Business Plus

મોટી કંપનીઓ અબજો કમાઇ રહી છે શ્રમજીવીઓ ઠેરના ઠેર ઉદારીકરણનો લાભ માત્ર ઉદ્યોગોને મળ્યો

By GS Team
27 Sep 20264 mins read
TukuTouch Logo
1991ના આર્થિક સુધારાનો હેતુ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાનો હતો. ગણેશ દત્તા જણાવે છે કે સાડાત્રણ દાયકા પછી પણ નાના ઉદ્યોગો અને કૃષિ ક્ષેત્રે ખાસ વિકાસ નથી. મોટા ઉદ્યોગોને લાભ થયો, પરંતુ રોજગારી સર્જનમાં કચાશ રહી. કરાર આધારિત કામ અને અસંગઠિત રોજગારીમાં વધારો થયો છે, જે ચિંતાનો વિષય છે. સરકારે સામાજિક સુરક્ષા અને કૌશલ્ય વિકાસ પર ધ્યાન આપવું જરૂરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મોટી કંપનીઓ અબજો કમાઇ રહી છે શ્રમજીવીઓ ઠેરના ઠેર ઉદારીકરણનો લાભ માત્ર ઉદ્યોગોને મળ્યો
  • કોર્પોરેટ પ્લસ - ગણેશ દત્તા
    ૧૯૯૧માં કરાયેલા આર્થિક સુધારા પાછળનો મુખ્ય હેતુ ભારતના ઉદ્યોગો પરના નિયંત્રણો દુર કરીને તેમને આસાનીથી બિઝનેસ કરવાની તક ઉભી કરી આપવાનો હતો. સરકાર તેમાં સફળ પણ થઇ છે જોકે આ ઐતિહાસિક પગલાંને સાડાત્રણ દાયકા થયા હોવા છતાં નાના ઉદ્યોગોનો અને કૃષિ સહીતના કેટલાક ક્ષેત્રોમાં હજુ કોઇ નોંધપાત્ર વિકાસ જોવા મળતો નથી. મોટા ઉદ્યોગોને ચોક્કસ લાભ થયો છે પરંતુ દાયકાઓ છતાં નબળો ઉત્પાદન વિકાસ, નાની પેઢીઓ અને કૌશલ્યના અંતરને કારણે ઔપચારિક રોજગારીનું સર્જન જોઇતા પ્રમાણમાં થઇ શક્યું નથી. એક તરફ મર્યાદિત રોજગારી અને ટેન્ડર કે કરાર આધારીત કામના કારણે નાના વેપારીઓને વિકસવાની તક બહુ ઓછી મળી છે. જોકે ૧૯૯૧ના સુધારાએ ઔદ્યોગિક લાયસન્સિંગ નાબૂદ કર્યું, વિદેશી રોકાણ માટે અર્થતંત્ર ખોલ્યું અને વિકાસને ઝડપી બનાવ્યો, પરંતુ તેઓ અસંગઠિતમાંથી સંગઠિત રોજગાર તરફ મોટો ફેરફાર લાવવામાં નિષ્ફળ રહ્યા છે તે પણ સ્વિકારવું જોઇએ.
    ઉદારીકરણે ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ઓટોમોબાઇલ્સ, ફાઇનાન્સ અને એન્જિનિયરિંગમાં વિકાસને ઝડપી બનાવ્યો, પરંતુ ઉત્પાદન ક્ષેત્ર ક્યારેય વધતા જતાં કાર્યબળને સમાવી શકે તેટલા પ્રમાણમાં વિસ્તર્યું નહીં. ભારતના સુધારા શહેરી, મૂડી-પ્રધાન ક્ષેત્રોમાં ધ્યાન કેન્દ્રિત રહ્યા, જેનાથી રોજગારી પર તેની અસર મર્યાદિત રહી.
    એવી ચિંતાઓ વ્યક્ત કરાઇ હતી કે ઉદારીકરણથી કામદારોનું રક્ષણ નબળું પડશે અને કરાર આધારિત તથા અસંગઠિત રોજગારને વેગ મળશે ઉદારીકરણના આખા મોડેલે અર્થતંત્રને અસંગઠિત બનાવી દીધું. ત્યારે પણ એવી દલીલ કરાતી હતી કે અસંગઠિત કામદારો અસુરક્ષિત સ્થિતિમાં છે અને નીતિની દિશા સંગઠિત કરવા તરફ હોવી જોઈએ, જેમાં વધુ સારા વેતન, સામાજિક સુરક્ષા અને વ્યાવસાયિક સુરક્ષા હોવી જોઈએ.
    ઉદારીકરણે ઉદ્યોગો પરના નિયંત્રણો હળવા કર્યા પરંતુ રોજગારી ઉભો કરવાનો કોઇ ચોક્કસ પ્લાન તૈયાર કર્યો નહોતો કે તે માટે કોઇ આદેશ પણ આપ્યો નહોતો.
    ૨૦૧૯માં ચાર લેબર કોડે ૨૯ સેન્ટ્રલ કાયદાઓને એકીકૃત કર્યા તે પહેલાં, માલિકોએ બહુવિધ રજિસ્ટ્રેશન, રિટર્ન અને કમ્પ્લાયન્સ જરૂરિયાતોનો સામનો કરવો પડતો હતો, જેમાં રોજગારની સીમાઓ ઓળંગ્યા પછી કેટલીક જવાબદારીઓ વધુ બોજરૂપ બનતી હતી.
    નિષ્ણાતો કહે છે કે અગાઉના કાનૂની માળખાએ કંપનીઓના પ્રોત્સાહનો બદલી નાખ્યા હતા
    ખાનગીકરણ અને આઉટસોર્સિંગે વલણ કંપનીઓમાં પ્રસરી ગયું હતું. ઝડપી બનાવ્યું હતું. ઉદારીકરણ પછીના દાયકાઓમાં અસંગઠિત કામના સ્વરૂપમાં ફેરફાર થયો છે. હવે આપણી પાસે ગિગ વર્કર્સ છે અને લોજિસ્ટિક્સ તથા ટ્રાન્સપોર્ટ જેવા ક્ષેત્રોમાં આઉટસોર્સિંગ એજન્સીઓ દ્વારા હાયર કરાયેલ મોટે ભાગે કરાર આધારિત રોજગાર છે. ઘણી મોટી કંપનીઓએ હવે મોટા પ્રમાણમાં ભરતી આઉટસોર્સ કરી દીધી છે. આ વલણ જાહેર ક્ષેત્રની રોજગારીમાં પણ દેખાય છે, જ્યાં સીધી ભરતી પરના નિયંત્રણોએ હાઉસકીપિંગ અને સિક્યુરિટી જેવા કાર્યોના આઉટસોર્સિંગને પ્રોત્સાહિત કર્યું, એન્યુઅલ સર્વે ઓફ ઇન્ડસ્ટ્રીઝ (છજીૈં)ના ડેટા અનુસાર, ૧૯૯૭-૯૮માં ફેક્ટરીઓમાં કુલ કામદારોમાં કરાર આધારિત કામદારોનો હિસ્સો માત્ર ૧૬.૫ ટકા હતો. તેમનો હિસ્સો ૨૦૨૩-૨૪ સુધીમાં બમણાથી વધુ વધીને ૪૨ ટકા થઈ ગયો હતો.
    અસંગઠિતતા જળવાઈ રહી હોવા છતાં રોજગારની પ્રકૃતિમાં નોંધપાત્ર ફેરફાર થયો હતો. માત્ર કમ્પ્લાયન્સ પર આધાર રાખવાને બદલે, નીતિ વધુને વધુ કામદારોને સામાજિક સુરક્ષા પ્રણાલીઓમાં લાવવા અને એમ્પ્લોયમેન્ટ લિંક્ડ ઇન્સેન્ટિવ (ઈન્ૈં) સ્કીમ, વ્યાપક એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઈઁર્ખં) કવરેજ અને ઈ-શ્રમ (ી-જીરચિસ) જેવા પગલાં દ્વારા સંગઠિત રોજગાર માટે પ્રોત્સાહનો ઉભા કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
    એમ્પ્લોયમેન્ટ લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ એવા અભિગમને દર્શાવે છે જ્યાં કાર્યબળનું સંગઠન માત્ર નિયમનકારી કમ્પ્લાયન્સ દ્વારા જ નહીં પરંતુ પ્રોત્સાહનો દ્વારા પણ સમર્થિત છે જે માલિકો અને કામદારો બંનેને સંગઠિત સામાજિક સુરક્ષા ઇકોસિસ્ટમમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરે છે. સંગઠિતતાને આખરે માત્ર દસ્તાવેજીકરણ અથવા નોંધણી તરીકે નહીં, પરંતુ વિવિધ પ્રકારના રોજગારમાં અર્થપૂર્ણ સામાજિક સુરક્ષા રક્ષણ અને કાર્યબળ કલ્યાણ કવરેજના વિસ્તરણ તરીકે જોવી જોઈએ.
    વેતન, ઔદ્યોગિક સંબંધો, કાર્યસ્થળની સુરક્ષા અને સામાજિક સુરક્ષાને આવરી લેતા ચાર વ્યાપક કોડમાં ૨૯ કેન્દ્રીય શ્રમ કાયદાઓને એકીકૃત કરીને, આ કોડનો હેતુ જૂના માળખાને સરળ બનાવવાનો અને તેને આધુનિક, સેવા-સંચાલિત અર્થતંત્ર માટે વધુ અનુકૂળ બનાવવાનો છે.
    જ્યારે કોડ્સ એક મહત્વપૂર્ણ નીતિગત શિફ્ટ રજૂ કરે છે, ત્યારે કાર્યબળના સંગઠન માટે કાયદાના અક્ષરથી આગળ વધીને સુધારાની જરૂર પડશે.
    યુવાનોની પ્રગતિ પર અસર પણ અસર પડી છે. રોજગારનો પડકાર નોકરીઓની પ્રકૃતિથી આગળ વધીને યુવાનોના વધતા જૂથ માટે યોગ્ય કામ ઉત્પન્ન કરવાની અર્થતંત્રની ક્ષમતા સુધી વિસ્તર્યો છે. એક ડેટા અનુસાર જૂન ૨૦૨૬માં શ્રમ દળમાં રહેલા ૧૫-૨૯ વય જૂથના લગભગ છમાંથી એક વ્યક્તિ બેરોજગાર હતી. યુવાન મહિલાઓમાં આ દર ૧૯.૬ ટકા વધુ હતો, જે શહેરી વિસ્તારોમાં વધીને ૨૫.૨ ટકા થયો હતો.
    ઘણા લોકો માટે, નોકરીઓ તેમની આકાંક્ષાઓને પૂર્ણ કરતી નથી અથવા તેમને નોકરી મળતી જ નથી. ઉચ્ચ શિક્ષણના વાતાવરણને ઉદ્યોગો સાથે સાંકળવાની જરૂર છે, જે હજુ સુધી થઈ શક્યું નથી..
    ઉદ્યોગ અને કાર્યબળ કૌશલ્યો વચ્ચેના વિરોધાભાસને દૂર કર્યા વિના સુધારા મર્યાદિત લાભો આપશે. તેમણે જર્મની, ઈટાલી, સ્વિટ્ઝર્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા તરફ ઈશારો કર્યો, જ્યાં સરકારો, ઉદ્યોગ મંડળો અને તાલીમ સંસ્થાઓ સંયુક્ત રીતે કૌશલ્ય જરૂરિયાતોને ઓળખે છે અને વ્યવસાયિક તાલીમ પ્રણાલીઓ ડિઝાઇન કરે છે.
    છેલ્લા ૩૫ વર્ષોનો અનુભવ સૂચવે છે કે સંગઠિતતા માત્ર વધુ કામદારોને સામાજિક સુરક્ષા પ્રણાલીઓમાં લાવવા પર જ નહીં, પરંતુ પેઢીઓને વધવા માટે પ્રોત્સાહિત કરવા, ઉત્પાદન- સંચાલિત નોકરીઓનું સર્જન કરવા અને કામદારોને વધતા વેતન, અનુમાનિત સુરક્ષા અને ઉદ્યોગની બદલાતી માંગ સાથે મેળ ખાતા કૌશલ્યો મળે તે સુનિશ્ચિત કરવા પર પણ નિર્ભર રહેશે.