Business Plus
લેટેક્સમાંથી બનતા ફુગ્ગા (બલૂન) વિશે વિસ્તૃત જાણકારી
By GS Team
23 Aug 20261 min read
ધીરુ પારેખ દ્વારા ઔદ્યોગિક માર્ગદર્શનમાં લેટેક્સ વિશે માહિતી અપાઈ છે. લેટેક્સ, જે પ્રવાહી, સોલિડ અને જીણાકણોનો બનેલો હાઈડ્રોકાર્બન પોલિમર છે, તે નેચરલ અને સિન્થેટિક એમ 2 પ્રકારનો હોય છે. નેચરલ લેટેક્સ ઉષ્ણકટિબંધીય ઝાડમાંથી મળે છે, જેમાંથી સર્જીકલ ગ્લોઝ અને ફુગ્ગા બને છે. સિન્થેટિક લેટેક્સ પોલીમરાઈઝ ટેકનીકથી બને છે, જેનો ઉપયોગ પેઇન્ટ અને ઇન્ટરીયર બાઈન્ડર તરીકે થાય છે.
Summarized by AI; it may make mistakes. Check important info

- ઔદ્યોગિક માર્ગદર્શન - ધીરૂ પારેખ
લેટેક્સ : વ્હાઈટ, પ્રવાહી, સોલિડ, જીણાકણોનો બનેલ હાઈડ્રોકાર્બન પોલિમર હોય છે. જે નેચરલ અને સિન્થેટિક એમ બે પ્રકારમાં મળી આવે છે. નેચરલ લેટેક્સ ઉષ્ણકટિબંધમાં થતા ઝાડમાંથી મેળવવામાં આવે છે. કમ્પેરીઝન હાઈડ્રોકાર્બન રબ્બર જે પ્રોટેઇન કોટેડ હોય છે. તે ૦.૫ થી ૩, માઇક્રોન ડાયામિટર ના હોય છે. જે ઇલેક્ટ્રીકલ ચાર્જડથી સ્ટેબલ કરવામાં આવે છે. તેનું કમ્પોઝીશન લગભગ ૬૦ ટકા પાણી, ૩૫ ટકા હાઈડ્રોકાર્બન, ૨ ટકા પ્રોટેઇન અને થોડા પરસન્ટેડ સુગર અને ઇન-ઓરગેનિક સોલ્ટના હોય છે. તેને ઉપયોગમાં લેતા પહેલા સેન્ટ્રીફ્યુજ અથવા ઇવેપોરેટેડ કરવામાં આવે છે. પ્રિઝર્વવેટિવ તરીકે એમોનિયા લેકરનો ઉપયોગ કરવામાં આવે છે. અને લેટેક્સને જમાવવા માટે એસેટિક અથવા ફોમિક એસિડનો ઉપયોગ કરવામાં આવે છે. નેચરલ લેટેક્સમાંથી પાતળા આર્ટિકલ જેવા કે સર્જીકલ ગ્લોઝ, મેડીકલ ઇક્વીપમેન્ટ, ફુગ્ગા (બલૂન) વગેરે બનાવી શકાય છે.
સિન્થેટિક લેટેક્સને પોલીમરાઇઝ ટેકનીકથી બનાવાય છે. જેવા કે સ્ટાયરિન બુટાડાઇન, કો-પોલિમર, એક્રાઇલેટ રેઝીન, પોલીવિનાઇલ એસિટેટ પ્રકારના હોય છે. સિન્થેટિક લેટેક્સની પાર્ટીકલ સાઇઝ નેચરલ લેટેક્સ કરતા ઘણી ઓછી હોય છે. જેવી કે ૦.૦૫ થી ૦.૧૫, માઇક્રોનની હોય છે. જેથી તેનું સરખી રીતે કોલોડાઇલ સસ્પેનનસન થઇ શકે છે. તનો ઉપયોગ પેઇન્ટ અને ઇન્ટરીયર બાઈન્ડર તરીકે થાય છે.
(ક્રમશઃ)