કોકોના ભાવ ઘટતા અટકી 11 મહિનાની ટોચે : ચોકલેટ ઉત્પાદકોની નવા પાક પર નજર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- ઊભી બજારે - દિલીપ શાહ
દેશમાં તહેવારોની મોસમ પુરબહારમાં ખીલી છે ત્યારે વિવિધ બજારોમાં મોસમી માગ શરૂ થયાના વાવડ મળ્યા છે. તહેવારોમાં ખાસ કરીને વિવિધ મીઠાઈઓનો ઉપાડ વધતો જોવા મળ્યો છે. જો કે આ વર્ષે ખાંડના ભાવ ઉંચા જતા તથા મીઠાઈ બનાવવામાં વપરાતી વિવિધ ચીજોના ભાવ પણ વધી ગયા હોવાથી મીઠાઈના ભાવ ઉંચા ગયા છે. આ ઉપરાંત લોકો હવે આરોગ્ય વિશે સભાન થયા છે એવા સંજોગોમાં મીઠાઈના વપરાશમાં ઘટાડો પણ જોવા મળ્યો છે. મીઠાઈના બદલે તહેવારોમાં તથા વિશેષરૂપે દિવાળીના તહેવારોમાં ચોકલેટસ તથા સુકામેવાનો વપરાશ વધતો જોવા મળે છે. એવું બજારના જાણકારો જણાવી રહ્યા છે. સૂકામેવાના ભાવ પણ ઉંચા ગયા છે. દરમિયાન, ચોકલેટસ બનાવવામાં મુખ્યત્વે કોકોનો વપરાશ થાય છે તથા કોકોના ભાવમાં વિશ્વ બજારમાં તાજેતરમાં બેતરફી વધઘટ જોવા મળી છે. ઈરાન યુદ્ધના પગલે વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ વધી જતાં વિવિધ બજારો પર તેની ઈમ્પેકટ વિશ્વ બજારમાં દેખાતી રહી છે. આ પૂર્વે અમેરિકાના પ્રમુખ ટ્રમ્પની ટેરીફ નીતિમાં છાશવારે બદલાતા પ્રવાહોની અસર પણ વિશ્વના બજારો પર દેખાઈ હતી અને ત્યારબાદ ઈરાન યુદ્ધ શરૂ થતાં વિશ્વ બજાર પર ડબલ ઈફેકટ દેખાઈ હતી.વિશ્વ બજારના જાણકારોના જણાવ્યા મુજબ વૈશ્વિક સ્તરે કોકોનું સૌથી વધુ ઉત્પાદન આઈવરી-કોસ્ટ ખાતેથી કોકોની નિકાસ ઓકટોબર ૨૦૨૫થી સપ્ટેમ્બર ૨૦૨૬ દરમિયાનના ગાળામાં આશરે ૨૧ લાખ પાછલા વર્ષ ૨૦૨૪-૨૫ના આ ગાળા દરમિયાન, નોંધાયેલી નિકાસ કરતાં આ નિકાસ આશરે ૧૮ ટકા ઊંચી રહી હોવાનું કોકો બજારના જાણકારો જણાવી રહ્યા હતા. ૧થી ૧૩ સપ્ટેમ્બરમાં આ આંકડો જોકે ૪૫થી ૪૬ ટકા ઘટી આશરે ૨૬ હજાર ટન નોંધાયો છે. વિશ્વ બજારમાં કોકોના ભાવ તાજેતરમાં ટનના આશરે ૫૮૫૦થી ૫૮૬૦ ડોલર આસપાસ નોંધાયા હતા. વિશ્વ બજારમાં કોકોના ભાવ એક મહિનામાં આશરે ૩થી ૪ ટકા ઘટયા છે. જ્યારે એક વર્ષમાં ભાવમાં આશરે ૨૦થી ૨૧ ટકાની પીછેહટ નોંધાઈ હોવાનું વિશ્વ બજારના જાણકારો જણાવી રહ્યા હતા.
દરમિયાન, વિશ્વ બજારમાં કોકોનું ટ્રેડિંગ મુખ્યત્વે ન્યુયોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે તથા ઈન્ટરકોન્ટીનેન્ટલ એક્સચેન્જ ખાતે થતા હોય છે. વૈશ્વિક સ્તરે કોકોનું સૌથી વધુ ઉત્પાદન આઈવરી કોસ્ટ તથા ધાનાઆ બે દેશોમાં થાય છે. આ ઉપરાંત ઈન્ડોનેશિયા, નાઈજીરીયા, કેમરુન, ઈકવેડોર તથા બ્રાઝીલમાં પણ કોકોનું ઉત્પાદન થાય છે એવું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. ઈન્ટરકોન્ટીનેન્ટલ એક્સચેન્જ ખાતે કોકોનો સ્ટોક તાજેતરમાં વધી બે વર્ષની ટોચે ૩૪થી ૩૫ લાખ ગુણીના સ્તરો પહોંચ્યાના વાવડ મળ્યા હતા. આઈવરી કોસ્ટમાં કોકોનો પાક સારો આવશે એવા સંકેતો પણ મળ ્યા હતા. જોકે ૨૦૨૬-૨૭ના પાક વર્ષમાં કોકોના પાક પર અલનીનોની અસર દેખાવાની ભીતિ પણ જાણકારો બતાવી રહ્યા હતા. ધાનામાં ૨૦૨૬-૨૭માં કોકોનો પાક ૧૩ ટકા ઘટવાનો અંદાજ જાણકારો હાલ બતાવી રહ્યા હતા. આઈવરી કોસ્ટમાં ૨૦૨૬-૨૭માં કોકોનું ઉત્પાદન આશરે ૨૦ ટકા ઘટવાનો અંદાજ પણ જાણકારો બતાવી રહ્યા હતા. ગયા વ ર્ષે જાન્યુઆરીમાં કોકોના ભાવ ટનદીઠ ઉંચામાં ૧૦૭૫૦ ડોલર સુધી પહોંચ્યા હતા. તથા એ વખતે એક કિલો કોકોના ભાવ ૧૦.૭૦ ડોલર થયા હતા તે ભાવ આ વર્ષે માર્ચમાં ૩.૨૦થી ૩.૨૫ ડોલર સુધી ઉતર્યા હતા જે ત્યારબાદ જૂનમાં ૪.૩૫થી ૪.૪૦ ડોલર થયા હતા. આ વર્ષે ઓગસ્ટમાં કોકોના ભાવ વધી ૧૧ મહિનાની ટોચે પહોંચ્યા હતા. કોકોની સપ્લાય સરપ્લસ આ વર્ષે એપ્રિલમાં ૧ લાખ ૪૯ હજાર ટન અંદાજાઈ હતી તે તાજેતરમાં ઘટાડી ૨૫ હજાર ટનની જાણકારો તથા તજજ્ઞાો દ્વારા અંદાજાયાના વાવડ મળ્યા હતા.




