Business Plus
કૃષિ ક્ષેત્રે બદલાતાં સમીકરણોઃ ફુલો, ફળો, શાકભાજી સહિતના વિવિધ પાકોના ઉત્પાદનમાં વૃદ્ધિ
By GS Team
22 Nov 20263 mins read
દેશમાં વિવિધ ફળો તથા શાકભાજીના ઉત્પાદન ક્ષેત્રે સમીકરણો બદલાતા જોવા મળ્યા છે. જોકે વિવિધ કૃષી પાકો પર આ વર્ષે અલનીનોની ઈમ્પેક્ટ જોવા મળી છે પરંતુ ફળો અને શાકભાજીના ઉત્પાદનમાં પ્રગતી જોવા મળી હોવાનું બજારોના જાણકારો જણાવી રહ્યા હતા. ભારતમાં હોર્ટીકલ્ચર ક્ષેત્રમાં આવતા વિવિધ ફળો તથા શાકભાજીનું ઉત્પાદન ૨૦૨૫- ૨૬ના વર્ષમાં વધ્યું હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. દેશમાં હોર્ટીકલ્ચર ક્ષેત્રમાં મોસમની શરૂઆત જુલાઈથી થાય છે તથા પાક વર્ષ બીજા વર્ષના જૂન સુધી ચાલે છે. દરમિયાન, ૨૦૨૫- ૨૬ના હોર્ટીકલ્ચરના પાક વર્ષમાં દેશમાં ફળો, શાકભાજી, મધ, સ્પાઈસીસ, પ્લાન્ટેશન પાકો વિ. વિવિધ ઉત્પાદનોનું કુલ ઉત્પાદન વધી ૩૮૬૯થી ૩૮૭૦ લાખ ટન થયાના સમાચાર મળ્યા છે. આની સામે પાછલા વર્ષે ૨૦૨૪- ૨૫ના પાક વર્ષમાં ઉત્પાદનનો આ આંકડો ૩૭૦૭થી ૩૭૦૮ લાખ ટન નોંધાયો હતો. જોકે કૃષી તજજ્ઞાોના જણાવ્યા મુજબ ૨૦૨૫- ૨૬ના પાક વર્ષમાં દેશમાં આ વિવિધ ચીજોના વાવેતરના વિસ્તારમાં ઘટાડો નોંધાયો છે પરંતુ આમ છતાં હેકટરદીઠ કૃષી પેદાશમાં વૃધ્ધિ થતાં હકીકતમાં આ ક્ષેત્રે ઉત્પાદનના આંકડાઓ ઉંચા આવ્યા હોવાનું આ ક્ષેત્રના કૃષી તજજ્ઞાોએ જણાવ્યું હતું. આ પૂર્વે જૂન મહિનામાં ૨૦૨૫- ૨૬ના આ ઉત્પાદનનો અંદાજ ૩૭૭૭થી ૩૭૭૮ લાખ ટનનો મૂકવામાં આવ્યો હતો અને હવે નવા અંદાજમાં ઉત્પાદનનો આ આંકડો ઉંચો મુકવામાં આવ્યો હોવાનું કૃષી જાણકારોએ જણાવ્યું હતું.
Summarized by AI; it may make mistakes. Check important info

- ઊભી બજારે - દિલીપ શાહ

જોકે હોર્ટીકલ્ચર ક્ષેત્રમાં વિવિધ કૃષી ઉત્પાદનોમાં વાવેતર હેઠળનો વિસ્તાર જે પાછલા વર્ષે ૩૦૧થી ૩૦૨ લાખ હેકટર્સ નોંધાયો હતો તે ૨૦૨૫- ૨૬ના પાક વર્ષમાં ઘટી ૨૯૭થી ૨૯૮ લાખ હેકટર્સનો નોંધાયો હોવાનું જાણકારો જણાવી રહ્યા હતા. જોકે વાવેતરનો વિસ્તાર ઘટવા છતાં આ ક્ષેત્રે વિવિધ ફળો, શાકભાજીઓ, વિવિધ ફુલો, પ્લાન્ટેશન પાકો, અરોમા ધરાવતા પ્લાન્ટો તથા મેડિકલ વપરાશમાં વપરાતા પ્લાન્ટોનું હેકટરદીઠ ઉત્પાદન વધવાની ગણતરી વચ્ચે કુલ ઉત્પાદનનો અંદાજ ઉંચો બતાવાઈ રહ્યો છે. દેશના ખેડૂતો ઘણા વિસ્તારોમાં પરંપરાગત કૃષી પાકોના બદલે હોર્ટીકલ્ચરની ખેતી તરફ વળતા થયાનું જાણકારોએ જણાવ્યું હતું.
વિવિધ ફળોનું ઉત્પાદન જે ૨૦૨૪- ૨૫ના પાક વર્ષમાં ૧૧૭૬થી ૧૧૭૭ લાખ ટન થયું હતું તે ૨૦૨૫- ૨૬ના પાક વર્ષમાં વધી ૧૨૩૦થી ૧૨૩૧ લાખ ટન થવાનું અનુમાન બતાવાયું છે જ્યારે વિવિધ શાકભાજીઓનું ઉત્પાદન આ ગાળામાં ૨૧૭૮ લાખ ટનથી વધી ૨૨૭૨થી ૨૨૭૩ લાખ ટન થવાનો અંદાજો બતાવાયો છે. વિવિધ ફળોનું ઉત્પાદન ૪૨થી ૪૩ લાખ ટનથી વધી ૪૮થી ૪૯ લાખ ટન થવાની શક્યતા બતાવાઈ છે. મધનું ઉત્પાદન જોકે ૦.૧૫ મિલીયન ટન આસપાસ જળવાઈ રહેવાની શક્યતા બતાવાઈ છે. વિવિધ પ્લાન્ટેશન પાકો, તેજાનાના પાકો, મેડિકલ વપરાશમાં વપરાતી કૃષી ચીજોના પાકો અરોમા (સુગંધ) ધરાવતા વિવિધ કૃષી ચીજોના પાકોના ઉત્પાદનનો અંદાજ ઉંચો મૂકવામાં આવ્યો છે.
દરમિયાન, વિવિધ ફુલોનું કુલ ઉત્પાદન ૪૨.૭૦ લાખ ટનથી વધી ૪૮.૮૦ લાખ ટન નોંધાયું છે. ટોમેટાનું ઉત્પાદન ૨૦૬ લાખ ટનથી વધી ૨૧૪થી ૨૧૫ લાખટન થયું છે. જ્યારે કાંદાનું ઉત્પાદન જોકે ૩૦૭થી ૩૦૮ લાખ ટનથી ઘટી ૨૮૯ લાખ ટન થયું છે. બટાટાનું ઉત્પાદન ૫૮૫થી ૫૮૬ લાખ ટનથી વધી ૬૫૫થી ૬૫૬ લાખ ટન થયાના વાવડ મળ્યા હતા. સોપારી, નાળીયેર, કાજુ, કોકો, પાન વિ.ના વાવેતર હેઠળનો વિસ્તાર આશરે ૪૬થી ૪૭ લાખ હેકટર્સ નોંધાયો છે તથા ઉત્પાદન ૧૮૨થી ૧૮૩ લાખ ટન અંદાજવામાં આવ્યું છે. સુગંધ અને દવાના ગુણો ધરાવતા છોડવાઓનું ઉત્પાદન ૯૦થી ૯૧ લાખ ટનથી વધી ૯૩ લાખ ટન અંદાજાયું છે.