી ઉદ્ભવેલી કલમ ૭૪ હેઠળ જારી કરાયેલી શો-કોઝ નોટિસને રદ કરવા અથવા તેના પર રોક લગાવવાનો ઇનકાર કર્યો. કોર્ટે જણાવ્યું કે એકવાર નિર્ણયાત્મક કાર્યવાહી શરૂ થઈ જાય ત્યારબાદ ઓડિટના નિયમોનું પાલન થયું કે નહીં અને કરદાતાના જવાબની પૂરતી રીતે વિચારણા થઈ કે નહીં તે તપાસવાનું યોગ્ય મંચ એડજ્યુડિકેટિંગ ઓથોરિટી છે. અરજદાર આ ઓથોરિટી સમક્ષ તમામ વાંધાઓ રજૂ કરી શકે છે- જેમાં ચુકવણી કરાવવામાં કથિત દબાણ, તે રકમનું વિનિયોજન, સમયમર્યાદા, ગણતરી, અધિકારક્ષેત્ર અને ઓડિટની પ્રક્રિયા અંગેના વાંધાઓનો સમાવેશ થાય છે. કોર્ટે ગુણદોષ અથવા ચુકવણી સ્વૈચ્છિક હતી કે નહીં તે અંગે કોઈ નિર્ણય આપ્યો નથી.
    માત્ર શો-કોઝ નોટિસ જારી થવાથી અરજદારની જવાબદારી નક્કી થઈ જતી નથી. તેમાં સમાવિષ્ટ આરોપો અને દરખાસ્તોનું કાયદા અનુસાર સક્ષમ સત્તાધિકારી દ્વારા હજુ નિર્ણય થવાનો બાકી છે. હાલના કેસમાં ઓડિટ કાર્યવાહી અને ત્યારબાદની નિર્ણયાત્મક કાર્યવાહી વચ્ચેનો તફાવત મહત્વપૂર્ણ છે. છેગૈા ઇર્ીૅિા ઓડિટ પ્રક્રિયાનું પરિણામ છે. પરંતુ એકવાર GST ની કલમ ૭૪ હેઠળ શો-કોઝ નોટિસ જારી કરીને કાર્યવાહી શરૂ થઈ જાય પછી, અરજદારને પ્રસ્તાવિત માંગણી સામે પોતાના તમામ વાંધાઓ એડજ્યુડિકેટિંગ ઓથોરિટી સમક્ષ રજૂ કરવાની તક મળે છે.