Business Plus
કરદાતાને રાહત આપતી જોગવાઈ સામે વિભાગનું નકારાત્મક વલણ
By GS Team
27 Sep 20262 mins read
ગુજરાત હાઈકોર્ટે આદિનાથ રાઈસ મિલ વિ. યુનિયન ઓફ ઇન્ડિયા કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો છે. કરદાતાએ મોડા GST રિટર્ન ભર્યા બાદ ટેક્સ, વ્યાજ અને પેનલ્ટી ચૂકવી હતી. વિભાગે કરચોરીનો આરોપ મૂકી CGST ACTની કલમ 74 હેઠળ આદેશ કર્યો. કરદાતાએ 2 નવેમ્બર, 2023ના નોટિફિકેશન મુજબ 31 જાન્યુઆરી, 2024 પહેલા અપીલ કરી, છતાં અપીલ સત્તાધિકારીએ વિલંબના આધારે ફગાવી. હાઈકોર્ટે વિભાગના સંકુચિત અર્થઘટનને નકારી, કરદાતાને ન્યાય આપવાનો આદેશ કર્યો.
Summarized by AI; it may make mistakes. Check important info

- વેચાણવેરો - સોહમ મશરુવાળા
જીએસટી કાયદાના હેતુ કર વસૂલાત સાથે કરદાતાને ન્યાયસંગત તક આપવાનો છે. પરંતુ જ્યારે વિભાગ કાયદાની રાહત આપતી જોગવાઈનું સંકુચિત અર્થઘટન કરીને અપીલના દરવાજા બંધ કરે, ત્યારે ન્યાયતંત્રે હસ્તક્ષેપ કરવો પડે છે. આદિનાથ રાઈસ મિલ વિ. યુનિયન ઓફ ઇન્ડિયા કેસમાં ગુજરાત હાઈકોર્ટનો તાજેતરનો ચુકાદો તેનું સચોટ ઉદાહરણ છે.
કેસની હકીકતો
કરદાતાએ પાંચ મહિનાના રિટર્ન મોડેથી ભર્યા હતા. ત્યારબાદ લાગુ પડતો ટેક્સ, વ્યાજ અને પેનલ્ટી પણ ચૂકવી દેવાયાં હતાં. આમ છતાં વિભાગે કરચોરીનો આક્ષેપ કરીને CGST ACT ની કલમ ૭૪ હેઠળ કાર્યવાહી કરી અને ૨૭ જાન્યુઆરી, ૨૦૨૩ના રોજ આદેશ પસાર કર્યો. આ આદેશ સામે કરદાતાએ ૨૮ ડિસેમ્બર,૨૦૨૩ના રોજ અપીલ કરી. સામાન્ય સમયમર્યાદાની દૃષ્ટિએ અપીલ મોડી હતી. પરંતુ આ દરમિયાન કેન્દ્ર સરકારે ૨ નવેમ્બર,૨૦૨૩ના રોજ CGST ACTટ બહાર પાડયું હતું. આ વિશેષ વ્યવસ્થા હેઠળ ૩૧ માર્ચ ૨૦૨૩ સુધીમાં પસાર થયેલા કલમ ૭૩ અથવા ૭૪ના આદેશો સામે સમયસર અપીલ ન કરી શકનારા કરદાઓને જરુરી પ્રી-ડિપોઝિટ સાથે ૩૧ જાન્યુઆરી,૨૦૨૪ સુધી અપીલ કરવાની તક આપવામાં આવી હતી.
કરદાતાની અપીલ આ અંતિમ તારીખ પહેલાં કરવામાં આવી હતી અને નોટિફિકેશનમાં નક્કી કરેલી ચુકવણીની શરતો પણ પૂર્ણ કરવામાં આવી હતી. તેમ છતાં અપીલ સત્તાધિકારીએ અપીલ માત્ર વિલંબના આધારે ફગાવી દીધી. આશ્ચર્યની વાત એ હતી કે અપીલના આદેશમાં રાહત આપતા નોટિફિકેશનની નોંધ પણ લેવામાં આવી નહોતી.
વિભાગનું સંકુચિત અર્થઘટન
હાઈકોર્ટ સમક્ષ વિભાગે દલીલ કરી કે નોટિફિકેશનનો લાભ મુખ્યત્વે એવા કરદાતાઓને મળે જેમની અપીલ નોટિફિકેશન પહેલાં જ વિલંબના કારણે ફગાવી દેવામાં આવી હોય. કરદાતાની અપીલ નોટિફિકેશન બહાર પડયું ત્યારે અસ્તિત્વમાં નહોતી. તેથી તેને લાભ ન મળે. આ દલીલ કાયદાની ભાષા કરતાં વધુ વિભાગીય નકારાત્મકતા દર્શાવતી હતી. (ક્રમશ)