Business Plus
કોપરમાં રેકોર્ડ તેજી વચ્ચે ભાવ ઉછળી ટનના 15 હજાર ડોલર તરફ આગળ વધ્યા
By GS Team
13 Sep 20263 mins read
આ વર્ષે 2026માં ટ્રમ્પની ટેરિફ નીતિ અને ઈરાન યુદ્ધના કારણે વૈશ્વિક બજારોમાં ઉથલપાથલ જોવા મળી છે. તાજેતરમાં બ્રિટન અને અમેરિકાના મેટલ્સ એક્સચેન્જો પર કોપરના ભાવ ઉછળી $14800 પ્રતિ ટન નજીક પહોંચ્યા છે. પાવરગ્રીડ, ઇલેક્ટ્રિકલ વાહનો અને વૈકલ્પિક ઉર્જા જેવા ક્ષેત્રોમાં કોપરની માંગ વધી છે. ચીનની માંગ અને સપ્લાય ડેફિસિટ પણ ભાવ વધારાનું મુખ્ય કારણ છે.
Summarized by AI; it may make mistakes. Check important info
આ વર્ષે 2026માં ટ્રમ્પની ટેરિફ નીતિ અને ઈરાન યુદ્ધના કારણે વૈશ્વિક બજારોમાં ઉથલપાથલ જોવા મળી છે. તાજેતરમાં બ્રિટન અને અમેરિકાના મેટલ્સ એક્સચેન્જો પર કોપરના ભાવ ઉછળી $14800 પ્રતિ ટન નજીક પહોંચ્યા છે. પાવરગ્રીડ, ઇલેક્ટ્રિકલ વાહનો અને વૈકલ્પિક ઉર્જા જેવા ક્ષેત્રોમાં કોપરની માંગ વધી છે. ચીનની માંગ અને સપ્લાય ડેફિસિટ પણ ભાવ વધારાનું મુખ્ય કારણ છે.
Summarized by AI; it may make mistakes. Check important info

- ઊભી બજારે - દિલીપ શાહ
આ વર્ષે ૨૦૨૬માં આરંભના મહિનાઓમાં અમેરિકાના પ્રમુખ ટ્રમ્પની છાશવારે બદલાતી ટેરીફ નીતિ તથા ત્યારબાદ ઈરાન યુદ્ધના પગલે દરિયાપારના વિવિધ બજારોમાં વ્યાપક ઉથલપાથલ જોવા મળી છે તથ ક્રૂડતેલના ભાવ ઉછળતાં તેની અસર પણ વિવિધ બજારો પર દેખાતી રહી છે અને બજારોના ખેલાડીઓમાં અજંપો દેખાતો રહ્યો છે. આવા મ ાહોલમાં તાજેતરમાં કોપરના ભાવમાં રેકોર્ડ બ્રેક તેજી જોવા મળ્યાનું મેટલ્સ બજારના સૂત્રો જણાવી રહ્યા હતા. મેટલ્સ બજારમાં વિશેષરૂપે નોનફેરસ-બિનલોહધાતુઓની બજારોમાં કોપર હંમેશા કેન્દ્ર સ્થાને રહ્યું છે તથા કોપરના ભાવમાં થતી વધઘટની ઈમ્પેક્ટ વિવિધ મેટલ્સ પર પડતી હોય છે. બ્રિટનમાં આવેલા એલએમઈના મેટલ બજારો પર વિશ્વના વિવિધ દેશોના મેટલ્સ બજારોની નજર રહેતી હોય છે. તથા એલએમઈના બજારોમાં થતી ચડઉતરની અસર વિશ્વના મેટલ્સ બજારો પર દેખાતી હોય છે. દરમિયાન, બ્રિટન તથા અમેરિકાના મેટલ્સ એક્સચેન્જો પર તાજેતરમાં કોપરના ભાવ ઉછળતા જોવા મળ્યા છે. વિશ્વ બજારમાં કોપરના ૩ મહિનાના વાયદાના ભાવ ઉછળી તાજેતરમાં ટનદીઠ ૧૪૮૦૦ ડોલર નજીક પહોંચતા નવી ઉંચી ટોચ જોવા મળી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. પાવરગ્રીડસ, ઈલેકટ્રીકલ વેહિકલ્સ, વૈકલ્પિક એનર્જી જનરેશન તથા એનર્જી સ્ટોરેજ સહિતના વિવિધ ક્ષેત્રોમાં કોપરની માગ તાજેતરમાં વધતી જોવા મળી છે. વૈશ્વિક કોપર બજારમાં ચીનની ભૂમિકા ચાવીરૂપ રહેતી હોય છે. ચીનની પૂછપરછ તથા માગ નિકળે ત્યારે કોપરના ભાવ ઝડપી ઉછળતા હોય છે એવું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. ચીનમાં હવે કોપરની માગના સંદર્ભમાં વાર્ષિક સર્વોચ્ચ ઉપાડની મોસમ નજીકમાં આવી છે ત્યારે વૈશ્વિક સ્તરે કોપરમાં સપ્લાય ડેફીસીટ દેખાઈ છે તથા કોપર માઈનસમાં થતા ઉત્પાદનની સરખામણીએ કોપરની માગ વધુ રહેતી જોવા મળી છે. અમેરિકાના પ્રખુખની છાશવારે બદલાતી ટેરીફ નીતિ તથા ક્રૂડના ભાવમાં ઉછાળા ઉપરાંત કરન્સી બજારમાં વિવિધ કરન્સીઓ સામે ડોલરના ભાવમાં થતી ચડઉતરની અસર પણ કોપરના ભાવ પર જોવા મળી છે.
આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ (એઆઈ) તથા ડાટા સેન્ટરોના વધતા વ્યાપની અસર પણ કોપર બજાર પર દેખાઈ છે. આ વર્ષના પ્રથમ છ મહિનામાં કોપરમાં માઈન્સમાં ઉત્પાદનમાં ધીમો ઘટાડો નોંધાયો હોવાનું ઈન્ટરનેશનલ કોપર સ્ટડી ગુ્રપના સૂત્રોએ જણાવ્યું હતું. સ્મેલ્ટર્સ માટે જરૂરી સપ્લાયમાં ડેફીસીટ દેખાઈ છે.
વૈશ્વિક સ ્તરે ચીલી, ઈન્ડોનેશિયા, કોંગો વિ. કોપર ઉત્પાદક દેશોમાં તાજેતરમાં કોપરના ઉત્પાદનમાં ઘટાડો નોંધાયાના વાવડ મળ્યા હતા. જો કે પેરુ તથા મોંગોલિયામાં કોપરનું ઉત્પાદન વધ્યાના નિર્દેશો પણ મળ્યા હતા. અમેરિકા ટેરીફ લાદશે એવી ભીતિ વચ્ચે તાજેતરમાં કોપરનો વૈશ્વિક નોંધપાત્ર જથ્થો અમેરિકા તરફ રવાના કરાતાં તેની અસર પણ વિશ્વ બજાર પર દેખાઈ છે. ચીલીથી કોપરની સપ્લાય તથા નિકાસ શિપમેન્ટોમાં તાજેતરમાં ઘટાડો નોંધાયો હોવાના સમાચાર આવ્યા હતા. કોપરના રતલના ભાવ વધી તાજેતરમાં સાત ડોલર નજીક પહોંચ્યા હતા. સાઉથ અમેરિકાના દેશોમાં કોપરનું ઉત્પાદન તાજેતરમાં સાત ડોલર નજીક પહોંચ્યા હતા. સાઉથ અમેરિકાના દેશોમાં કોપરનું ઉત્પાદન તાજેતરમાં ઘટયાના સમાચાર આવ્યા હતા.
કોપરના ટનદીઠ ભાવ ૧૫ હજાર ડોલર થવાની શક્યતા વિશ્વ બજારના જાણકારો જણાવી રહ્યા હતા.અમેરિકામાં કોપરનો સ્ટોક તાજેતરમાં વધી સાત લાખ ટન નજીક પહોંચ્યો છે ત્યારે બ્રિટનમાં એલ એમઈ ખાતે સ્ટોકમાં પીછેહટ દેખાયાના વાવડ મળ્યા હતા.




