Business Plus

કરદાતાને રાહત આપતી જોગવાઈ સામે વિભાગનું નકારાત્મક વલણ

By GS Team
11 Oct 20262 mins read
TukuTouch Logo
ગુજરાત હાઈકોર્ટે વેચાણવેરાની અપીલ ફગાવતા આદેશને રદ કર્યો છે. કરદાતાએ સમયસર અપીલ કરી હોવા છતાં, ટેકનિકલ કારણોસર તેને નકારવામાં આવી હતી. હાઈકોર્ટે નોંધ્યું કે આ વહીવટી ઉદાસીનતા દર્શાવે છે અને અધિકારીએ કાયદાના હેતુને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવો જોઈએ. કોર્ટે અપીલ સત્તાધિકારીને 12 અઠવાડિયામાં ગુણદોષના આધારે નિર્ણય લેવા નિર્દેશ આપ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કરદાતાને રાહત આપતી જોગવાઈ સામે વિભાગનું નકારાત્મક વલણ
  • વેચાણવેરો - સોહમ મશરુવાળા
    (ગતાંકથી ચાલુ)
    ગુજરાત હાઈકોર્ટ દ્વારા વધુ નોંધવામાં આવ્યુ કે આ માત્ર પ્રક્રિયાગત ક્ષતી નહોતી પણ તે કાયદાથી અપાયેલી રાહત પ્રત્યેની વહીવટી ઉદાસીનતા દર્શાવતી હતી. અધિકારીનું કાર્ય માત્ર સમયમર્યાદા ગણીને ફાઈલ બંધ કરવાનું નથી, તેને લાગુ કાયદો, નોટીફિકેશન અને તેના હેતુને ધ્યાનમાં રાખીને ન્યાયસંગત નિર્ણય કરવાનો છે. ખાસ કરીને જ્યારે સરકારે જ જૂના વિવાદોને અપીલમાં સાંભળવા માટે વિશેષ બારી બોલી હોય. ત્યારે વિભાગે ટેકનિકલ વાંધો ઉભો કરીને તે બારી ફરી બંધ ન કરવી જોઈએ. હાઈકોર્ટે અપીલ ફગાવતો આદેશ રદ કર્યો અને મામલો ગુણદોષના આધારે નક્કી કરવા અપીલ સત્તાધિકારીને પરત મોકલ્યો. અપીલનો નિર્ણય ૧૨ અઠવાડિયામાં કરવાનો નિર્દેશ પણ આપ્યો.
    આ ચૂકાદાનો સંદેશ સ્પષ્ટ છે, ય્જી્ વહીવટમાં ટેક્નિકલ ન્યાયનું સ્થાન લઈ શકે નહીં. કરદાતા રાહતી શરતો પૂર્ણ કરે ત્યારે વિભાગે નોટીફિકેશનનો ઉદાર અને હેતુલક્ષી અમલ કરવો જોઈએ. મહેસૂલનું રક્ષણ જરૂરી છે, પરંતુ ન્યાયસંગત તક આપ્યા વિના કરદાતાની અપીલ બંધ કરી દેવી એ સારા કરવેરા વહીવટની નિશાની નથી. જ્યારે વહીવટી તંત્ર કાયદાની રાહતને સંકુચિત કરે છે, ત્યારે અદાલતનું હસ્તક્ષેપ કરદાતા માટે માત્ર રાહત નહીં, પરંતુ કાયદાની શાસનનું પુન:સ્થાપન બને છે.
    આમ, આ ચુકાદો ય્જી્ વહીવટમાં કરવસૂલાતની પ્રાથમિકતા અને કરદાતાને મળવાપાત્ર કાનૂની રાહત વચ્ચેના તણાવને ઉજાગર કરે છે. નિર્ધારીત છેલ્લી તારીખ પહેલાં અપીલ દાખલ થઈ હોય અને ચૂકવણીની શરતોનું પાલન પણ અવિવાદીત હતું. તેમ છતા અપીલ માત્ર વિલંબના કારણે નકારાઈ. ખાતાની આવક કેન્દ્રીત દ્રષ્ટિની ટીકા અહીં તેના અભિગમના પરિણામ પરથી ઉભી થાય છે.
    એવી ઘણી બધી અપીલો ફગાવી નાખવામાં આવી છે જ્યારે ખરેખર ખોટુ જ થયુ હોય અને કરદાતા એ અપીલ કરવા માટે સઘળા પગલા લીધા હોય પણ ટેકનીકલ ખામીની ચાદર ઓઢી તે બધી ફગાવી નાખવામાં આવે છે. દર વખતે કરદાતા કઈ માન. વડી અદાલત સમક્ષ જવા સક્ષમ હોતા નથી અને પીંઠ ભાગી નાખે તેવી તકલીફો વેઠીને ગુજરાન કરતા હોય છે.
    આમ, આ ચૂકાદો કરવહીવટને યાદ અપાવે છે કે આવક એકત્ર કરવાની જવાબદારી સાથે કરદાતાને કાયદાએ આપેલી રાહતનો નિષ્ઠાપૂર્વક અમલ કરવાની જવાબદારી પણ જોડાયેલી છે.
    (સંપૂર્ણ)