Business Plus

જમીન-મિલ્કત વેચાણ દસ્તાવેજના આધારે હક્કપત્રકમાં ફેરફાર કરવા અંગે જમીન મહેસૂલ અધિનિયમમાં સુધારો

By GS Team
9 Aug 20265 mins read
જમીન-મિલ્કત વેચાણ દસ્તાવેજના આધારે હક્કપત્રકમાં ફેરફાર કરવા અંગે જમીન મહેસૂલ અધિનિયમમાં સુધારો
  • લોકાભિમુખ માર્ગદર્શન- એચ.એસ. પટેલ IAS (નિ.)
  • રાજ્ય સરકારે ૩૦મી માર્ચ-૨૦૨૬ના વટહુકમથી જમીન મહેસુલ અધિનિયમ-૧૮૭૯ના કાયદાની કલમ-૧૩૫ડી, પ્રકરણ-૧૦એ માં જ સુધારો કરવામાં આવ્યો છે.

સબ રજીસ્ટારના વેચાણ Indexના આધારે દિન-૭માં હક્કપત્રકમાં નોંધ પાડવામાં જોગવાઈ હતી, અને સબંધિત જમીનમાં હિતધરાવતા તમામ પક્ષકારોને ૧૩૫ડીની નોટીસ આપવાની જોગવાઈ હતી.
ગુજરાત સરકારના મહેસુલ વિભાગ દ્વારા ૩૦-માર્ચ-૨૦૨૬ના વટહુકમથી જમીન મહેસુલ અધિનિયમના ૧૮૭૯ના પ્રકરણ ૧૦એ ૧૩૫ડી અને જમીન મહેસુલ નિયમો-૧૯૭૨ના નિયમ-૧૦૭માં સુધારો કર્યો છે. આ સુધારાની જોગવાઈઓનું વિવરણ કરીએ તે પહેલાં હક્કપત્રકના Record of Rights અધિકારો વિષે આ સૌથી અગત્યની જોગવાઈઓ અંગે જાહેર જનતાને સ્પર્શતા મુદ્દાઓ અંગે સમજ આપવી જરૂરી છે. જમીન અને મિલ્કતના નિયમન કરતો સૌથી અગત્યનો જમીન મહેસુલ અધિનિયમ-૧૮૭૯ બ્રિટીશ શાશન વ્યવસ્થા દરમ્યાન મુંબઈ પ્રાન્ત એટલે કે આજના મહારાષ્ટ્ર અને ગુજરાત માટે ઘડવામાં આવેલ, આમ તો આ કાયદો મુખ્યત્વે જમીન મહેસુલ ઉઘરાવવાના વ્યવસ્થાતંત્ર માટે હતો અને જેને Fiscal Purpose નાણાંકીય હેતુ માટે હતો, કારણ કે જે તે સમયે રાજ્ય પાસે આવકનું મુખ્ય સાધન જમીન મહેસુલ હતું અને તે ઉઘરાવવા માટે જમીનના સર્વે અને સેટલમેન્ટ (મોજણી અને જમાબંધી) અને વસુલાતની જોગવાઈઓ સાથે મહેસુલી અધિકારીઓની ફરજો અને જવાબદારી સાથે અધિકારો અંગેની કાનુની જોગવાઈઓ સાથેનો કાયદો એટલે જમીન મહેસુલ અધિનિયમ. આ કાયદાની મુળ જોગવાઈઓ સાથે ૧૯૦૮ના કાયદાનું સૌથી અગત્યનું 'હક્કપત્રક' Record of Rights તરીકે ઓળખાય છે. જેનાથી કોઈપણ જમીન / મિલ્કત ધારણ કરનાર જ્યારે જમીન અંગે કોઈપણ વ્યવહાર જેવા કે વેચાણ, વારસાઈ, બોજાની નોંધણી, હક્કકમી, કોર્ટ અથવા સક્ષમ અધિકારના હુકમોની નોંધણી, ગામનો નમુનો નં-૬ તરીકે ઓળખાય છે. તેમાં નોંધ કરવામાં આવે છે. જે તે સમયે હક્કપત્રકમાં જે નોંધ કરવામાં આવે તેમાં એટલે કે જમીન / મિલ્કતમાં જે હિત ધરાવતા પક્ષકારો જેમાં જમીનના ૭ અને મિલ્કતકાર્ડમાં જેટલી વ્યક્તિઓના નામ હોય તે તમામને હિત ધરાવતા પક્ષકારો ગણાય અને તે તમામને ૧૩૫ડીની નોટીસ આપવી ફરજીયાત છે અને નિયત દિવસમાં-(૩૦) પાછળથી ફેરફાર કરેલ છે. કોઈ પક્ષકાર અને તે ફેરફાર સામે વાંધો હોય તો તે વાંધો નોંધાવી શકે તેને તકરારી નોંધ તરીકે ઓળખાય છે. અને તે સક્ષમ અધિકારી નિર્ણય તમામ પક્ષકારોને રજુઆત કરવાની તક આપ્યા બાદ હુકમ કરે છે અને તે મુજબ નોંધમાં ફેરફાર કરવામાં આવે છે. જ્યારે સબંધિત નોંધ સામે જો કોઈ તકરાર ન હોય તો પ્રમાણિત અધિકારી - નાયબ મામલતદાર કક્ષાથી ઉતરતા ન હોય તેને પ્રમાણિત કરવાની સતા છે અને નોંધ પ્રમાણિત થયા બાદ હક્કપત્રક અને સબંધિત મહેસુલી રેકર્ડ નમુના નં.-૭ અને મિલ્કત કાર્ડમાં તે મુજબ ફેરફાર કરવામાં આવે છે. આ પાયાની મહત્વની બાબત હોવાથી જાહેર જનતાની જાણકારી માટે રજુ કરવામાં આવે છે. હવે રાજ્ય સરકારે ૩૦મી માર્ચ-૨૦૨૬ના વટહુકમથી જમીન મહેસુલ અધિનિયમ-૧૮૭૯ના કાયદાની કલમ-૧૩૫ડી, પ્રકરણ-૧૦એ માં જે સુધારો કરવામાં આવ્યો છે તેની પુર્વભુમિકા અને સુધારા કાયદાની જોગવાઈઓનું વર્ણન કરવામાં આવે છે. રાજ્ય સરકારે ૨૦૦૪માં જમીન રેકર્ડનું કોમ્પ્યુટરાઈઝેશન કરવાથી અને ગામકક્ષાએ તલાટી દ્વારા હક્કપત્રકમાં ફેરફાર નોંધ પાડવામાં જે અનિયમિતતાઓ અથવા તો સમયસર નોંધ પાડવામાં ન આવતી એટલે રાજ્યસરકારે મામલતદાર કચેરીમાં ઈધરા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું અને આ કેન્દ્રમાં તમામ ગામોના કોમ્પ્યુટરાઈઝ રેકર્ડના આધારે જ્યારે જમીન / મિલ્કતમાં વેચાણ કે કોઈ વ્યવહાર થાય ત્યારે ઈ-ધરામાં નોંધ દાખલ કરવાની પ્રથા છે. અગાઉ પણ જ્યારે સ્ચહેચનનઅ ગામકક્ષાએ તલાટી દ્વારા હક્કપત્રકમાં નોંધ પાડવાની જોગવાઈ હતી, ત્યારે પણ જ્યારે વેચાણ દસ્તાવેજ રજીસ્ટર્ડ કરવામાં આવે ત્યારે સબ રજીસ્ટારના વેચાણ Indexના આધારે દિન-૭માં હક્કપત્રકમાં નોંધ પાડવામાં જોગવાઈ હતી, અને સબંધિત જમીનમાં હિતધરાવતા તમામ પક્ષકારોને ૧૩૫ડીની નોટીસ આપવાની જોગવાઈ હતી. ઈ-ધરામાં પણ નોંધ પાડવામાં આવે ત્યારે પણ Automatic ૧૩૫ની નોટીસ કોમ્પ્યુટરાઈઝ જનરેટ થાય છે અને સબંધિત પક્ષકારોને મોકલવાની જોગવાઈ છે.
રાજ્ય સરકારે જે મહત્વનો સુધારો કર્યો છે તે કલમ-૧૩૫ડી પેટા કલમ-૨માં જણાવ્યું છે કે જે કિસ્સામાં રજીસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ કરવામાં આવ્યો હોય તેમાં સબંધિત પ્રમાણિત અધિકારીના ‘Subject to Satisfaction of Conditions'શરતોને આધીનમાં, વેચાણ દસ્તાવેજથી થતી જમીન / મિલ્કતમાં વેચાણ દસ્તાવેજ થયાના એક વર્ષ પહેલાં કોઈ ફેરફાર ન થયા હોય (હક્કપત્રકમાં) અને સબંધિત જમીન / મિલ્કતમાં જે તમામ પક્ષકારોના નામ હોય તે તમામ દ્વારા વેચાણ દસ્તાવેજ કરવામાં આવ્યો હોય અને એકવર્ષની સમય મર્યાદા મહેસુલી તંત્રદ્વારા રેકર્ડ પ્રમોલગેટ (Promulgate) પ્રમાણિત જાહેર કર્યું હોય અથવા જમીન રેકર્ડનું એકત્રિકરણ (Consolidation) કરવામાં આવ્યું હોય તો આ બાબતને એકવર્ષની સમય મર્યાદામાં ફેરફાર કર્યો હોય તેને લાગુ પડશે નહિ. આ ઉપરાંત સરકારે પેટાકલમ-સી થી વધુ સ્પષ્ટતા કરી છે કે, સબંધિત જમીન અંગે કોઈ તકરાર, કાનુની કાર્યવાહી કોઈ સક્ષમ અધિકારી, કોર્ટ, ટ્રીબ્યુનલ સમક્ષ વેચાણ દસ્તાવેજ સબંધિ બાબત પડતર (Pending) હોય તો એક વર્ષની મર્યાદામાં ૧૩૫ડીની નોટીસ સિવાય નોંધ મંજુર કરવાની બાબત લાગુ પડશે નહિ આમ વેચાણ દસ્તાવેજ તમામ હિતધરાવતા પક્ષકારો દ્વારા કરવામાં આવ્યો હોય તો ૧૩૫ડીની નોટીસ આપ્યા વગર દસ્તાવેજ થવા સાથે જ નોંધ પ્રમાણિત કરવાની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત કોઈપણ નોંધ સક્ષમ અધિકારીના હુકમથી, ડીક્રી (Decree) કોર્ટ ઓર્ડર આધારે પણ ઉક્ત જોગવાઈઓ મુજબ સીધે-સીધા ઓર્ડર મળ્યેથી નોંધ પાડવાની અને મંજુર કરવાની જોગવાઈ કરી છે. આ બાબતમાં પણ હુકમી નોંધ હોવાથી ૧૩૫ડીની નોટીસ આપવાની નથી કારણ કે આની પાછળનું તર્ક (Logic) એ છે કે જો કોઈપણ પક્ષકાર કોઈ હુકમ / કોર્ટના હુકમથી નારાજ હોય તો ઉપલી અદાલતમાં કે મહેસુલી અમલીય હકુમતની જોગવાઈ પ્રમાણે અમલ કરી શકે છે.
રાજ્ય સરકારે હક્કપત્રકની નોધો સામે અગાઉ જે સ્વમેળે (Suo-moto) નોંધ રીવીઝનમાં લેવા ૧૦૮(૫)ની સતાઓ સબંધિત પ્રાન્ત અધિકારી પાસે હતી જે હાલ કલેક્ટરની સતાના અર્થઘટન હેઠળ કલેક્ટર દ્વારા Revisionમાં લેવામાં આવે છે તેના બદલે સબંધિત પ્રાન્ત અધિકારીને આપવાનો કાયદાકીય સુધારા સાથે સ્પષ્ટતા કરવાની જરૂર છે. કારણકે કલેક્ટર પાસે સમય મર્યાદામાં ૧૦૮(૫) હેઠળની નોંધો સમયસર રીવીઝન લેવાનો સમય નથી અને પેટાવિભાગના પ્રાન્તઅધિકારી જમીન મહેસુલ અધિનિયમ હેઠળ કલેક્ટર દ્વારા અનામત રાખ્યા હોય તે સિવાય તમામ અધિકારો જમીન મહેસુલ અધિનિયમ હેઠળ ભોગવે છે. આ કરવાથી મહેસુલી કેસોનો ઝડપથી નિકાલ થશે.